Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

Our Visitor

013122
Total Users : 13122
Total views : 15360
Who's Online : 8

સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

માતા- પિતાએ ગુનાની કબુલાત કરી
બાળકી ત્યજવાના ત્રણ કારણો સામે આવ્યા

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈમાંથી ગઈકાલે નવજાત બાળકીને જીવતી દાટી દીધી હોવાનું સામે આવ્યું હતુ. ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાં નવજાત બાળકીને જીવતી દાટી દેવામાં આવી હતી. જેને સહીસલામત બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા આ બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરી દેવાઈ હતી. પોલીસે બાળકીના માતા-પિતાને ભિલોડાના નંદાસણ ગામથી પકડી પાડ્યા છે. ભિલોડા ગામથી તેમની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા બંન્નેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અને દિકરી હોવાથી તેની સારવાર કરવાની ચિંતા સતાવતી હતી. માટે બાળકીને દાટી દેવાનો નિર્ણય કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સાબરકાંઠાનાં એસપી વિશાલ વાઘેલાએ જણાવ્યું હતુ કે પોલીસ બાળકીની તમામ પ્રકારની સંભાળ રાખી રહી છે. બાળકી સાથે આ કૃત્ય કરનાર તેના માતા-પિતાને પકડી પાડ્યા છે.બાળકીને દાટી દેવા માટે બે થી ત્રણ કારણ જવાબદાર હોવાનું જણાવ્યુ હતુ. એક તો અધૂરા માસે જન્મેલી હોવાથી જીવશે કે નહીં તે ચિંતા હતી. બીજુ કે દિકરી હતી માટે આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી કે તેની સારવાર કરી શકાય. આ ત્રણેય કારણો ભેગા થઇને માતા-પિતાએ બાળકીને દાટી દેવાનું નક્કી કર્યુ હતુ.

બાળકીનો જન્મ ઘરે જ થયો હતો. પરંતુ અધૂરા મહિને જન્મ થવાથી માતા-પિતાને સારવારની ચિંતા હતી.આ પહેલા પણ માતાને એક કસુવાવડ થઇ ચૂકી છે. આ વખતે જન્મ થયા પછી ધ્યાને આવ્યુ કે જન્મનાર બાળક દિકરી છે. અધૂરા માસે જન્મેલી દિકરીની સારવાર કઇ રીતે કરીશું એની ચિંતા હતી. માટે માતા-પિતાએ સાથે મળીને બાળકીને દાટી દેવામાં નિર્ણય કર્યો હતો.

બાળકીને દાટી દેનાર દંપતીને ત્રણ વર્ષનો એક દિકરો પણ છે. જેનું નામ જયેશ છે. પોલીસનાં જણાવ્યા અનુસાર છેલ્લા 20થી 25 દિવસથી આ દંપતી ગાંભોઇમાં રહેતુ હતુ. પહેલા માણસામાં રહેતા હતા.હાલમાં નવજાત બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે માતા-પિતા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગાંભોઈમાં હિતેનદ્રસિંહના ખેતરમાં ખેતમજૂર મહિલાને માટીમાં કંઈક દેખાતા તેણે લોકોને બૂમો પાડીને બોલાવ્યા હતા.જમીન હલતી હતી તેવો અહેસાસ થયો હતો. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ લોકો દ્વારા ખોદતા જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકી જીવીત હોવાથી તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

Related posts

તામિલનાડુ / જુઓ મોતનો live વિડીયો, સ્કૂટી ચાલકે રોડ પર બેલેન્સ ગુમાવતા ટ્રકના ટાયરથી માથું કચડાઈ જતા મોત

Ritesh Parmar

દેવભૂમિ દ્વારકા / સસ્પેન્ડ થયા બાદ પણ ના સુધર્યા ASI, જુગારધામ ઝડપાયું, બે મહિલા સહીત સાત જુગારીઓ ઝડપાયા

Ritesh Parmar

વલસાડના ભાગડાવડામાં પોલીસકર્મીઓ ઉપર હુમલા બાદ નવો વળાંક, પદનો દુરુપયોગ કરતા ASI તથા ઇન્ચાર્જ PSO ને સસ્પેન્ડ કરતા DSP

Ritesh Parmar

Leave a Comment