Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,
લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ
લંપટ સાધુ પોલીસ ગીરફતમાં

હાલોલ પાસે આવેલા ટીંબી ગામે આશ્રમના સંત પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરિણીતાએ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે સાધુની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના લગ્નને 11 વર્ષ વિતી ગયા બાદ નિસંતાન હોવાથી તેણીએ સાધુ પાસે સમસ્યાનું નિવારણ કરવા પહોંચ્યા હતા.સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ટીંબી ગામે રહેતા ક્રિષ્ન કુમાર શિવ વિશાલ ત્રિવેદી (મુળ રહે- બાંદા જિલ્લા, નરૈની તાલુકાના, સૈમરી ગામ-યુપી) (હાલ રહે- ટીંબી ગામ) ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા હતા.

અહિંયા લોકો તેની પાસે સમસ્યાનું નિવારણ કરાવવા આવતા હતા. ક્રિષ્ન કુમાર ધાર્મિક વિધી અને અનુષ્ઠાન થકી લોકોના દુખ દુર કરતા હોવાનો દાવો કરતો હતો. સમય જતા તેણે ટીંબી ગામે આવેલી ટેકરી પર પોતાનું સ્થાન બનાવી લીધું હતું. જોત જોતામાં અહિંયા તેણે આશ્રમ જેવું માળખું ઉભુ કરી દીધું હતું.

ગજરોત ઘોઘંબા તાલુકાના એક ગામે રહેતું દંપતિ આશ્રમની મુલાકાતે આવતું હતું. દંપતિને લગ્નજીવનના 11 વર્ષ વિતી ગયા બાદ પણ નિસંતાન હોવાથી તેમણે મહારાજ પાસે બાધા કરાવવાનું નક્કી કર્યું હતું. મહિલા તેના પતિ સાથે આશ્રમમાં આવી હતી. આશ્રમના સાધુએ તેમને પૂજાના રૂમમાં બોલાવી હતી. અને તેના પતિને બહાર બેસવા જણાવ્યું હતું. સાધુએ સંતાનપ્રાપ્ર્તિ થઇ જશે તેવો વિશ્વાસ આપીને મહિલાને પોતાના રૂમમાં લઇ તેણી સાથે તેની મરજી વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું.

આ બાદ સાધુએ તેણીને આ અંગે કોઇને કંઇ નહિ જણાવવા કહ્યું હતું. જો તેણીની કોઇને કંઇ કહેશે તો સંતાનપ્રાપ્તિ થશે નહિ. જેથી મહિલા ચુપ રહી હતી. ત્યાર બાદ તેણીએ ઘરે જઇને આ સમગ્ર હકીકત તેની બહેનને જણાવી હતી. બહેને ભોગ બનનાર મહિલાના પતિને આ કરતુત અંગે જાણ કરી હતી. જે બાદ રામટેકરીવાળા સાધુ વિરૂદ્ધ 376 મુજબ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, સંતના પરિવારમાં પત્ની અને બે નાના સંતાનો છે. સંતની બે સાળી અને સાળો પણ સાથે જ રહે છે. એ પૈકી એક સાળી પરિણીત છે. ઘટનાના દિવસે બે સંતાનો પણ અહીં જ હોવાનું મહંત ના પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટનાના દિવસે સંત સવાર ની પૂજામાં હતા, ત્યારે કેટલાક ભક્તો અહીં આવ્યા હતા. તે પૈકી ઘોઘંબા તાલુકાનું આ દંપતી પણ આવ્યું હતું.


હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,<br>લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Related posts

પોલીસ સ્ટેશન કે ગુનેગારોનું શરણાગતિ ધામ? જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાય કોની પાસે માંગવો?કેશોદ ફેમિલી કોર્ટનો ઐતિહાસિક ચાબખો: કાયદાને ઘોળીને પી જનારા ખાખીધારીઓ સામે એફ.આઈ.આર. (FIR) નો આદેશ

Ritesh Parmar

એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદારોના છુપા આશીર્વાદથી વેચાઈ રહ્યો છે મોતનો સામાન ગાંજો?સૂત્રોઠેર ઠેર ધમ ધમી રહી છે દેશી દારૂની હાટડીઓ! ઉચ્ચ અધિકારીઓને છે જાણ તેમ છતાં આંખ આડા કાન

Ritesh Parmar

રાજનીતિ /ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે ને ભાજપના નેતાઓ સત્તા માટે એક બીજાના ટાટિયા ખેંચી રહ્યા છે.કોંગ્રેસ

Ritesh Parmar

Leave a Comment