


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાતના ખ્યાતનામ અને વરિષ્ઠ એડવોકેટ શ્રી રઘુનાથભાઈ. જી. છારાનું માંદગીના કારણે પાલડી ખાતેની હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું છે. તેમના નિધન થી છારા સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. આર. જી. છારા સાહેબના નિધનના સમાચાર મળતાજ વકીલ આલમમાં ઘેરા દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. તો બીજીતરફ છારા સમાજ માટે પ્રેરણાસ્તોત્ર અને માર્ગદર્શક રહેલા રઘુનાથ. જી. છારા સાહેબના નિધન થી છારા સમાજે અનમોલ રતન ગુમાવી દીધો છે.
આર.જી. છારા સાહેબની જીવનશૈલી થી પ્રભાવિત થઈને આજે છારા સમાજના 200 થી વધુ વકીલ મિત્રો ગુજરાત હાઇકોર્ટ, મેટ્રો કોર્ટ, સેસન્સ કોર્ટ, મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ, ફેમિલી કોર્ટ, તથા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે. જયારે વાત કરીએ આર. જી. છારા સાહેબની તો તેઓ હાલ સમાજના સૌથી સિનિયર એડવોકેટ હતા. અને જયારે પણ સમાજના કોઈપણ વ્યક્તિને મુશ્કેલી પડતી હતી ત્યારે તેઓ હરહંમેશ છારા સમાજના હીત માટે લડત લડતા અને સાચું માર્ગદર્શન પુરુ પાડતા હતા.
નિખાલસ,નીડર, નિષ્પક્ષ વ્યક્તિત્વ ધરાવનાર આર. જી છારા સાહેબે પોતાના જીવનકાળ દરમ્યાન છારા સમાજ માટે ખુબજ બલિદાન આપ્યું છે. આજના યુગમાં લોકોની માનસિકતા બદલાઈ છે, આ આધુનિક જમાનામાં લોકોની રહેણી -કરણી અને શોખમોજ બદલાયા છે. પરંતુ આટલા વર્ષો સુધી ગુજરાત જ નહી પરંતુ સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોની અદાલતોમાં વકીલાત કરી નામના મેળવી છતાં આર.જી. છારા સાહેબનું જીવન ખુબજ સાદગી ભર્યું રહ્યું હતું. પોતાના જુનિયર વકીલ મિત્રોને પ્રોત્સાહિત કરી આગળ વધવાની પ્રેરણા આપતા હતા. તેમજ છારા સમાજની આવનાર પેઢી માટે ચિંતન કરી લોકોને સમજણ આપતા હતા. આજે આર. જી.છારા સાહેબે અમદાવાદની પાલડી ખાતેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેમનું એકાએક થયેલ દુઃખદ નિધન છારા સમુદાય માટે ખુબ મોટી ખોટ છે.છારા સાહેબ સમાજની ધરોહર હતી, જે હાલ સૌને અલવિદા કરી ગયા છે. પરંતુ સ્થાનિક લોકોનું માનવું છે કે,તેમના કાર્યો અને બલિદાન અવિસ્મરણીય છે. છારા સમાજના લોકો માટે તેઓ યાદગાર રહેશે. સમાજ પ્રત્યેનો તેમનો પ્રેમ અને તેમની લાગણીઓ લોકોના દિલમાં હંમેશા રહેશે. આજે તેમના અચાનક થયેલા દુઃખદ નિધન થી છારા સમાજે અનમોલ રતન ગુમાવ્યો છે.