Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એલર્ટ/ અમદાવાદ જિલ્લામાં ખૂંખાર પ્રાણીઓની એન્ટ્રી, સરખેજમાં દીપડા બાદ હવે સિંહ લટાર મારતો દેખાયો, એક વ્યક્તિ પર કર્યો હુમલો સદનસીબે સામાન્ય ઈજા

Our Visitor

562923
Total Users : 562923
Total views : 564641

રીતેશ પરમાર

ત્યારબાદ હવે ગીરમાંથી આવેલા એક સિંહનું લોકેશન અમદાવાદ સિટી નજીક જિલ્લામાં મળી આવ્યું છે. જો કે સમગ્ર સ્થિતિ પર વન વિભાગના અધિકારીની ચાંપતી નજર છે. આ સિંહના પગમાં જીપીએસ રેડિયો કોલર છે. જેના દ્વારા સિહનું લોકેશન મળી રહ્યું છે. હવે અમદાવાદથી માત્ર 140 કિલોમીટર દુર સિંહ નજરે પડ્યો છે.

ત્યારે ભાવનગરના છેવાડે આવેલા જસવંતપૂરા અને ગુંદાળા ગામના જંગલ વિસ્તારમાં સિંહે હૂમલો કર્યો હતો. જસવંતપુરાના એક વ્યક્તિએ નજીકથી જોવાનો પ્રયાસ કરતા સિંહે હુમલો કર્યો હતો. જસવંતપુરા ગામના ખોડુભાઈ ચુડાસમા પર સિંહે હુમલો કર્યો હતો. તેમને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં બાળિયારીના જંગલ વિસ્તારમાં સિંહનું લોકેશન મળ્યું છે. આ સંદર્ભમાં ભાવનગર વન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના વન વિભાગને લોકેશનની માહિતી આપવા ઉપરાંત એલર્ટ સંદેશો પણ આપી દેવાયો હતો. આ સિંહના પગમાં જીપીએસ રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. જેની મદદ વડે સિંહનું લાઈવ લોકેશન મળી રહ્યું છે. વન વિભાગ દ્વારા બાળિયારી જંગલ વિસ્તારની આજુબાજુમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે. એટલે કે સિંહની નજીક નહીં ઉપરાંત તેને જરાં પણ નહીં છંછેડવા સૂચના અપાઈ છે. જો કે આ વિસ્તાર અમદાવાદ સિટીથી 140 કિ.મી. દૂર છે.

આ સિંહ આમ તો ભાવનગરના કાળિયાર નેશનલ પાર્કથી 5 કિ.મી. દૂર જોવા મળ્યો હતો. તે હવે તેની આજુબાજુમાં વસી ગયો હોવાનું લાગે છે. વન વિભાગના અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠા છે. જો આ સિંહ અમદાવાદ સિટીની નજીક સરકી જશે તો તેને તેના અમરેલીના મૂળ સ્થળ તરફ વાળવાનો પ્રયાસ કરાશે. આ સિંહ અમરેલીથી 100 કિ.મી. દૂર જોવા મળેલા ત્રણ સિંહ પૈકીનો એક હોવાનું મનાય છે, એટલે કે તેને તેના ગ્રુપમાં તરફ વાળીને પરત મોકલી દેવાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

એલર્ટ/ અમદાવાદ જિલ્લામાં ખૂંખાર પ્રાણીઓની એન્ટ્રી, સરખેજમાં દીપડા બાદ હવે સિંહ લટાર મારતો દેખાયો, એક વ્યક્તિ પર કર્યો હુમલો સદનસીબે સામાન્ય ઈજા

Related posts

દિલ્હી / અમિતશાહની પાકિસ્તાનને ખુલ્લી ધમકી, જો હવે પછી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ભારતમાં કરશો તો સર્જીકલ સ્ટ્રાઇક્સ કરવામાં આવશે,

Phone: 9998685264.

મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી?પોલીસે પણ મહિલા અને તેના પુત્ર સામે હુમલો કર્યાના આક્ષેપ કર્યા

Phone: 9998685264.

બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતી ઓડિયો કલીપ વાયરલ! કંટ્રોલ મેસેજ કર્યો છતાં કલાકો સુધી ના પહોંચી પોલીસ? સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર ઉઠ્યા સવાલ

Phone: 9998685264.

Leave a Comment