Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ સાયબર ક્રાઈમ ની કામગીરી થી ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુશ, કમિશ્નર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા, ઓનલાઈન ફ્રોડના શિકાર બનેલા 16 હજારથી વધુ લોકોના પૈસા સાયબર ક્રાઈમે પાછા અપાવ્યા

અમદાવાદ સાયબર ક્રાઈમ ની કામગીરી થી ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુશ, કમિશ્નર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા, ઓનલાઈન ફ્રોડના શિકાર બનેલા 16 હજારથી વધુ લોકોના પૈસા સાયબર ક્રાઈમે પાછા અપાવ્યા

Our Visitor

013131
Total Users : 13131
Total views : 15370
Who's Online : 2

અમદાવાદ સાયબર ક્રાઈમ ની કામગીરી થી ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુશ, કમિશ્નર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા, ઓનલાઈન ફ્રોડના શિકાર બનેલા 16 હજારથી વધુ લોકોના પૈસા સાયબર ક્રાઈમે પાછા અપાવ્યા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમને અટકાવવા માટે પોલીસે અનેક કડક પ્રયાસો હાથ ધર્યા છે. જેમા અમદાવાદ સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા અંદાજે ૧૬ હજાર જેટલા લોકોના રૂપિયા પણ પરત અપાવવામાં આવ્યા છે. આ મુ્‌દ્દે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમદાવાદ પોલીસ દ્વારા એક ખૂબજ સરસ પ્રયોગ કરવામાં આવ્યો છે. લોકશાહીનો ચોથો સ્તંભ એટલે મીડિયાના તમામ એડિટર અને સંચાલકો સાથે પોલીસ વચ્ચેનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
સચોટ અને સમયસર માહિતી અને સમાજમાં મીડિયાનો નવા પ્રયોગ થકી તંત્ર અને પ્રજા જોડતો આ પ્રયોગ છે.

તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના તમામ શહેરમાં આવો પ્રયોગ હાથ ધરાશે.જેમાં નવા આઈડિયા, માહિતી અને તમામ બાબતો પોલીસ સુધી મળે તેવા પ્રયાસ હાથ ધરાશે. સાથે જ નજીકના સમયગાળામાં ગુજરાતમાં નવી સ્પોર્ટ્‌સ પોલિસી આવશે જેમા યુવક-યુવતીઓને સારી તક અને પ્રોત્સાહન મળશે. સાથે જ નાગરિકો મોબાઈલથી જ પોતાની પોલીસ ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધા શરૂ કરાશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, હું અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને તેમની આખી ટીમને અભિનંદન પાઠવું છું. જે પ્રકારે પ્રેઝન્ટેશનના માધ્યમથી સૌને માહિતી આપવામાં આવી કે કેવી રીતે અમદાવાદ સાયબર ટીમ દ્વારા ૧૬ હજારથી વધુ લોકોને પૈસા પરત આપવવામાં આવ્યાં. સાથે જ ગુજરાતના તમામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોમાં અમદાવાદ સાયબર ટીમ કયા પ્રકારે મદદગાર થઈ છે. સાથે જ ઈકોનોમીક ઓફિસ તેમજ નિર્ભયયા પ્રોજેકટ માટે પણ યોગ્ય કામગીરી કરી.

તેમણે જણાવ્યું કે નિર્ભયા પ્રોજેકટ એ મહિલાઓની સુરક્ષા માટેનો પ્રોજેક્ટ છે. જેમા અમદાવાદ પોલીસે શહેરની ૪૦ હજાર બહેનો જોડે સર્વે કરાયો હતો. આ સર્વેમાં સ્ટ્રીટ લાઈટ, પબ્લિક ટોયલેટ, બસ સ્ટોપ પર ઇમરજન્સી સ્વીચ સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ ની કામગીરી થી ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુશ, કમિશ્નર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા, ઓનલાઈન ફ્રોડના શિકાર બનેલા 16 હજારથી વધુ લોકોના પૈસા સાયબર ક્રાઈમે પાછા અપાવ્યા

Related posts

જોજો હો જતા નહી ધક્કો પડશે, કેન્દ્ર શાસિત દીવ-દમણમાં આ 6 દિવસ ‘ડ્રાય ડે’ રહેશે, તારીખ નોંધી લો

Ritesh Parmar

ઐતિહાસિક / એકસાથે 25 ગુજરાતી અધિકારીઓ IPS બનશે! 14 સૌરાષ્ટ્રના તો 5 મહેસાણા જિલ્લાના હશે અધિકારીઓ, ટૂંક સમયમાં કરાશે ઓર્ડર!

Ritesh Parmar

સુરત /અમરોલી કોસાડ તેમજ છાપરાભાઠામાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો ચાલી રહ્યો છે કારોબાર! મહિલાઓ સાથે છેડતી અને નાગરિકોને ડરાવી ધમકાવી ચલાવવામાં આવી રહ્યા છે દારૂના અડ્ડાઓ, સમગ્ર મામલે ગૃહમંત્રી તેમજ સુરત પોલીસ કમિશ્નર કરે યોગ્ય તપાસ : દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment