Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્ય સરકારે કરેલા કૃષિ રાહત પેકેજ થી સુરતના ખેડૂતો નારાજ!
કૃષી રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ,કામરેજ, પલસાણાના ખેડૂતો સાથે અન્યાય, રાહત આપવા માંગ કરતા દર્શન નાયક

રાજ્ય સરકારે કરેલા કૃષિ રાહત પેકેજ થી સુરતના ખેડૂતો નારાજ!કૃષી રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ,કામરેજ, પલસાણાના ખેડૂતો સાથે અન્યાય, રાહત આપવા માંગ કરતા દર્શન નાયક

Our Visitor

013123
Total Users : 13123
Total views : 15361
Who's Online : 1

રાજ્ય સરકારે કરેલા કૃષિ રાહત પેકેજ થી સુરતના ખેડૂતો નારાજ!કૃષી રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ,કામરેજ, પલસાણાના ખેડૂતો સાથે અન્યાય, રાહત આપવા માંગ કરતા દર્શન નાયક

ચાલુ વર્ષમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખરીફ પાકમાં થયેલા નુકસાની માટેનું જે કૃષિ રાહત પેકેટ જાહેર કર્યું છે તેમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ, કામરેજ, પલસાણા તાલુકાના ખેડૂતોને બાકાત રાખી આ ગુજરાત સરકારે ખેડૂતો સાથે ભારે અન્યાય કર્યો છે.

ચાલુ વર્ષના ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના તમામ તાલુકાના ગામોના ખેડૂતોને ઓછેવત્તે ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. નુકસાની માટે રાહત આપવા ખેડૂત સમાજે વારંવાર સરકારમાં રજૂઆત કરી કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી. પરંતુ રાજ્યની સરકાર દ્રારા સર્વેના નામે કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનું ટાળતી હતી, પરંતુ જેવા ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવાનું નક્કી કર્યું કે, તુરંત જ ભાજપ સરકારે ખેડૂતોને વ્હાલા થવા માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે.

ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા : દર્શનભાઈ નાયક

આજ કૃષિ રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ કામરેજ, પલસાણામાં ખેડૂતોને ખરીફ પાકને થયેલા નુકસાનીમાં રાહત આપવામાં જાહેર કરાયેલા રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઓલપાડ સહિતના પાંચેય તાલુકાના ખેડૂતોની સાથે ભાજપની સરકારે અન્યાય કર્યો છે.ચાલુ વર્ષે ચોમાસામાં ઓલપાડ સહિતના આ પાંચેય તાલુકાના ગામોમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના ખરીફ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવા છતાં પણ સરકાર દ્વારા આ નુકસાનીને અનદેખી કરવામાં આવી છે. જેથી સહાય માંથી બાકાત રખાયેલા ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ, કામરેજ, પલસાણા તાલુકાના ગામોમાં જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય તેઓનો પણ સમાવેશ આ કૃષિ રાહત પેકેજમાં કરવામાં આવે તો ખેડૂતોને ઘણા અંશે લાભ થઈ શકે.


રાજ્ય સરકારે કરેલા કૃષિ રાહત પેકેજ થી સુરતના ખેડૂતો નારાજ!<br>કૃષી રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ,કામરેજ, પલસાણાના ખેડૂતો સાથે અન્યાય, રાહત આપવા માંગ કરતા દર્શન નાયક

Related posts

મહેમદાવાદ ગામમાં ઉતરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે મોરચો સંભાળ્યો

Ritesh Parmar

આખરે આવ્યો આતુરતાનો અંત, કોંગ્રેસના અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષના નેતા, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા

Ritesh Parmar

🔥 બુટલેગરોના કાળજા ધ્રુજાવતી કાર્યવાહી! અમદાવાદમાં રૂ. 2.33 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર, 68 હજારથી વધુ બોટલો માટીમાં મળી!

Ritesh Parmar

Leave a Comment