Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નવરાત્રી / “ગરબે ઘુમો પણ રહો સતર્ક” આટલી બાબતો અનુસરસો તો કોઈ અઘટિત ઘટના નહી બને…. વાંચો અહેવાલ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 7996

જ્યોતિ પટેલ – સિનિયર જર્નાલિસ્ટ

અમદાવાદ….

સતર્કતા ગ્રુપના ચીફ ફાઉન્ડર જ્યોતિ પટેલ દ્વારા ગરબા મહોત્સવ દરમિયાન તમામ નાગરીકોને સતર્ક રહેવા માટે અનુરોધ કરતાં કહે છે કે ગરબા રમતા દરમિયાન ખાસ કરીને યુવાનો-યુવતીઓએ સતર્કતા અને સાવધાની રાખવી ખુબ જરુરી છે.
-ગરબા રમવા માટે ઘરથી દુરના સ્થળે ન જવું જોઈએ.
-સંતાનોને એકલા ગરબા રમવા જે કે જોવા માટે ન મોકલો,તેમની સાથે પરિવારની એક વ્યક્તિએ સાથે જવું જરુરી છે.

ગરબા રમનારના ગ્રુપના તમામ સભ્યનું નામ,સરનામું,તેમા માતાપિતા-વાલીની તમામ વિગતો ઘરે જણાવો.

-રાત્રીના સમયે કોઈ વ્યક્તિ અંધારી કે એકાંત જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરે કે બળજબરી કરે તો જવું નહીં,તે સમયે બુમરાડ મચાવી અન્ય લોકોની મદદ માંગો
-કોઈ મિત્ર,પરિચિત વ્યક્તિ કે કોઈપણ વ્યક્તિ ચા-કોફી-ઠંડાપીણાં કે નાસ્તો આપે તો તેનો સ્વિકાર કરવો નહીં.

-તમારી પાણી-ઠંડા પીણાંની બોટલ કે નાસ્તાનું પેકેટ અન્ય કોઈ વ્યક્તિને સાચવવા ન આપો.જો શીલ(ઢાંકણું) તૂટેલું માલુમ પડે તો બોટલ ફેંકી દો, તેમાં રહેલું પીણું પીવું ન જોઈએ.

-ગરબા દરમિયાન કોઈપણ જાણિતી કે અજાણી વ્યક્તિ તમારા ફોટા પાડે કે વિડિયો શુટ કરે તો તુરત જ તે વ્યક્તિને અટકાવી દો,તેની પાસેના કેમેરા-મોબાઈલ ફોનમાંથી દ્રશ્યો તુરત જ ડીલીટ કરાવી દો અને પોલીસને જાણ કરો

-કોઈપણ પુરુષ કે સ્રી રાત્રીના સમયે એકાંતમં મળવાની ઓફર કરે તો જવું નહીં,હની ટ્રેપનો શિકાર બની જશો
-શહેરથી દુરના સ્થળે પાર્ટી પ્લોટ કે અન્ય સ્થળે યોજાતા ગરબામાં જવું નહીં,એકલા તો ક્યારેય જવું નહીં

-રાત્રે કોઈ વ્યક્તિ સતત તમારો પીછો કરતી હોય તો તુરત જ પોલીસ અને પરિવારજનોને જાણ કરો
-કોઈ વ્યક્તિએ ઓફર કરેલું પાણી,ઠંડાપીણાંકે નાસ્તો ખાધા-પીધા પછી ચક્કર આવે કે તબીયત અચાનક બગડે તો લાકાના ટોળાં વચ્ચે પહોંચી જઈ તુરત જ મેડીકલ સહાય મેળવો.

અંધારી એકાંત જગ્યાએ જવું નહીં,તુરત જ પરિવારજનોને કોલ કરી સ્થળ પર બોલાવી લો,એકલા કે અન્ય વ્યક્તિની સાથે ઘરે જવા ન નીકળો,રસ્તામાં તમારી સાથે કઈંપણ બની શકે છે.

