Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

IPL 2022 / શાહરુખની ટીમમાં 20 લાખમાં ખરીદેલો પંજાબનો ખેલાડી રમેશ કુમાર છે ધાકડ બેટ્સમેન, માત્ર 10 બોલમાં ફ્ટકાર્યા હતા 50 રન

IPL 2022 / શાહરુખની ટીમમાં 20 લાખમાં ખરીદેલો પંજાબનો ખેલાડી રમેશ કુમાર છે ધાકડ બેટ્સમેન, માત્ર 10 બોલમાં ફ્ટકાર્યા હતા 50 રન

Our Visitor

013149
Total Users : 13149
Total views : 15391
Who's Online : 2

IPL 2022 / શાહરુખની ટીમમાં 20 લાખમાં ખરીદેલો પંજાબનો ખેલાડી રમેશ કુમાર છે ધાકડ બેટ્સમેન, માત્ર 10 બોલમાં ફ્ટકાર્યા હતા 50 રન

રીતેશ પરમાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ખાસ વાત એ છે કે અજાણ્યા ખેલાડી પણ રાતોરાત સ્ટારનું બિરુદ મેળવી શકે છે. IPL 2022નું મેગા ઓક્શન બેંગુલુરુમાં પુરુ થયું છે અને હવે લોકો ઓક્શનમાં એવા નામ શોધી રહ્યા છે જેને લોકો જાણતા નહોતા અને હવે IPLમાં સામેલ થઇને તેમની કિસ્મત બદલાઇ ગઇ છે. આવા જ એક ખેલાડીને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની કોલકાત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ 20 લાખ રૂપિયાના બેસ પ્રાઇસ પર ખરીદ્યો છે.
પંજાબના માનસાથી આવતો રમેશ કુમારનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે માત્ર 10 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. મેગા ઓક્શનનના બીજા દિવસે રમેશ કુમારનું યાદીમાં નામ આવ્યું હતુ જેને KKRની ટીમે ખરીદ્યો હતો. 23 વર્ષનો રમેશ કુમાર ડાબેરી બેસ્ટમેન છે અને તે તેના વિસ્તારમાં નરેન જલાલાબાદિયાના નામથી મશહુર છે.

IPL 2022ના ઓક્શનામાં રમેશ કુમારનું નામ સામે આવ્યા પછી લોકો તેને સર્ચ કરી રહ્યા છે. યુ ટયૂબ પર તેનો એક વીડિયો જોવા મળે છે જેમાં તે 10 બોલમાં 50 રન મારે છે. જો કે આ મેચ તે ટેનિસ બોલથી રમ્યો હતો, પરંતુ આવા પ્રકારની ટુર્નામેન્ટ ખુબ જાણીતી હોય છે. મહત્ત્વની વાત એ છે કે KKR ટીમે તેનો સમાવેશ કરીને કારકિર્દી બનાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે. હવે IPLની મેચમાં રમેશ કુમાર કેટલું કાઠું કાઢે છે તે સમય જ કહેશે. સારી વાત એ છે કે નવા ખેલાડીઓને તક મલે છે.

KKR ટીમે આ ખેલાડીઓને આટલા રૂપિયામાં ખરીદ્યા છે.
આંદ્રે રસેલ ( 12 કરોડ), વરુણ સીવી (8 કરોડ), વેંકટેશ ઐય્યર (8 કરોડ), સુનીલ નરેન ( 6 કરોડ), શ્રેય્યસ ઐય્યર(12.25 કરોડ), શેલ્ડન જેક્સન (60 લાખ), અજિંક્ય રહાણે ( 1 કરોડ) રિંકુ સિંહ ( 55 લાખ), બાબા ઇન્દ્રજીત (20 લાખ), અભિજીત તોમર (40 લાખ), સૈમ બિલિંગ્સ ( 2 કરોડ), એલેક્સ હેલ્સ ( 1.50 કરોડ), પેંટ કમિન્સ 7.25 કરોડ), અનુકલ રોય (20 લાખ), ચમિકા કરુણારત્ને (50 લાખ), પ્રથમ સિંહ (20 લાખ), રમેશ કુમાર (20 લાખ), મોહમંદ નબી ( 1 કરોડ), અમન હકીમ ખાન(20 લાખ), રાસિક ડાર ( 20 લાખ), અશોક શર્મા (55 લાખ), ટીમ સાઉદી (1.5 કરોડ), ઉમેશ યાદવ ( 2કરોડ), સ્કવોડ સ્ટ્રેન્થ (25 લાખ)

KKRની ટીમ 17 ભારતીય અને 8 વિદેશી ખેલાડીઓ છે.


IPL 2022 / શાહરુખની ટીમમાં 20 લાખમાં ખરીદેલો પંજાબનો ખેલાડી રમેશ કુમાર છે ધાકડ બેટ્સમેન, માત્ર 10 બોલમાં ફ્ટકાર્યા હતા 50 રન

Related posts

પોલીસ કોન્સ્ટેબલનો પગ ફ્રેક્ચર થતાં ખોખરા PI તાત્કાલિક દોડી ગયા! PI નો માનવીય અભિગમ અને હૂંફ જોઈ કોન્સ્ટેબલ અને પરિવારજનોની આંખમાં આંસુ આવી ગયા

Ritesh Parmar

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Ritesh Parmar

બાયડ / બુટલેગર બન્યો બેફામ, પોલીસને ભરણ આપું છું પોલીસ મારું કઈ તોડી ના શકે, છુટ્ટો પથ્થર મારી પાડોસીનું માથું ફોડી નાખ્યું

Ritesh Parmar

Leave a Comment