
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
*MLA જિગ્નેશ મેવાણી હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ યુ.એન.મહેતામાં કરાયા દાખલ
*છાતીમાં દુખાવો થતા કરાયા દાખલ
*બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અચાનક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જિગ્નેશ મેવાણીને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જિગ્નેશ મેવાણીની તબિયત સ્થિર છે. ડૉક્ટર તેમણે વધુ આરામ કરવાની સલાહ આપી છે. અને થોડા દિવસ ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવાનો યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા બે ચાર દિવસથી જિગ્નેશ મેવાણીની તબિયત નાદુરસ્ત હતી. જે બાદ આજે સાંજના સુમારે છાતીમાં વધુ પડતો દુખાવો થવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોકટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.
જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે
2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે ગુજરાતના બનાસકાઠાંના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે તેમની સાથે કોમ્યુનિસ્ટ નેતા કનૈયાકુમાર પણ 2 ઓક્ટોબરે જ કોંગ્રેસમાં જોડાશે. પહેલા બંને નેતા 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં સામેલ થવાના હતા. પરંતુ આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસમાં જોડાશે. રાહુલ ગાંધી સાથે હમણાંજ બંને નેતાઓએ મુલાકાત કરી હતી જે બાદ કોંગ્રેસમાં જોડાવાનો બંને નેતાએ નિર્ણય કર્યો છે. સમગ્ર બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે.







Total Users : 9827
Total views : 11506
Who's Online : 0