Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચમાં ધર્મ પરિવર્તનનું મસમોટુ કાવતરું: વિદેશથી ફંડ મેળવી ધર્માતરણ કરાવતા 9 લોકો સામે ફરીયાદ નોંધાઈ

ભરૂચમાં ધર્મ પરિવર્તનનું મસમોટુ કાવતરું: વિદેશથી ફંડ મેળવી ધર્માતરણ કરાવતા 9 લોકો સામે ફરીયાદ નોંધાઈ

Our Visitor

013373
Total Users : 13373
Total views : 15660
Who's Online : 0

ભરૂચમાં ધર્મ પરિવર્તનનું મસમોટુ કાવતરું: વિદેશથી ફંડ મેળવી ધર્માતરણ કરાવતા 9 લોકો સામે ફરીયાદ નોંધાઈ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભરુચ જિલ્લાના એક ગામડામાં આદિવાસીઓનું વિદેશથી મળેલા ફંડનો ઉપયોગ કરીને ધર્માંતરણ કરાવવા માટે કથિત રીતે પ્રલોભન આપવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે લંડનમાં રહેતાં એક સ્થાનિક વ્યક્તિ સહિત નવ લોકો વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ભરુચના આમોદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના નિવાસી ‘વાસવા હિન્દુ’ સમુદાયના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓને પૈસા અને અન્ય લાલચ આપીને પોતાનો ધર્મ બદલવા માટે કહેવામાં આવ્યું હતું.
આરોપીઓએ નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં આદિવાસી લોકોની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને તેને ઈસ્લામ ધર્મ અપનાવી લેવા માટેની લાલચ આપી હતી.

આ કાંડમાં સંડોવાયેલા નવેય આરોપી સ્થાનિક નિવાસી છે. એક આરોપી અત્યારે લંડનમાં રહે છે અને તેની ઓળખ ફેફડાવાલા હાજી અબ્દુલના રૂપમાં થવા પામી છે જેણે આ હેતુ માટે વિદેશથી ધન એકઠું કર્યું હતું.

ભરુચ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે વિદેશથી એકઠા કરવામાં આવેલા ધનનો ઉપયોગ કરીને મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા ગેરકાયદે ધાર્મિક રૂપાંતરણ ગતિવિધિ અહીં લાંબા સમયથી ચાલી રહી હતી. આરોપીઓએ બે સમુદાયના સભ્યો વચ્ચે દુશ્મની ઉભી કરાવવા અને શાંતિ ડહોળી નાખવા માટે રચવામાં આવેલા અપરાધીક કાવતરા હેઠળ વસાવા હિન્દુ સમુદાયના લોકોને પૈસા અને અન્ય મદદ પૂરી પાડવાનું કહીને છેતરપિંડીથી ઈસ્લામમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભરુચ જિલ્લાના નબીપુરમાં મુળ રહેવાસી અને અત્યારે લંડનમાં રહેતો ફેફડાવાલા હાજી અબ્દુલ ધર્મ પરિવર્તન માટે વિદેશથી પૈસા એકઠા કરે છે. પોલીસે જણાવ્યું કે નવ લોકો વિરુદ્ધ ગુજરાત ધર્મની સ્વતંત્રતા (સંશોધન) કાયદાની સાથે સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 120(બી) (અપરાધીક કાવતરું), 153 (બી) (સી) (વૈમનસ્યતા ફેલાવવાની આશંકા) અને 506 (2) (અપરાધીક ધમકી) હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.


ભરૂચમાં ધર્મ પરિવર્તનનું મસમોટુ કાવતરું: વિદેશથી ફંડ મેળવી ધર્માતરણ કરાવતા 9 લોકો સામે ફરીયાદ નોંધાઈ

Related posts

કલોલ / વ્યાજના દુષણનો અંત આખરે ક્યારે આવશે, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાત કર્યો, પરિવારમાં માતમ,

Ritesh Parmar

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

Ritesh Parmar

સુરત જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી અને 108 તરીકે ઓળખાતા લોકોના સમાજ સેવક જીગ્નેશ મોદી પક્ષ પલ્ટો કરે તેવી શક્યતા?

Ritesh Parmar

Leave a Comment