Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વટવા જીઆઈડીસી પોલીસની જબરદસ્ત કામગીરી! ખૂનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચ્યા

વટવા જીઆઈડીસી પોલીસની જબરદસ્ત કામગીરી! ખૂનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચ્યા

Our Visitor

009732
Total Users : 9732
Total views : 11392
Who's Online : 0

વટવા જીઆઈડીસી પોલીસની જબરદસ્ત કામગીરી! ખૂનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચ્યા

અહેવાલ – રીતેશ પરમાર

કહેવાય છે કે, ગુનેગાર ગુનો કરીને ભૂલી જતો હોય છે. પરંતુ કાયદો તેને ક્યારેય છોડતો નથી. આ વાત ચરિતાર્થ થતી હોય તેમ 4 વર્ષ અગાઉ અમદાવાદ શહેરના વટવા જીઆડીસી વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતમાં હત્યાંના કેસમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી વટવા જીઆઈડીસી પોલીસે ખુબજ પ્રસંશનીય કામગીરી કરી છે. જેમાં પોલીસે ઉત્તર પ્રદેશની ગુમનામ અને ગેંગસ્ટરોની ગલીઓમાં પોતાની જાનની પરવાહ કર્યા વગર બે આરોપીઓની ધરપકડ કરી છે. વટવા જીઆઈડીસી પોલીસે ખૂનના ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોતાની ઓળખ છુપાવી વેશપલટો કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.

આરોપીઓ કોર્ટમાં શરતી જામીન મેળવી હતા ફરાર

ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના જીઆઇડીસી વટવા રામોલ બ્રીજની નીચે ગણેશ કોર્પોરેશન ફેકટરીની અંદર ઓરડીમાં રહેતા રવિકુમાર લલઉ કોલ ઉવ. 23 મૂળ રહે. બરગઢ ગામ તા. મઉ જી. ચિત્રકૂટ ઉત્તરપ્રદેશને સને 2020 ની સાલમાં તા. 03.04.2020 નાં રોજ પૈસાની લેતી દેતી બાબતે તેના જ બે ભાઈ અને તેની સાથે કામ કરતા, આરોપીઓ (1)અવધેશ લલઉ કોલ અને (2)કવિ લલઉ કોલ દ્વારા માથાના ભાગે પાઇપના ફટકા તથા ગળદા પાટું નો માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસે ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી પોલીસે આરોપીઓ સામે ખૂનની કલમ નો ઉમેરો કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન આરોપીઓ (1)અવધેશ લલઉ કોલ અને (2)કવિ લલઉ કોલ મૂળ રહે. બરગઢ ગામ તા. મઉ જી. ચિત્રકૂટ ઉત્તરપ્રદેશ, જે તે વખતે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ *જામીન ઉપર છૂટ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી કોર્ટ મુદતે હાજર થયેલ નહિ અને નામદાર કોર્ટમાંથી વોરંટ નીકળેલ હોવા છતાં મળી આવતા ના હતા. જ્યારે જ્યારે પોલીસ તપાસમાં જાય ત્યારે મળી આવતા ના હતા અને પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા.

ઝોન 6 ડીસીપી રવિ મોહન સૈનીનું કડક વલણ

તાજેતરમાં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 06 શ્રી રવિ મોહન સૈની દ્વારા રાખવામાં આવેલ નોન બેલેબલ વોરંટની બજવણી કરવા અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલ અને ઘણા સમયથી નહિ મળતાં વોન્ટેડ આરોપીઓ ને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 35 જેટલા ગંભીર ગુનાના આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસની કડક કાર્યવાહી જોઈ અમુક આરોપીઓ તો સામેથી કોર્ટ અને જેલમાં હાજર થઈ ગયા હતા. વટવા જીઆઇડીમાં બનેલ હત્યાંના ગુનામાં ઘણા વર્ષોથી ફરાર આરોપીઓને કોઈપણ સંજોગોમાં ઝડપી પાડવા ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પોલીસને જરૂરી સૂચના અને આદેશ આપ્યા હતા. જયારે બીજીતરફ નામદાર કોર્ટ દ્વારા કાઢવામાં આવેલ નોન બેલેબલ વોરંટમાં કોર્ટમાં હાજર નહિ થતાં આરોપીઓને પકડી પાડવાની ખાસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે એવું ઝોન 06 ના ડીસીપી એ જણાવ્યું હતું.

અમદાવાદ શહેર “જે” ડિવિઝન ACP પ્રદીપસિંહ જી જાડેજાના સચોટ માર્ગદર્શનથી મળી સફળતા

_અમદાવાદ શહેરના “જે “ડિવિઝનના ACP શ્રી પ્રદીપસિંહ જી જાડેજાએ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા બાબતે વટવા જીઆઇડીસી પોલીસ ટીમને જરૂરી સૂચના અને સચોટ માર્ગદર્શન તેમજ જરૂરી માહિતી આપી હતી. ત્યારબાદ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. ડી. નકુમ પીએસઆઇ જે.જી જાડેજા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ખૂનના ગુન્હામાં વોન્ટેડ આરોપીઓ બાબતે ગુપ્ત માહિતી મેળવી હતી. અને ત્યારબાદ આરોપીના વતન ઉત્તરપ્રદેશ રાજ્યમાં ચિત્રકૂટ જિલ્લાના અંતરિયાળ ગામડામાં જઈ, માહિતીના આધારે વેશ પલટો કરીને સતત બે દિવસ રાત દિવસ વોચ કરવામાં આવેલ અને જ્યારે પાકી ખાત્રી થઈ, ત્યારબાદ બંને આરોપીઓ ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરવા જતા હતા ત્યાં વહેલી સવારે ચાર વાગ્યે સ્થાનિક પોલીસની મદદ મેળવી, છાપો મારી ધરપકડ કરી હતી. પોલીસે હાલ આ બંને આરોપીઓને અમદાવાદ ખાતે લાવી, નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલ છે.


વટવા જીઆઈડીસી પોલીસની જબરદસ્ત કામગીરી! ખૂનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચ્યા

Related posts

અમદાવાદમાં દાનવ પતિએ પત્નીનું માથું કાપી આખા ઘરને આગ લગાવી લીધી- જાણો ધ્રુજાવી દેતું કારણ

Ritesh Parmar

આસ્થા, આંકડા કે અંધશ્રદ્ધા? બનાસકાંઠામાં ‘સાંજે 4 વાગ્યા’ના ડેડલાઇન વાળા ભુવાજીની વરસાદી દાવાની વાઇરલ ઇફેક્ટ

Ritesh Parmar

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનું ઢીમ ઢાળી દીધું! સરાજાહેર બજારની વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યાં નીપજાવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી

Ritesh Parmar

Leave a Comment