Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સાયલા દારૂકાંડ મામલો / જો અપહરણ જ કરવું હોત તો ઉપરી અધિકારીને જાણ શા માટે કરે: બચાવ પક્ષના વકીલની દલીલ! સરકારી વકીલે કહ્યું બંને પક્ષની દલીલો સાંભળી લાગે છે કે આરોપીઓએ દારૂનો જથ્થો સગેવગે કર્યો હોઈ શકે? રિમાન્ડ મંજુર ખુલશે અનેક રાજ

Our Visitor

009748
Total Users : 9748
Total views : 11412
Who's Online : 2

સાયલા દારૂકાંડ મામલો / જો અપહરણ જ કરવું હોત તો ઉપરી અધિકારીને જાણ શા માટે કરે: બચાવ પક્ષના વકીલની દલીલ! સરકારી વકીલે કહ્યું બંને પક્ષની દલીલો સાંભળી લાગે છે કે આરોપીઓએ દારૂનો જથ્થો સગેવગે કર્યો હોઈ શકે? રિમાન્ડ મંજુર ખુલશે અનેક રાજ

રાજકોટ

સાયલા તાલુકાના આયા ગામની સીમમાંથી દારૂ ભરેલા કન્ટેનરના ડ્રાઇવરનું અપહરણ કરીને કન્ટેનર રાજકોટ લઇ જનાર ક્રાઇમ બ્રાંચના પોલીસનો વિજિલન્સની ટીમે ભાંડો ફોડી નાખ્યો છે ત્યારે પોલીસના સાણસામાં આવેલા આ ચારેય પોલીસકર્મીને મૂળી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા આરોપીઓને ગાંધીનગરની વિજિલન્સની ટીમને સોંપવામાં આવ્યા હતા.
સાયલામાં દારૂનું કટિંગ થાય તે પહેલા પોતાની હદ મૂકીને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ સાયલા દોડી આવી હતી અને દારૂ ભરેલા કન્ટેનર અને ડ્રાઇવરને લઇને છેક રાજકોટની હદમાં લઇ ગયા હતા. આ દારૂનો જથ્થો પોલીસ બૂટલેગરને વેચી દેવાના હતા કે પોતાની હદમાં દારૂનો કેસ બતાવવાના હતા તે બાબતે અનેક અટકળો ચાલી રહી છે.

વિજિલન્સની ટીમે દારૂના કન્ટેનર સાથે પકડી લીધેલા પોલીસકર્મી દેવાભાઇ જાદવભાઇ ધરજિયા, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિત 10 શખ્સ સામે સાયલા પોલીસમથકે અપહરણ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપીઓને બુધવારે મૂળીની કોર્ટમાં રજૂ કરીને તપાસના કામે 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં આરોપી તરફે વકીલે એવી દલીલો રજૂ કરી હતી કે જો પોલીસને અપહરણ કરવું જ હોત તો પોતાના ઉપરી અધિકારીને જાણ શા માટે કરે ? પોલીસને માહિતી બાતમીદારો પાસેથી જ મળતી હોય છે. માટે તેમને જેલમાં મોકલી આપવા જોઇએ જ્યારે સામે પક્ષે સરકારી વકીલે એવી દલીલો કરી હતી કે, આરોપીઓએ દારૂનો જથ્થો સગેવગે કર્યો હોય તેમ લાગે છે. આથી તેમના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા.

હવે ચકચારી કેસની તપાસ વિજિલન્સના પીઆઇ સુનીલ તરડેને સોંપી દેવામાં આવી છે. સાયલા પોલીસની હદમાંથી દારૂ ભરેલું કન્ટેનર રાજકોટની હદમાં લઇ જવાના ચકચારી બનાવમાં એવી પણ વિગતો ચર્ચામાં આવી રહી છે કે, જે જગ્યાએ દારૂનું કટિંગ કરવાનું હતું તે જગ્યાએ તો કન્ટેનર પહોંચી ગયું હતું. આથી રાજસ્થાનના બૂટલેગરે હાશકારો અનુભવ્યો હોય પરંતુ થોડા સમયમાં જ જીપીએસ લગાવેલું કન્ટેનર રાજકોટ તરફ જતા બૂટલેગરને જાણ થઇ હોય અને તેણે જ વિજિલન્સમાં જાણ કરી હોવાની વિગતો ચર્ચાઇ રહી છે. સાયલાના આયા ગામની સીમમાંથી દારૂ ભરેલું કન્ટેનર રાજકોટની હદમાં લઇ જવાના ચકચારી બનાવમાં નીતનવા ખુલાસા થઇ રહ્યા છે ત્યારે છેક હરિયાણાથી નીકળેલું દારૂનું કન્ટેનર જે જગ્યાએ કટિંગ કરવાનું હતું તે જગ્યાએ તો પહોંચી ગયું હતું. આ કન્ટેનરમાં જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી આથી કન્ટેનર ક્યા છે

