Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હજીરા ની ઔધોગિક કંપની નો સ્લેગ નો કાળો કારોબાર ચર્ચાઓ ના આવરણમા!
સ્લેગનાં ખડકી દેવામાં આવતા ઢગ ને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી:દર્શનભાઈ નાયક
સહકારી અને ખેડૂત આગેવાન,મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

હજીરા ની ઔધોગિક કંપની નો સ્લેગ નો કાળો કારોબાર ચર્ચાઓ ના આવરણમા!સ્લેગનાં ખડકી દેવામાં આવતા ઢગ ને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી:દર્શનભાઈ નાયકસહકારી અને ખેડૂત આગેવાન,મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

Our Visitor

013174
Total Users : 13174
Total views : 15424
Who's Online : 0

હજીરા ની ઔધોગિક કંપની નો સ્લેગ નો કાળો કારોબાર ચર્ચાઓ ના આવરણમા!સ્લેગનાં ખડકી દેવામાં આવતા ઢગ ને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી:દર્શનભાઈ નાયકસહકારી અને ખેડૂત આગેવાન,મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ
દર્શનભાઈ નાયક મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

ટીબી. કેન્સર જેવા ગંભીર રોગ ના લોકો શિકાર બનતા હોવાની ઉઠી રહી છે ફરિયાદો.

સ્લેગના થઈ રહેલા વેપાર બાબતે આયકર અને જીએસટી વિભાગના અધિકારીઓ તપાસ કેમ નથી કરતા??

સરકારી તિજોરીને કરોડો નો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે.

હજીરા વિસ્તારની મલ્ટિનેશનલ કંપનીઓ માંથી નીકળતો કચરો (સ્લેગ) નું હઝીરા કાંઠા વિસ્તારના કેટલાક રાજકીય સાંઠગાંઠ ધરાવતા ટ્રાન્સપોર્ટરોને લાખો ટન સ્લેગ નું વેચાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારના રાજગરી,જુનાગામ અને ભટલાઈ જેવા ગામો માં ખરીદ કરનારા ટ્રાન્સપોર્ટરો દ્વારા સ્લેગ ના કરવામાં આવતા મસમોટા ઢગ ને લઈને સ્થાનિક વિસ્તારમાં પર્યાવરણને નુકસાન તો જઈ રહ્યું છે પરંતુ સ્થાનિક લોકોના આરોગ્યને ભારે અસર પહોંચી રહી છે અને આ વિસ્તારના લોકો ટીબી અને કેન્સર જેવા ગંભીર રોગો ના ભોગ બનતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે આવકવેરા અને જીએસટી ની આંખમાં ધૂળ નાંખી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. કરોડોની ગેરકાયદે કમાણી કરતા સ્લેગ માફિયાઓની જીએસટી તથા આયકર વિભાગ દ્વારા તપાસ કેમ કરવામાં આવતી નથી ??
સરકારી તિજોરીને થતું નુકસાન અને પર્યાવરણને થતી ગંભીર અસરો અટકાવવી હોય તો તંત્રએ સંકલન સાધી ને કાર્યવાહી કરવી જરૂરી છે.

