Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહેસાણા/ અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમ યોજાયો: લાંઘણજ તાલુકા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી

મહેસાણા/ અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમ યોજાયો: લાંઘણજ તાલુકા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

મહેસાણા/ અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમ યોજાયો: લાંઘણજ તાલુકા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી

મહેસાણા જીલ્લાના ઐતિહાસિક અને વર્લ્ડ હેરીટજ ગણાતા લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે લાંઘણજ ગામ અને લાંઘણજ ગામની આસપાના 33 કરતાં પણ વધારે ગામના નાગરીક દ્વારા કટિબધ્ધતા અને વચનબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી..સ્વયંભુ પ્રગટ શ્રી પિંપળેશ્વર દાદાના પ્રાગટ્યસ્થાન અને તિર્થસ્થાન ખાતે અમે તૈયાર છીએ,વધામણાં કરવાનો ભવ્ય કાર્યક્રમ રવિવારે તા.15 મે 2022ના રોજ યોજવામાં આવ્યો હતો.
લાંઘણજ ગામના સમસ્ત ગામજનો દ્વારા આયોજીત અમે તૈયાર છીએ,વધામણાં કરવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.લાખો શ્રધ્ધાળુઓના આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બનેલા શ્રી પિંપળેશ્વર દાદાની ક્રુપાથી લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો પ્રાપ્ત થાય તેવી તકો ઉજળી બની છે.ત્યારે શ્રી પિંપળેશ્વર દાદાના સાનિધ્યમાં 33 ગામોના સરપંચો અને પદાધીકારીઓ દ્વારા લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો મળે તે માટે વચનબધ્ધતા તથા કટિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આયોજીત ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત 33 કરતાં વધારે ગામોના ચુંટાયેલા સરપંચ,ઉપસરપંચ,પદાધીકારીઓ,સહકારી સંસ્થાઓના અગ્રણીઓ,સમાજના શુભચિંતકો-શુભેચ્છકો સહિતના મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા હતા.33 કરતાં પણ વધારે ગામોના સરપંચો દ્વારા લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો મળે તે માટે સંમતિ દર્શાવતા અને તે માટે કટિબધ્ધતા વ્યક્ત કરતા પ્લે કાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઐતિહાસિક લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો લાંઘણજ ગામની આસપાસના 33 કરતાં પણ વધારે ગામોને સુવિધાયુક્ત બનાવી શકાય,કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ લોકહિતની યોજનાઓના અમલીકરણમાં સરળતા રહે અને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભો મહત્તમ અને અસરકારક રીતે પહોંચી શકે.લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો આરોગ્યલક્ષી,શૈક્ષણિક મહત્તમ લાભો 33 કરતાં પણ વધારે ગામોના લોકોને સરળતાથી મળી શકે.લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો મળે તો પોલીસ મથક,કોર્ટ કચેરી અને સરકારના વિવિધ વિભાગોની કચેરીઓ કાર્યરત થાય તો અત્યારે લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવી શકે.


<em>મહેસાણા/ અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમ યોજાયો: લાંઘણજ તાલુકા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી</em>

Related posts

ગુજરાતમાં શીતલહેર થી લોકો ઠુંઠવાયા, નલિયા સૌથી ઠંડુ 2 ડિગ્રી, અમદાવાદ, જામનગર,ડીસામાં પણ ઠંડા પવનથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત, મોટા ભાગના શહેરોમાં બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી

Ritesh Parmar

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Ritesh Parmar

આજે રાત સુધીમાં ADG, IG, DIG ની બદલીઓનો આદેશ આવી શકે છે! રાજકોટના નવા પોલીસ કમિશ્નર પણ જાહેર થશે!

Ritesh Parmar

Leave a Comment