Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બનાસકાંઠા / કાંકરેજના નાના જામપુર ની સીમમાં ઘુસી દીપડાએ બે ખેડૂતોને ગંભીર રીતે ઘાયલ કરતા ફફડાટ,

બનાસકાંઠા / કાંકરેજના નાના જામપુર ની સીમમાં ઘુસી દીપડાએ બે ખેડૂતોને ગંભીર રીતે ઘાયલ કરતા ફફડાટ,

Our Visitor

013163
Total Users : 13163
Total views : 15409
Who's Online : 1

બનાસકાંઠા / કાંકરેજના નાના જામપુર ની સીમમાં ઘુસી દીપડાએ બે ખેડૂતોને ગંભીર રીતે ઘાયલ કરતા ફફડાટ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

કાંકરેજ તાલુકાના બનાસ નદી વિસ્તારમાં આવેલા નાના જામપુર ગામની સીમમાં ગઈકાલે વહેલી સવારે ૮ઃ૩૦ વાગ્યાના સુમારે ઠાકોર વધાજી ભૂપતાજી
પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઇ પશુએ તેમના પર હુમલો કરતાં વધારી બૂમાબૂમ કરતાં તેમનો પુત્ર કિરીટજી લાકડી લઈને દોડતો તેના પિતા વધાજીએ બૂમ પાડી હતી તે તરફ ગયો તો જંગલી પશુએ વધાજીને છોડી કિરીટજી તરફ ઘુરકીયા કરતો દોડી આવી પેટના ભાગે ઈજા કરી હતી.

પિતા પુત્રની બૂમાબૂમ સાંભળી ઘરના તથા આજુબાજુના ખેતરમાં રહેતા લોકો દોડી આવતાં હુમલાખોર જંગલી પ્રાણી ઊભેલા પાકમાં નાશી છૂટયુ હતું. જંગલી પ્રાણી દિપડા કે વાઘ હોવાનું લોકો કહેતા હતા. જંગલી પ્રાણીના હુમલાથી ઘવાયેલા વધાજી ભૂપતાજી ઠાકોર અને કિરીજી વધાજી ઠાકોરને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક થરા રેફરલ હોસ્પિટલ થરા ખાતે લાવવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે વધાજીને હાથના ભાગે તથા કિરીટજીને પેટના ભાગે થયેલ ઈજાઓને સઘન સારવાર કરી રજા આપી હતી.

જંગલી જાનવરના ઓચિંતા હુમલાની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જંગલી પશુને પકડવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ જંગલી જાનવર દિપડો છે કે વાઘ તે અંગે અવનવી અટકળો વચ્ચે નાશી છૂટેલા આ જંગલી જાનવરોની ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનોને સજાગ રહેવા અપીલ કરાઈ છે. હાલ નાના જામપુર ની સીમના ખેતરોમાં આ જંગલી જાનવર છુપાયું હોય તેવું લોકો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે નાનાજામપુર તાણા કાટકોર પટણી ઓઢા ખારીયા સહીતના બનાસ નદી પટ વિસ્તાર ના ખેતવિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે. ફોરેસ્ટ ખાતું સત્વરે આ જંગલી જાનવરને પકડી લોકોને ભય મુકત કરે તેવું લોકો કહેતા હતા.ખેતર વિસ્તારના લોકો ભયના માર્યા ઘરના છાપરા ઉપર હુમલાખોર જંગલી પ્રાણીથી બચવા ચડેલા જાેવા મળ્યા હતા.


બનાસકાંઠા / કાંકરેજના નાના જામપુર ની સીમમાં ઘુસી દીપડાએ બે ખેડૂતોને ગંભીર રીતે ઘાયલ કરતા ફફડાટ,

Related posts

વડોદરા /સિગારેટ પીવાની લતમાં ભાન ભૂલી કિશોરીઓ, પોતાની સહેલીને પણ સમ આપી પીવડાવી સિગારેટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકતા ભાંડો ફૂટ્યો

Ritesh Parmar

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Ritesh Parmar

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment