Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઉત્રાણમાં પાર્કિંગ બાબતે નજીવી બોલાચાલી બાદ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

સુરતના ઉત્રાણમાં પાર્કિંગ બાબતે નજીવી બોલાચાલી બાદ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

Our Visitor

013169
Total Users : 13169
Total views : 15416
Who's Online : 0

સુરતના ઉત્રાણમાં પાર્કિંગ બાબતે નજીવી બોલાચાલી બાદ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ગતરોજ ઓટો રીક્ષા પાર્ક કરવા બાબતે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પતિ પત્ની સહિત પુત્ર એ ભેગા મળી આધેડને ઢોર માર મારતા તેનો દીકરો તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. તેને પણ આ ત્રણેયને ઢોર માર મારી ઘરમાંથી ચપ્પુ લાવી આધેડને ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ટુંકી સારવાર બાદ આધેડનું મોત નિપજ્યું હતું.બનાવને પગલે ઉત્રાણ પોલીસે યુવકની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્રાણ વિસ્તારમાં દેવીકૃપા સોસાયટીની બાજુમાં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા હિંમતભાઈ જેઠવા ટેક્સટાઇલ માર્કેટમાં જોબવર્કનું કામ કરે છે. તેનો પુત્ર જયસુખ પણ જોબવર્કનું કામ કરી પરિવારનું આર્થિક રીતે મદદ કરે છે. ગતરોજ રાત્રિના સમયે હિંમતભાઈ તથા જયસુખ ઘરે હતા ત્યારે તેના પાડોશમાં રહેતા ધીરુભાઈ કરસનભાઈ ટાંક સાથે રીક્ષા પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખી ધીરુભાઈ તથા તેનો પુત્ર નરેન્દ્ર ઘરમાંથી ગુપ્તી તથા છારા જેવા ઘાતક હથિયારો લઈને આવી ગયા હતા અને હિંમતભાઈ ને છાતીમાં તથા જમણા પડખામાં અને ડાબા પડખામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ સમયે જયસુખ વચ્ચે આવતા તેને પણ માર મારી ઇજા પહોંચાડી હતી.

ત્યારબાદ પણ હિંમતભાઈને ચપ્પુના વધુ ઘા મારતા તે લોહી લુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. જેથી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ હિમતભાઈનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે જાણ થતા ઉત્રાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉતરાણ પોલીસે આ સમગ્ર કેસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સુરતના ઉત્રાણમાં પાર્કિંગ બાબતે નજીવી બોલાચાલી બાદ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

Related posts

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Ritesh Parmar

કાબુલમાં યુક્રેનના વિમાનને હાઈજેક કરાયું, પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અફઘાનિસ્તાન પહોંચ્યું હતું વિમાન,

Ritesh Parmar

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંંહ સહિત 11 આઇપીએસ હૈદરાબાદ ટ્રેનિંગમાં,

Ritesh Parmar

Leave a Comment