Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / તાંત્રિક વિધિના બહાને એક પરિણીતા અને તેની 14 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ! ધમકીઓ આપી ગુજારતો હતો દુષ્કર્મ! હવસખોર તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 1814

ફાઈલ તસ્વીર

પતિ ની બિમારીને દુર કરી આપવા મુસ્લિમ તાંત્રિકે વિધિના બહાને પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.પરીણિતાને ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો, આ દરમિયાન હવસખોર તાંત્રિકે પરીણિતાની 14 વર્ષની દીકરી સાથે પણ ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો.સનસનીખેજ ચોંકાવનારી કરતુતોનો પર્દાફાશ થતાં જ પોલીસે તાંત્રિક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.જે કેસમાં સુરતની કોર્ટે મુસ્લિમ તાંત્રિકને આજીવન કેદની સજા ઉપરાંત બંને પિડિતાને ચાર ચાર લાખ રુપીયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

સુરતના અઠવા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં માતાપુત્રી પર વારંવાર દુષ્કર્મની ઘટનાનો પર્દાફાશ થયો હતો.અઠવા પોલીસ સ્ટેશનમાં ખાજાદાનની દરગાહ સામે દુકાન ધરાવતા અને તાંત્રિક વિધિ કરતા અકમલ અખ્તરબાબા શેખ નામના બોગસ તાંત્રિક વિરુધ્ધ તા.14 ફેબ્રુઆરી 2017 ના રોજ ગુનો નોંધાયો હતો.પોલીસે તુરત જ અકમલ અખ્તરની ધરપકડ કરી તપાસ હાથ ધરતાં ચોંકાવનારી કરતુતોનો પર્દાફાશ થયો હતો.

પરણિતા કઈ રીતે તાંત્રિકના સકંજામાં ફસાઈ ?

સુરતમાં રહેતી 35 વર્ષની પરિણીતાના પતિને માથાનો સખ્ત દુખાવો રહેતો હતો.દવા કરવા છતાં સારું થતું ન હતું.આ દરમિયાન કોઈ વ્યક્તિએ સલાહ આપી કે તાંત્રિક અકમલ પાસે જાઓ, તે વિધિ કરીને દર્દમુક્ત કરી દેશે.પતિના દુઃખને દુર કરવા માટે પરીણિતા તાંત્રિક અકમલ પાસે ગઈ હતી.પુજાપાઠ અને ધાર્મિક સામગ્રીનો વેપાર કરતા અકમલની દુકાન નીચે ભોંયરું હતું.તાંત્રિક વિધિના બહાને પરીણિતાને અકમલ ભોંયરામાં લઈ ગયો હતો.

ચુપ રહેજે નહીં તો તારો પતિ મરી જશે

તાંત્રિક વિધિના બહાને પરીણિતાને ભોંયરામાં લઈ જઈ તાંત્રિક અકમલે રુમમાં જુદાજુદા પ્રકારના ધુપ કર્યા,ન સમજાય તેવા ઉર્દુ ભાાષામાં મંત્રો બોલવા લાગ્યો.આ દરમિયાન પરીણિતા પર દુષ્કર્મ ગુજાર્યું.પરીણિતાને ધમકી આપી કે ચુપ રહેજે નહીં તો તારો પતિ મરી જશે.ધમકીઓથી પરીણિતા ડરી ગઈ હતી.ડરી ગયેલી પરીણિતાને વારંવાર ભોંયરામાં બોલાવી દુષ્કર્મ આચરતો હતો.ડરી ગયેલી પરીણિતા ચુપચાપ તેેને વશ થતી હતી.

14 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ

પરીણિતાની 14 વર્ષની પુત્રીને પણ તાંત્રિક અકમલે ફસાવી હતી.તેને વારંવાર તાંત્રિક વિધિના બહાને બોલાવતો હતો.પરીણિતાની પુત્રીને ભોંયરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.જોકે તેને પણ તાંત્રિકે ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તારા પરિવારને મારી નાખીશ.ડરી ગયેલી સગીરા હવસખોરના સકંજામાં આવી ગઈ હતી.

અને…હવસખોર તાંત્રિકના કરુતતો બહાર આવ્યા

વેલેન્ટાઈન ડે ના દિવસે અઠવા વિસ્તારની એક સ્કુલમાં માત્રુ-પિત્રુ વંદનાનો કાર્યક્રમ સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા યોજાયો હતો.આ કાર્યક્રમમાં 14 વર્ષની વિદ્યાર્થીની ગુમસુમ બેઠી હતી,તેના ચહેરા પર ખોફનાક ડર હતો અને ગભરાયેલી હતી.આથી સોમનાથ મરાઠે અને મહિલા શિક્ષિકાને શંકા -કુશંકાઓ જન્મી હતી.બંનેએ ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીનીને હતાશ-નિરાશ-ખોફનાક ડરનું કારણ પુછતાં તે ચોંધાર આસુંએ રડી પડી હતી.જેથી માસુમ દીકરી સાથે કઈ અજુગતું થયું હોય તેવું જણાઈ આવતા તેઓ તુરત જ તેને ઉધના પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર સી આર જાદવ પાસે લઈ જવામાં આવી.

પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવે એક પિતા તરીકે માસુમ દીકરીનો વિશ્વાસ જીતીને કાઉન્સલિંગ કર્યું

પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ

પોલીસ ઈન્સ્પેક્ટર સી આર જાદવે 14 વર્ષની સગીરાના ચહેરા પરના ખોફનાક ડરના ચિન્હો નિહાળ્યા.ઈન્સ્પેક્ટર .સી આર.જાદવે ઘટનાની ગંભીરતા દાખવીને સગીરાને કહ્યું કે તું મારી દિકરી છે,સગીરાને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતાં જ સગીરા ચોંધાર આંસુંએ રડી પડી,તેણે દર્દનાક કરુણ કથની વ્યક્ત કરી.તાંત્રિક અકમલ દ્વારા મળતી ધમકીઓ અને વારંવાર દુષ્કર્મની સનસનીખેજ ઘટના કહી.ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોલીસ ટીમને તાંત્રિકની દુકાને મોકલી હતી.અને તેની થોડી જ ક્ષણોમાં પોલીસ અકમલને લઈ પોલીસ સ્ટેશન આવી.આ દરમિયાન સગીરાની માતાને પણ પોલીસ સ્ટેશન બોલાવી લેવાઈ.તેણે પણ તાંત્રિકના ચોંકાવનારા કરતુતો કહ્યા.તે ક્ષણે જ અકમલ સામે ગુનો નોંધી વિધિવત રીતે ધરપકડ કરી તપાસ હાથ ધરી.

ઉધનાના કોર્પોરેટર સોમનાથ મરાઠે

ઉધનાના કોર્પોરેટર સોમનાથ મરાઠેએ સગીરાને લીધી દત્તક

માતાપુત્રી પર વારંવાર દુષ્કર્મની સનસનીખેજ ઘટનાનો પર્દાફાશ કરવાની ઘટનામાં માતા પુત્રીને ન્યાય અપાવવા માટે સૌથી મહત્વની ભૂમિકા સોમનાથ મરાઠેએ નિભાવી હતી. ત્યારબાદ સોમનાથ મરાઠેએ પિડિત સગીરાને દત્તક લેવાનો નિર્ણય લીધો.ધોરણ 9 માં અભ્યાસ કરતી સગીરાનો જીવનનિર્વાહનો તમામ ખર્ચ સોમનાથ મરાઠે ઉઠાવે છે.સગીરા હાલ અમદાવાદમાં નર્શિંગનો અભ્યાસ કરી રહી છે.તેનો સંપુર્ણ ખર્ચ સોમનાથ મરાઠે ઉપાડી રહ્યા છે.

સોમનાથ મરાઠેને મળી રહી છે ધમકીઓ

હવસખોર તાંત્રિક અકમલ શેખના ચોંકાવનારા અને સનસનીખેજ કારનામાનો પર્દાફાશ કરનાર ઉધનાના કોર્પોરેટર સોમનાથ મરાઠેને ચોક્કસ સંગઠનો દ્વારા ધમકીઓ પણ મળી રહી છે.કેટલાક મુસ્લિમ તત્વો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે કે અમે તને છોડીશું નહીં.છતાં પણ સોમનાથ મરાઠે ગભરાયા વગર પિડિતા માટે કાર્ય કરી રહ્યા છે. જયારે તાંત્રિકે કરેલા દુષ્કર્મની જાણ સોમનાથ મરાઠેને થઈ ત્યારબાદ નિર્દોષ માતા અને તેની માસુમ દીકરીને ન્યાય અપાવવા તેઓ વિસ્તારના નાગરીકો સાથે મોટી સંખ્યામાં એક મહારેલી કાઢીને હવસખોર તાંત્રિક સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે સુરત શહેરના પોલીસ કમિશ્નર કચેરીએ ન્યાયની માંગણી કરી હતી.

હવસખોર તાંત્રિકને કોર્ટે ફટકારી સજા

હવસખોર તાંત્રિક અકમલ સામે નો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવાઓના આધારે આરોપી અકમલને આજીવન કેદની સજા તથા પિડિત માતા-પુત્રીને ચાર ચાર લાખના વળતરનો હુકમ કર્યો હતો.આ કેસ અંગે ઈન્સ્પે.સી આર જાદવ કહે છે કે પિડિત દિકરી જ્યારે મારી પાસે આવી ત્યારે ખુબ ગભરાયેલી હતી.તેનું કાઉન્સેલીંગ કર્યું,આ દરમિયાન તેણે અકમલના સનસનીખેજ અને દર્દનાક-કરુણ કરતુતો વ્યક્ત કર્યા.ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસ ટીમ મોકલી અકમલની અટકાયત કરી.તેની સામે ગુનો દાખલ કર્યો.કોર્ટે પુરાવાઓના આધારે અકમલને દોષિત ઠેરવી દંડ અને સજા ફટકારવાનો હુકમ કર્યો. 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / તાંત્રિક વિધિના બહાને એક પરિણીતા અને તેની 14 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ! ધમકીઓ આપી ગુજારતો હતો દુષ્કર્મ! હવસખોર તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ

Related posts

રથયાત્રાનું મેગા રીહર્સલ: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરી પણ જોડાયા

Phone: 9998685264.

રૂા. 45.72 લાખનો દારૂ ભરી રાજકોટ આવતો ટ્રક મીતાણા નજીકથી ઝડપાયો, એકની ધરપકડ, દારૂ મંગાવનાર, મોકલનાર સહિત પાંચ સામે ફરિયાદ

Phone: 9998685264.

વિસાવદરમાં GRD જવાને ચાલુ ફરજે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું, “પરીક્ષા આપવા જાઉં છું અને પરીક્ષા રદ્દ થઇ જાય છે.” જુઓ બીજું શું કહ્યું ?

Phone: 9998685264.

Leave a Comment