આ અંગે હજીરા કાંઠા વિસ્તારમાં મહાકાય કંપનીઓની સ્થાપના કરવામાં આવી પરંતુ સ્થાનિકોની આશા અને અપેક્ષાઓ ધૂધળી પુરવાર થઇ છે લોકોને રોજગારી મળવાની વાત તો હવે ભૂતકાળ બની ગઇ છે. અને છોગામાં સ્થાનિકોને મહાકાઇ કંપનીઓના કારણે થતા પ્રદૂષણ ની આડ અસરથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તથા ખેતીના પાક ને વ્યાપક અસરો થઈ રહી છે,સાથે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. સ્થાનિક વિસ્તારના લોકો પર્યાવરણની ગંભીર અસરો ને લઈને ટીબી અને કેન્સર જેવા રોગોના ભોગ બની રહ્યા છે ત્યારે ગંભીર બાબત એ છે કે હજીરા વિસ્તારમાં સ્લેગ નું પરિવહન કરોડરજ્જુ સમાન માનતા કેટલાક સ્થાપિત રાજકારણીઓએ અહીં ફૂંકાયેલા વિકાસના વાયરા ઉપરાંત અન્ય ઉદ્યોગ ધંધાનો વિકાસ થતાં ટ્રાન્સપોર્ટ પરિવહન ઝડપથી વધ્યું છે તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપ માં કરોડોમાં આળોટતા માથાભારે રાજકીય વગદાર એવા વ્હાઇટ કોલર માફિયાઓના ગળામાં ઘંટ બાંધવા કોણ જાય..! એ વિચાર માત્રથી આ વિસ્તારના નાગરિકો અને તંત્રના અધિકારીઓ પણ ઢીલા પડી જાય છે અને આવી બાબતોનું અંતે સમાધાન કરી લેતા હોય છે સૂત્રોના જણાવ્યા મુજબ હજીરા વિસ્તારની મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા સ્લેગ નુ વેચાણ કરવામાં આવે છે જોકે સ્થાનિક વિસ્તારના કેટલાક રાજકીય સાંઠગાંઠ ધરાવતા શખ્સો દ્વારા સ્લેગ નું વેચાણથી ખરીદી કર્યા બાદ ઉપરોક્ત સ્લેગ ના લાખો ટન કચરાનાં ઢગ ખડકી દેવામાં આવ્યા છે જેના લઈને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે છતાં મામલતદાર.કે પછી સ્થાનિક તંત્ર ના આરોગ્ય વિભાગ. દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જાણકાર સૂત્રો મુજબ અંદાજીત ૩૦ લાખ ટન સ્લેગ વેચવામાં આવ્યો હોવાનું કહેવાય છે જે અંદાજિત ૨૫૦ કરોડનો હોવાનું માનવામાં આવે છે.ખરીદદારો દ્વારા અહીં જીએસટી અને આવકવેરા વિભાગ તેમજ ખાણ ખનીજ વિભાગ ની આંખમાં ધૂળ નાંખી ગેરકાયદેસર સ્લેગ ના વેચાણની હેરાફેરી ની બદી પાછલા લાંબા સમયથી વકરેલી છે. આ વિસ્તારમાં સ્લેગ ઉઠાવતા શખ્શો રાજકીય સાંઠગાંઠ માં સ્લેગ નું વેચાણ બેખોબી થી લાંબા સમયથી ધમધમી રહ્યું છે પરંતુ ખુલ્લા વેચાણને અંજામ આપતા લોકો સામે ક્યારે પણ સમ ખાવા પૂરતી કાર્યવાહી થવા પામી નથી કારણકે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં આ વિસ્તારની કંપનીઓ ના અધિકારીઓ સાથે રાજકીય માધાંતા સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આયકર વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો સરકારી તિજોરીને કરવામાં આવી રહેલા કરોડોનો ચૂનો અટકાવી શકાય તેવો સૂર વ્યક્ત કરાઈ રહ્યો છે આ ઉપરાંત આ વિસ્તારમાં લોકોના આરોગ્યને થઈ રહેલા નુકસાનના ખતરા સામે આરોગ્ય વિભાગ ક્યારે જાગશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.


હજીરા ની ઔધોગિક કંપની નો સ્લેગ નો કાળો કારોબાર ચર્ચાઓ ના આવરણમા!<br>સ્લેગનાં ખડકી દેવામાં આવતા ઢગ ને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી:દર્શનભાઈ નાયક<br>સહકારી અને ખેડૂત આગેવાન,મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

Related posts

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

Ritesh Parmar

પાટડીના મોટી મજેઠી નજીક ટેન્કરમાં છુપાવેલો 17.93 લાખનો દારૂ બીયર ઝડપાયો, બજાણા પોલીસે 3564 બોટલ દારૂ 592 ટીન બીયર સાથે ટ્રક ચાલકની કરી ધરપકડ

Ritesh Parmar

અનોખું / પારિવારિક એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ મેચ રમાઈ, અમદાવાદ ખાતે લખમણ ખાનદાન થી જાણીતા પરિવારે કરાઈ ખાતેના ગ્રાઉન્ડ ઉપર ફેમિલી મેચ રમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું

Ritesh Parmar

Leave a Comment