-કોઈ મિત્ર કે કોઈ વ્યક્તિ તમને અન્ય વ્યક્તિ સાથે મિત્રતા કરવા લાલચ આપે,દબાણ કરે,પ્રલોભન આપે,આડકતરી રીતે ધમકી આપે તો તુરત જ પરિવારજનોને જાણ કરો અને ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરો.

-તમારા પ્રત્યે એકતરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ ઈમોશનલ બ્લેકમેઈલીંગ કરે,આત્મહત્યાની કે કોઈપણ પ્રકારની ધમકી આપે તો તુરત જ પોલીસનો સંપર્ક કરો.

-તમારા વિડિયો કે ફોટો મોર્ફ કરી અશ્લિલ ફોટો-વિડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપે તો તુરત જ તે વ્યક્તિ સામે ગુનો નોંધાવો,તે વ્યક્તિ તમને એકાંતમાં મળવા બોલાવે તો જવાની મુર્ખામી ન કરો.

-નવરાત્રી દરમિયાન તમારા પરિચયમાં આવેલી વ્યક્તિ(સ્રી કે પુરુષ )તમને એકલા મળવા બોલાવે તો જવું નહીં,મળવા જવું હોય તો જાહેર સ્થળ પર બોલાવો તે સમયે પરિવારની વ્યક્તિને સાથે રાખો.જો તેનો ઈરાદો ખરાબ જણાય તો તુરત જ પોલીસને જાણ કરો.

-ગરબા ગાઈને મોડી રાત્રે ઘરે પરત ફરતા હો ત્યારે કોઈ અજાણ્યા લોકો તમને પોલીસની ઓળખ આપી તપાસના બહાને પરેશાન કરે કે તમારી પાસે રુપીયા-ઘરેણાં-કિંમતી વસ્તુઓની લુંટ કરવાનો પ્રયાસ કરે તો તુરત જ પોલીસને જાણ કરો.

-ગરબા રમતા હો ત્યારે તમાનું પર્સ,વોલેટ,કિંમતી વસ્તુઓ અને મોબાઈલ ફોન પરિચિત વ્યક્તિને સાચવવા આપો.જેમતેમ મુકી ન દો
-તમારા ફોટા,વિડિયો કે સેલ્ફિના ફુટેજ તમારા પુરતા જ રાખો,સોશિયલ મિડિયા પર અપલોડ કરવવાની મુર્ખામી ન કરો.

-તમારો મોબાઈલ નંબર,ઈમેઈલ એટ્રેસ,આધારકાર્ડની નકલ,ડ્રાઈવિંગ લાયસન્સની નકલ કોઈને ન આપો કે તમારું સરનામું અને પરિવારની અંગત વિગતો કોઈને ન આપો.
-તમારી સાથે પરિચયમાં આવેલી વ્યક્તિ સાથે અત્યંત લાગણીશિલ બનીને તમારી અંગત વિગતો.બનળાઈઓ કે પરિવારની કોઈ વિગતો ન આપો.

-કોઈપણ મિત્ર કોઈપણ પ્રકારના વ્યસન કરવાની ઓફર કરે કે દબાણ કરો તો નશાકારક વસ્તુથી દુર રહો,તે ઓફરને નકારો,ટેસ્ટ કરવાની મુર્ખામી એકવાર કરશો તો નશાના એડીક્ટ બની જશો,તમે દરેક રીતે બરબાદ થઈ જશો.

