Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરતમાં ગ્રીષ્માની હત્યાની ઘટનાને લઇને સુરત અને ગુજરાતના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાસીની સજા થાય તેવી માગણી કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આખા સુરત અને દેશમાં દેખાય છે. એ દીકરીનું ગળુ કાપે છે અને ત્યારબાદ નીચે ફેંકે છે. તે કહે છે કે આને કોઈ બચાવવા આવશે તો હું જાનથી મારી નાંખીશ. તે છરી લઇને ઉભો છે. આ દીકરી માતા-પિતાની સામે તરફળીને મરે છે. એ સગા ભાઈને તરફળીને મરે છે.

એ સુરત વાસીઓ જોતા રહ્યા. આજે આ દીકરીની સ્મશાન યાત્રા હતી. એજ સુરતમાં બે બહેનોની હત્યા આજે થાય છે. આજે એક બહેનને અન્ય સાથે સંબંધ હતો. આ બહેન તેના પિયર જાય છે ત્યારે આ ઇસમ તે બહેનના પિયરમાં જાય છે અને બહેનને ઘરની બહાર કાઢે છે. તેના વાળ કાપે છે અને કહે છે કે તું મારી સાથે નહીં આવે તો તારું નાક કાપી નાંખીશ તેવું કહીને બહેનનું નાક કાપી નાંખે છે. હું પૂછું છું હર્ષ સંઘવીને કોંગ્રેસના ડૉક્ટર રઘુ શર્મા, ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષ પૂછે છે સી.આર. પાટીલને અને તેમને ડાબા જમણા ગૃહમંત્રીને કે આ દીકરીઓની આ રીતે કતલે આમ થતી હોય તો બંગળીઓ પહેરવાનું નથી કહેતો કારણ કે તે સૌભાગ્યનું પ્રતિક છે.
તેમને હર્ષ સંઘવીને સંબોધીને કહ્યું કે, તુકારો કરવો પડે છે. તારામાં જરા પણ શરમ હોય તો આ પરિવારની માફી માગી આવ. ગુજરાતની માફી માગ કે આ દીકરીને તરફડતા મેં જોઈ છે. ગુજરાતીઓ હું તમારી માફી માગું છું. અને થોડી શરમ બચી હોય તો ગવર્નરને જઈને રાજીનામું આપ.

તું રાજીનામું નહીં આપે તો અમે તને ગુજરાતમાં શોધવા માટે નીકળીશું. આ વાત પણ આજે કોંગ્રેસ કહેશે અને નીકળશે. શોધીને બોચી પકડીને કહીશું કે, આવી સરકાર ન ચાલે રાજીનામાં આપો. દીકરી તરફળીને મરી જાય છે. એક રેલવેનો અકસ્માત થયા છે અને રેલવે મીનીસ્ટર રાજીનામું આપે છે. આવી દીકરીઓની હત્યા થાય સરેઆમ ગળુ રહેંસી નાખવામાં આવે છતા પણ તેમને કઈ પડી ન હોય તો ગુજરાતની પ્રજાને હક છે અને અમને હક્ક છે રાજીનામા માગવાનો. અમે રોડ પર પણ તેમનો સામનો કરીશું.
જો રાજીનામું ન આપે તો અમે તેને શોધવાનો પ્રયાસ કરીશું અને તેને પકડીને કહીશું કે ગાંડો ન થા ભાઈ. સમાજ નાની ઉંમર છે. માફી માગવાનું શરૂ કર. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમારાથી ન સચવાય તો તે મૂકીદો. જેના કાકાને જે બચાવી ન શકે પરિવારના સભ્યને બચાવી ન શકે તેનું રાજીનામુ માગવાનો અમને હક્ક છે.

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

Related posts

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Ritesh Parmar

દારૂ ભરેલી કાર પોલીસ કર્મચારી ઉપર ચઢાવી હત્યાં કરવાની કોશિશ કરી બે શખ્સો ફરાર, સુરતના હોવાનું ખુલ્યું,

Ritesh Parmar

ભાવનગર / વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ! પોલીસકર્મીએ વકીલને લાફા મારતા વકીલ આલમમાં નારાજગી, 24 કલાકમાં પોલીસને સસ્પેન્ડ નહી કરે તો હડતાલ પર ઉતરશે

Ritesh Parmar

Leave a Comment