તેની સંપૂર્ણ માહિતી માલ મોકલનાર અને સાયલામાં માલ લેનાર બંનેને મળતી હોય તે સ્વાભાવિક છે. આયા ગામની સીમમાં કન્ટેનર પહોંચી ગયા બાદ માલ મોકલનારને ખાતરી થઇ ગઇ હતી કે આપણું કન્ટેનર યોગ્ય જગ્યાએ પહોંચી ગયું છે. પરંતુ તેની થોડા કલાકો બાદ આ જ કન્ટેનર આયાથી નીકળીને સાયલા હાઇવે ઉપર થઇને રાજકોટ તરફ જતું હોવાની જાણ બૂટલેગરને થઇ હોય અને તેના ડ્રાઇવરનો પણ ફોન બંધ આવતો હોય દારૂ ભરેલા કન્ટેનરની ચોરી થઇ હોવાની બૂટલેગરને શંકા ગઇ હોય અને આથી જ તેણે જ વિજિલન્સને જાણ કરી હોય કે દારૂ ભરેલા કન્ટેનરની ચોરી થઇ છે. અને બૂટલેગરે જ વિજિલન્સને કન્ટેનરના લોકેશન આપ્યા હોય જેના આધારે વિજિલન્સની ટીમ કન્ટેનર સુધી પહોંચી હોય તેવી વિગતો હાલ પોલીસબેડામાં ચર્ચાઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચમાંથી 10 સહિત 15 પોલીસ કર્મચારીની બદલી
સાયલા દારૂકાંડમાં ક્રાઇમ બ્રાંચના ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ થતાં રાજકોટ પોલીસબેડામાં સોપો પડી ગયો હતો, પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ ઘટનાને ગંભીરતાથી લઇ ક્રાઇમ બ્રાંચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં ફરજ બજાવતાં અને અગાઉ વિવાદમાં સપડાયેલા કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો હતો. ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં બિપીન રતિદાન ગઢવી, કરણ પ્રવીણ મારૂ, જયેશ પરષોત્તમ નિમાવત, વિક્રમ સતા ગમારા, સંજય વરજાંગ ચાવડા, ચેતનસિંહ વનરાજસિંહ ચુડાસમા, સિદ્ધરાજસિંહ નિરૂભા જાડેજા, પુષ્પરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જશવંતસિંહ અને મહેશ મંડને ક્રાઇમ બ્રાંચમાંથી હટાવી દીધા હતા. આ ઉપરાંત અન્ય પાંચ પોલીસ કર્મચારીઓની પણ તેના પોલીસમથકમાંથી બદલી કરી દેવામાં આવી હતી.

Related posts

સુરત / ઓલપાડ તાલુકાના ગામ સેગવા-વસવારીમાં ગ્રામજનોની દયનિય સ્થિતિ! ગામમાં નથી સ્ટ્રીટ લાઈટો કે પાણી આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ, ગ્રામજનોને તાત્કાલિક તમામ સુવિધા મળે તે માટે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન, સમસ્યાઓનું નિરાકરણ જલ્દ ના કરાય તો થશે દેખાવો: દર્શન નાયક

Ritesh Parmar

વટવા જીઆઈડીસી પોલીસની જબરદસ્ત કામગીરી! ખૂનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચ્યા

Ritesh Parmar

સુરત / અશ્લીલ મેસેજ કરનાર કડોદરાના PSI ને સસ્પેન્ડ કરાયા! મહિલા સહકર્મીને મોડી રાત્રે અશોભનીય મેસેજ કરતા કરાઈ કાર્યવાહી, પોલીસ બેડામાં મચ્યો ખળબળાટ

Ritesh Parmar

Leave a Comment