-રાત્રે અજાણી વ્યક્તિના વાહનમાં લિફ્ટ ન લેવી.જો તમારું વ્હીકલ બગડે તો તુરત જ પોલીસને જાણ કરો અને પરિવારની વ્યક્તિને સ્થળ પર બોલાવો
-ગરબા દરમિયાન સામાન્ય પરિચયમાં આવેલી વ્યક્તિ તમને કોઈ ગીફ્ટ આપો,આર્થિક મદદ કરવાની ઓફર કરે કે સેલીબ્રેશન પાર્ટીની ઓફર કરે તો તેની ઓફરને નકારી દો,તેની ઓફરનો સ્વિકાર કરશો તો ઈમોશનલ બ્લેકમેઈલીંનો શિકાર બની જશો.
-કોઈ વ્યક્તિ તમને કોઈપણ પ્રકારે બ્લેક મેઈલીંગ કરે તો તુરત જ પોલીસને જાણ કરો,ગુનો નોધાવો,ગભરાશો નહીં કે સમાજમાં બદનામ થવાનો ડર રાખશો નહીં.પોલીસ તમારી માહિતી ગુપ્ત રાખશે.

-ગરબા મહોત્સવ પહેલાં,ગરબા મહોત્સવ દરમિયાન અને ગરબા મહોત્સવ બાદ સતર્કતા અને સાવધાની રાખનની ખુબ જરુરી છે.ગુનાહીત માનશિકતા ધરાવતા તત્વોથી સાવધ રહેવું.

-કોઈપણ વ્યક્તિ તમને મેસેજ કરે,કોલ કરે કે સોશિયલ મિડિયા પર માનશિક રીતે તનાવ ઉભો કરવાનો પ્રયાસ કરે તો તુરત જ પોલીસનો સંપર્ક કરો
-જો આનંદના અતિરેકમાં આવી જઈ,કોઈનાથી શ્રણિક પ્રભાવિત થઈને કે ઈમોશનલ બનીને કે કોઈપણ પ્રકારે તમારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો સહેજપણ ગભરાયા વગર કે ડર રાખ્યા વગર તમારી સત્ય હકિકત માતાપિતા,પરિવારજનો,વિશ્વાસુ વ્યક્તિ સમક્ષ રજુ કરો,તુરત જ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોધાવો.તમારી બેદરકારી કે ગભરાટ ભવિષ્યમાં ગંભીર ઘટનાને અંજામ આપી શકે છે.

-કોઈ પરિસ્થિતિ એવી સર્જાય કે તમને અંતે આત્મહત્યા કરવાના વિચારો આવે તો અંતિમ પગલું ન ભરો,માતાપિતા,પરિવારજનો અને પોલીસને ઘટનાની જાણ કરો.

-પ્રેમી સાથે શરિરસુખ માણવાની ભુલ ન કરતા,તમે રેપ-ગેંગરેપ અને બ્લેકમેઈલિગનો શિકાર બની જશો,કોઈએ તમારી અંગતપળોના ફોટા કે વિડિયો શુટ કર્યા હોય અને તમને બ્લેકમેઈલીંગ કરે તો સહેજપણ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરો.

-તમારી સાથે કોઈ અઘટિત ઘટના બને તો તુરત જ સ્થાનિક પોલિસ, ક્રાઈમ બ્રાંચ, ઉચ્ચ પોલીસ અધિકારી કે સાયબર ક્રાઇમ સેલ નો સંકોચ કે ડર રાખ્યા વગર સંપર્ક કરી ગુનો નોંધાવો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નવરાત્રી / “ગરબે ઘુમો પણ રહો સતર્ક” આટલી બાબતો અનુસરસો તો કોઈ અઘટિત ઘટના નહી બને…. વાંચો અહેવાલ

Related posts

સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઉપર તોડ કર્યાનો આક્ષેપ, સૌરાષ્ટ્રના બે યુવાનોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા, 5 લાખનો તોડ?

Phone: 9998685264.

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,
કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

Phone: 9998685264.

અમદાવાદમાં નબીરાએ 19ને કાર હેઠળ કચડ્યા, બે પોલીસ સહિત 9નાં મોત, સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ દોડી આવ્યા, મૃતકોને સરકારે સહાય જાહેર કરી

Phone: 9998685264.

Leave a Comment