Views 381
*રીતેશ પરમાર*
અમદાવાદના એક મહિલા સંગઠન દ્વારા આજરોજ વેજલપુર વિસ્તારમાં આવેલા સરખેજ વોર્ડમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરતી વિધવા બહેનોને પગભર થવા એક અનોખું કાર્ય કરી બતાવ્યું હતું. અમદાવાદ શહેરમાં ચાલતા ગુજરાત પ્રાંતિય માહેશ્વરી સંગીની મહિલા સંગઠન દ્વારા મકરબા ખાતે આવેલ બળિયાદેવ ના મંદિર પ્રાંગણમાં તેમજ આંગણવાડી ના માધ્યમથી 4 વિધવા અને ગરીબ મહિલાઓને પગભર થવા અને જાતે મહેનત કરી રોજગાર મેળવવા વિના મુલ્યે સિલાઈ મશીન ભેટ કર્યા હતા.
વેજલપુરની સેવાભાવી બહેનોનું સંગઠન એટલે કે માહેશ્વરી સંગીની સંગઠન અંતર્ગત કરાયેલી સરાહનીય કામગીરી જોઈ વિધવા મહિલાઓ ખુબજ ભાવુક મને સંગઠનની તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજીતરફ આજના કપરા સમયમાં નિ :સહાય લોકોની મદદ કરી માહેશ્વરી સંગીની સંગઠને માનવતા મહેકાવી હતી.
આજરોજ વેજલપુર ખાતેના બળિયાદેવ મંદિરના પવિત્ર પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા સંગઠનના અલકાબેન શાહ અને તેમની સાથે અન્ય 10 થી વધુ બહેનોના સહયોગ થી સમગ્ર આયોજનને સફળ બનાવાયું હતું.
મહેશ્વરી સંગીની સંગઠ એનજીઓ ગ્રુપ દ્વારા મકરબા ની બહેનો ને ધારાસભ્ય શ્રી કિશોરભાઈ અને વોર્ડ મંત્રી વિજય ભાઈ ઠાકોર ના સહકાર થી સિલાઈ મશીન આપવા માં આવ્યા. તેમાં અમદાવાદ msme ના મહિલા ચેરપર્સન હેતલબેન અમીન, મહેશ્વરી સંગીની સંગઠન ngo ગ્રુપ ના અગ્રણી બહેનો, કાઉન્સિલર અલકાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.આંગણવાડી ની બહેનો વૈશાલીબેન અને રાજેશ્વરીબેન દ્વારા સુંદર સહકાર મળ્યો હતો.