Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખુશ ખબર / સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જવા માટે અમદાવાદ થી બ્રોડગેજ રેલ સેવા શરુ, રાજસ્થાન અપડાઉન કરતા યાત્રીઓ હવે અમદાવાદથી હિમ્મતનગર શામળાજી, ડુંગરપુર થઈ રાજસ્થાન ટ્રેન મારફતે જઈ શકશે

ખુશ ખબર / સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જવા માટે અમદાવાદ થી બ્રોડગેજ રેલ સેવા શરુ, રાજસ્થાન અપડાઉન કરતા યાત્રીઓ હવે અમદાવાદથી હિમ્મતનગર શામળાજી, ડુંગરપુર થઈ રાજસ્થાન ટ્રેન મારફતે જઈ શકશે

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

ખુશ ખબર / સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જવા માટે અમદાવાદ થી બ્રોડગેજ રેલ સેવા શરુ, રાજસ્થાન અપડાઉન કરતા યાત્રીઓ હવે અમદાવાદથી હિમ્મતનગર શામળાજી, ડુંગરપુર થઈ રાજસ્થાન ટ્રેન મારફતે જઈ શકશે

રીતેશ પરમાર

અમદાવાદ થી રાજસ્થાન આવન જાવન કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદ થી હિંમતનગર બ્રોડગેજ રેલવે ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવામા આવી છે. ડુંગરપુર થી અમદાવાદ સુધીની પ્રથમ ટ્રેન હિંમતનગર થઇને અમદાવાદ પહોંચી હતી. આ સાથે જ હવે અમદાવાદ થી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીની સફર રેલ્વે મારફતે કરવી સરળ બનશે. ઉપરાંત ડુંગરપુર અને બીંછીવાડા સહિતના રાજસ્થાનના પ્રવાસીઓ જે રોજગારી માટે અમદાવાદ અને હિંમતનગર વિસ્તારમાં સ્થાયી થયા છે.

તેઓને મુસાફરીની સમસ્યામાં રાહત સર્જાઇ છે.

આ પહેલા ઉદયપુર થી વાયા ડુંગરપુર અને હિંમતનગર થઇને અમદાવાદ રેલ્વે લાઇન મીટરગેજ હતી. જેને બ્રોડગેજમાં રુપાંતરીત કરવા માટે રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ જ ઉકેલ આવી રહ્યો હતો. પરંતુ છેલ્લા 7 વર્ષ દરમિયાન આ રેલ્વેના ગેજ રુપાંતરને ભારત સરકારે મંજૂરી આપીને કાર્યને ઝડપી બનાવ્યુ હતુ. જેના ફળસ્વરુપે હવે રાજ્સ્થાનના ડુંગરપુરથી પ્રથમવાર અમદાવાદ ટ્રેન પહોંચવા સાથે નવી શરુઆત થઇ છે

ડુંગરપુર થી પ્રથમ રેલવે ટ્રેન આજે શામળાજી રોડ અને રાયગઢ થઈને હિંમતનગર પહોંચતા સ્થાનિક લોકોએ હર્ષભેર વધાવી હતી. સાબરકાંઠા સાંસદ સહિત અગ્રણીઓ ડુંગરપુરથી રેલવેમાં મુસાફરી કરી હિંમતનગર સુધી આવી પહોંચ્યા હતા. તેઓએ રસ્તામાં મુસાફરો અને સ્ટેશન પર લોકોના અભિવાદનને ઝીલવા સાથે લોકોના અનુભવોને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ખુશ ખબર / સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જવા માટે અમદાવાદ થી બ્રોડગેજ રેલ સેવા શરુ, રાજસ્થાન અપડાઉન કરતા યાત્રીઓ હવે અમદાવાદથી હિમ્મતનગર શામળાજી, ડુંગરપુર થઈ રાજસ્થાન ટ્રેન મારફતે જઈ શકશે

Related posts

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Ritesh Parmar

રૂા. 45.72 લાખનો દારૂ ભરી રાજકોટ આવતો ટ્રક મીતાણા નજીકથી ઝડપાયો, એકની ધરપકડ, દારૂ મંગાવનાર, મોકલનાર સહિત પાંચ સામે ફરિયાદ

Ritesh Parmar

અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ના પ્રશ્ને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યું. માંગ ના સંતોષાય તો જલંદ કાર્યક્રમો યોજવાની ચીમકી,

Ritesh Parmar

Leave a Comment