Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Our Visitor

013159
Total Users : 13159
Total views : 15404
Who's Online : 2

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

સાબરમતીમાં બાબુ દાઢીના અડ્ડા પર દરોડા પડયાં હતાં
12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા
કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢીના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પકડાયેલા પીએસઆઈ સહિત 12 આરોપીઓને શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.કોર્ટે શરતો મૂકી છે કે, નિયત તારીખે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું, કાયમી સરનામું આપવું, કોર્ટની મંજૂરી વગર રાજ્ય છોડવુ નહીં અને પાસપોર્ટ જમા કરાવવો.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર નિર્દોષ છે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવ્યા છે, પોલીસે જે કલમ લગાવી છે તે અમલી બને જ નહીં, ક્યાંય પણ ભાગી જવાના નથી, તપાસમાં સહકાર આપીએ છીએ, કોર્ટ જામીન આપશે તો તમામ શરતોનુ પાલન કરવા તૈયાર છીએ. બીજી તરફ, પોલીસે સોગંદનામું કરીને જવાબ રજૂ કરેલો કે જે લોકોની ધરપકડ કરાયેલી છે, તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ છે. પોલીસની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે, જો કે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિ કરતા મળ્યા છે, રેલવેમાં જુગાર રમાડીને સરકારી મિલકતનો દુરુપયોગ કર્યો છે. જેથી, આરોપીઓની જામીન અરજીને ફગાવી દો. મહત્વનુ છે કે, અમદાવાદ ગ્રામ્ય (જિલ્લા) કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવેલી. જેની સામે, આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલી હતી.


અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Related posts

સુરત આઉટ ઓફ કંટ્રોલ સીટી તરફ વધી રહ્યું છે! ધોળા દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કરાઈ, ઘટના સીસીટીવીમાં કેદ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, જુઓ CCTV

Ritesh Parmar

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Ritesh Parmar

બ્રાન્ડેડ બાટલીમાં ‘મોતનું કેમિકલ’: ભાવનગરમાં રોયલ સ્ટેગના નામે ઝેર પીરસાયું, ૨ના મોત, ૬ લોકોની ની હાલત ગંભીર!ખાસ અહેવાલ:

Ritesh Parmar

Leave a Comment