Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો

અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો

Our Visitor

009921
Total Users : 9921
Total views : 11609
Who's Online : 2

અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર)

તાજેતરમાં અમરેલી તાલુકા પોલીસ મથકના સ્ટાફનું વિસર્જન કરાયુ હતું
SP દ્વારા બીજા જ દિવસે બદલી કરાયેલા PSI ને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયા
રેતી ચોરી કરતા વાહને એકને કચડી નાખ્યો છતાં PSI એ કરાવ્યુ સમાધાન
અમરેલી જિલ્લાના 104 પોલીસ કર્મચારીઓ સામે તપાસ શરૂ
અધિકારીઓ સામે ગમે ત્યારે કડક કાર્યવાહી તોળાઈ રહી

અમરેલી તાલુકા પોલીસ મથકના સ્ટાફનું તાજેતરમાં વિસર્જન કરાયુ હતુ. ત્યારે SP દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ વિસર્જન કરી દેવાયા બાદ SP દ્વારા બીજા જ દિવસે બદલી કરાયેલા PSI ને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જિલ્લામાં 104 પોલીસ કર્મચારી, અધિકારીઓ સામે ગમે ત્યારે કડક કાર્યવાહી તોળાઈ રહી છે.

અમરેલીના એસપી નિર્લીપ્ત રાયે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમરેલી તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ગઈ કાલે આખા સ્ટાફનું વિસર્જન કરી દેવાયા બાદ આજે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી બદલીને લીવ રિજર્વમાં મૂકાયેલા PSI પી.બી.લક્કડને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયા છે. થોડા દિવસ પહેલા જ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રેતી ચોરી કરતા એક વાહન દ્વારા અકસ્માત કરીને એક વ્યક્તિને કચડી નાખવામાં આવ્યો હતો અને ફેટલ અકસ્માત થયો હતો. આમ છતા અમરેલી તાલુકા પોલીસ મથકના PSI લક્કડ દ્વારા જે તે સમયે ગુનો નોંધવાના બદલે બારોબાર સમાધાન કરાવીને સમેટી લેવાયું હતું. અકસ્માત મોત કે રેતી ચોરીનો ગુનો નોંધાયો નહોતો. આ કારણથી PSI ને સસ્પેન્ડ કરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા અમુક પોલીસ કર્મચારીઓના પરિવાર પાસે તેમના પગારની તુલનામાં લાખોની બેનામી સંપત્તિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહી કાર, બંગલા જેવા વૈભવી સાધનો પણ અધિકારીઓએ વસાવ્યા છે. આવા તમામ પોલીસ કર્મચારીઓની યાદી તૈયાર કરાઈ છે અને તેમની મિલકતો તથા બેંક ખાતાની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે SP નિર્લીપ્ત રાયે મીડિયાને જણાવ્યું કે, અમરેલી જિલ્લા પોલીસમાં જે જે પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ફરિયાદો મળી છે તેવા પોલીસ કર્મચારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેમની મિલકતથી માંડીને બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ તમામ સામે કડકમમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.

SP નિર્લીપ્ત રાયે રેતી ચોરી વિેશે વાત મીડિયાને કહ્યું કે, અમરેલી, સાવરકુંડલા અને રાજુલા વિસ્તારમાં રેતી ચોરીનું દૂષણ ખુબ જ મોટા પ્રમાણમાં છે અને તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આ પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ થાય તે માટે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. જેમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવે તેમ છે. અમરેલી જિલ્લામાં ક્યાય પણ રેતી ચોરી, દારુનું વેચાણ, બાયોડિઝલનું વેચાણ કે આવી કોઈપણ પ્રકારની ગેરરીતિ ચાલતી હોય તો લોકો અમરેલી જિલ્લા પોલીસના વોટ્સએપ નં. 99784 05063 પર ગુપ્ત રીતે મોકલી શકશે.


અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો

Related posts

સુરતમાં કોંગ્રેસની મહિલા નેતાની દારૂની હેરાફેરી કેસમાં ધરપકડ, ઉમરા પોલીસે બોલેરો પીક -અપ વાનમાં 7.50 લાખનો દારૂ ઝડપ્યો, વાહન ચાલક સહીત કોંગ્રેસ નેતા મેઘના પટેલની ધરપકડ

Ritesh Parmar

Cricket / All India 33 Advocate Asso playing at Hyderabad. Gujarat High Court achieves grand victory over Karnataka High Court in tournament, second consecutive victory of Gujarat High Court

Ritesh Parmar

પતિ જેલમાં જતાં મહિલા બની બુટલેગર! 600 બોટલ સાથે પકડાઈ, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

Ritesh Parmar

Leave a Comment