Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉત્રાણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર, ટ્રેક્ટર છોડાવા માંગી હતી રૂ.2 લાખની લાંચ

ઉત્રાણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર, ટ્રેક્ટર છોડાવા માંગી હતી રૂ.2 લાખની લાંચ

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

ઉત્રાણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર, ટ્રેક્ટર છોડાવા માંગી હતી રૂ.2 લાખની લાંચ
લાંચિયો પોલીસકર્મી

ઉત્રાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને લાંચ માંગવી ભારે પડી
ટ્રેક્ટર છોડવા માટે બે લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી
એસીબીએ છટકું ગોઠવતા ચકમો આપી ભાગી છૂટ્યો

તાપી નદીમાંથી રેતી ભરેલા ટ્રેકટરને ઝડપી પાડી તેને છોડાવવા માટે બે લાખ રૂપિયા ની લાંચ માંગવું ઉત્રાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ભારે પડ્યું છે.કોન્સ્ટેબલ દ્વારા ટ્રેક્ટર છોડવા માટે બે લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જ્યાં ફરિયાદીએ 1.50 આપવા માટે મજૂર થયા બાદ તેણે આ અંગે એસીબીમાં જાણ કરતાં કોન્સ્ટેબલને રંગે હાથ પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જોકે એસીબીને ચકમો આપી કોન્સ્ટેબલ દોઢ લાખ રૂપિયા લઇ ભાગી છૂટ્યો હતો.

ઉત્રાણમાં તાપી નદીમાંથી રેતી ભરીનેજુદા જુદા બાંધકામ સાઈટ ઉપર પહોંચાડવા નું કામ કરતા એક કોન્ટ્રાક્ટરનો ડ્રાઇવર ગત તા 23 નવેમ્બરના રોજ તાપી નદી માંથી રેતી ભરીને લઈ જતો હતો. તે વખતે ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રઈસ ગુલામ હુસેને તેને પકડીને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા. તે વખતે ડ્રાઇવરે તેના માલિકને જાણ કરી હતી જેના લઈને પોલીસ સ્ટેશન આવેલા ટ્રેકટરના માલિક પાસે રઈસ હુસેને રેતી ભરેલાં ટેક્ટર પકડવા બાબતે ખાણ ખનીજ વિભાગને જાણ નહીં કરવા અને ટ્રેક્ટર છોડી દેવા માટે રૂપિયા બે લાખની લાચ માંગી હતી. જોકે બાદમાં રકઝકના અંતે રૂપિયા દોઢ લાખ આપવાનું નક્કી કરાયું હતું.
લાંચની રકમ આપવા ન માંગતા ફરિયાદીએ આખરે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી.જ્યા કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસૈને ઝડપી પાડવા એસીબીના એક અધિકારીએ છટકું ગોઠવમાં આવ્યું હતું. જો કે કોન્સ્ટેબલ અધિકારીઓને ચકમો આપી રૂ. 1.5 લાખ લઈને ભાગી ગયો હતો.લાંચની રકમ લઈને કોન્સ્ટેબલ ફરાર થઈ જતાં ACBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઉત્રાણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર, ટ્રેક્ટર છોડાવા માંગી હતી રૂ.2 લાખની લાંચ

Related posts

બનાસકાંઠા / કાંકરેજના નાના જામપુર ની સીમમાં ઘુસી દીપડાએ બે ખેડૂતોને ગંભીર રીતે ઘાયલ કરતા ફફડાટ,

Ritesh Parmar

સુરત જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી સામે ગાંધીનગર અગ્રસચિવને ફરીયાદ કરતા નેતા દર્શન નાયક, અધિકારી પોતાની સરકારી ગાડી ઉપર બીનઅધિકૃત રીતે લાલ-વાદળી ફ્લેશર લાઈટનો ઉપયોગ કરે છે, કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત

Ritesh Parmar

કપડા મેચિંગ અને મનડા મેચિંગ સાથે શિવ અને પાર્વતીની ભક્તિ,જુઓ મહિલાઓએ કેવી રીતે કરી ત્રીજની ઉજવણી

Ritesh Parmar

Leave a Comment