Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત બાદ હવે ભરૂચમાં ભાઈગીરી કરતા યુવાનોનો વિડીયો વાયરલ, કેબલ બ્રિજ ઉપર ચાર યુવાનોએ હાથમાં ધારિયા અને કુહાડી રાખી વિડીયો બનાવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

સુરત બાદ હવે ભરૂચમાં ભાઈગીરી કરતા યુવાનોનો વિડીયો વાયરલ, કેબલ બ્રિજ ઉપર ચાર યુવાનોએ હાથમાં ધારિયા અને કુહાડી રાખી વિડીયો બનાવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

013152
Total Users : 13152
Total views : 15395
Who's Online : 0

સુરત બાદ હવે ભરૂચમાં ભાઈગીરી કરતા યુવાનોનો વિડીયો વાયરલ, કેબલ બ્રિજ ઉપર ચાર યુવાનોએ હાથમાં ધારિયા અને કુહાડી રાખી વિડીયો બનાવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સસ્તી પ્રસિદ્ધિ માટે સોશ્યલ મીડિયા પર લોકો ભાન ભૂલી રહ્યાં છે. જેઓ કેટલીકવાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકવાની સાથે જ ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. એટલું જ નહીં આવી સસ્તી પ્રસિદ્ધિની લ્હાયમાં કાયદાની આંટીધુટીમાં પણ આવી જાય છે. ત્યારે ભરૂચ કેબલ બ્રિજ પર આવા 4 યુવકો જોવા મળ્યા હતા. જેમણે ચાલુ બાઈકે ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો એક વિડીયો બનાવતા આ વિડીયો ભારે વાયરલ થયો છે.
અને પોલીસ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

જુઓ ભાઈગીરી કરતા યુવાનોનો વિડીયો

તાજેતરમાં જ સુરતમાં બે યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે ભરૂચના કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4 યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં બે બાઇક ઉપર ચાર યુવાનો હાથમાં ધારીયા – કુહાડી સાથે ફુલસ્પીડે પસાર થતા જોખમી ખેલ ખેલતા નજરે પડે છે. પોતાને ચીનુંભાઈ સાબિત કરવા બનાવેલો આ વીડિયો વાયરલ થતા હવે તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. પોલીસ હવે આ ચાર યુવાનોને શોધી તેમની ભાઈગીરી ઉતારવા એક્શનમાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કેબલ બ્રિજ ઉપર રાતે ખુલ્લેઆમ નગ્ન હથિયારોના પ્રદર્શન વચ્ચે તેનો વિડીયો બનાવી ભાઈગીરીના અભરખા સાથે વીડિયો પોતાના સ્ટેટ્સ ઉપર મુકવામાં આવ્યો હતો. ત્યારે આ વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ યુવાનો કોણ છે અને ક્યાં હેતુસર વીડિયો બનાવ્યો હતો તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત બાદ હવે ભરૂચમાં ભાઈગીરી કરતા યુવાનોનો વિડીયો વાયરલ, કેબલ બ્રિજ ઉપર ચાર યુવાનોએ હાથમાં ધારિયા અને કુહાડી રાખી વિડીયો બનાવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના ઝૂપડપટ્ટી વિસ્તારમાં ઓચિંતા મુલાકાત લેવા પહોંચ્યા, લોકોએ કહ્યું સાહેબ આપ મુખ્યમંત્રી થઈને અમારી મુલાકાત લેવા આવ્યા બીજું કોઈ અમને પૂછવા નથી આવતું!

Ritesh Parmar

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Ritesh Parmar

પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલાજ ખેડૂત આગેવાનનો સળગતો સવાલ! દક્ષિણ ગુજરાત ના સહકારી ક્ષેત્ર અને સુગર મિલો પર લગાવેલ ઇન્કમટેક્ષ અને શેરડી પકવતા ખેડૂતોના પડતર પ્રશ્નો નું નિરાકરણ ક્યારે???:દર્શન નાયક: સહકારી અને ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા

Ritesh Parmar

Leave a Comment