Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

IPL પાર્ટ -2 યુએઈ માં કાલથી ક્રિકેટ “કાર્નિવલ” નો પ્રારંભ, યુએઈ રંગાયું ક્રિકેટના રંગમાં, ચેન્નાઈ – મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર,

IPL પાર્ટ -2 યુએઈ માં કાલથી ક્રિકેટ “કાર્નિવલ” નો પ્રારંભ, યુએઈ રંગાયું ક્રિકેટના રંગમાં, ચેન્નાઈ – મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર,

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

IPL પાર્ટ -2 યુએઈ માં કાલથી ક્રિકેટ “કાર્નિવલ” નો પ્રારંભ, યુએઈ રંગાયું ક્રિકેટના રંગમાં, ચેન્નાઈ – મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર,

રીતેશ પરમાર

ઈપીએલ 15 ઑક્ટોબરે પૂરો થયાના બે દિવસ એટલે કે 17 ઑક્ટોબરથી ટી-20 વર્લ્ડકપ થશે શરૂ: યુએઈ રંગાઈ ગયું ક્રિકેટના રંગમાં

ધોની, કોહલી, રોહિત, ડિવિલયર્સ, જાડેજા, પંત, ગેઈલ, પોલાર્ડ, રસેલ સહિતના ખેલાડીઓની રમત જોવા માટે સૌ આતૂર

પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ બીજા તો મુંબઈ ચોથા ક્રમે: રાજસ્થાન, પંજાબ, કલકત્તા, હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચવા લગાવશે એડીચોટીનું જોર: દિલ્હી અને બેંગ્લોર અત્યાર સુધી ‘સેફઝોન’માં

કાલે દુબઈના ગ્રાઉન્ડ ઉપર સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થશે: ચાર મહિના બાદ આઈપીએલની અધૂરી કસર કાલથી પૂરી કરાશે

નવીદિલ્હી, તા.18
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ના બીજા તબકકાનો આવતીકાલથી યુએઈમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે.
કાલે સાંજે દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સાંજે 7:30 વાગ્યાથી મુંબઈ અને ચેન્નાઈની ટીમ વચ્ચેના મુકાબલા સાથે આ ટૂર્નામેન્ટ ફરીથી શરૂ થઈ જશે જેનો ફાઈનલ મુકાબલો 15 સપ્ટેમ્બરે દુબઈમાં જ રમાશે. બીજી બાજુ ક્રિકેટરસિકો માટે આવનારા ત્રણ મહિના રોમાંચક મુકાબલાઓથી ભરપૂર બની રહેવાના છે કેમ કે આઈપીએલ પૂરો થયાના બીજા જ દિવસથી એટલે કે 17 નવેમ્બરથી યુએઈમાં જ ટી-20 વર્લ્ડકપ શરૂ થશે જે 14 નવેમ્બર સુધી ચાલશે. બીજી બાજુ ધોની, રોહિત, કોહલી, ડિવિલિયર્સ, પંત, જાડેજા, પોલાર્ડ, ગેઈલ, રસેલ સહિતના ધુંઆધાર ખેલાડીઓ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પરત ફરી રહ્યા હોય તેમની રમત જોવા માટે સૌ અધીરા બન્યા છે. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ચેન્નાઈની ટીમ અત્યારે બીજા ક્રમે છે તો મુંબઈની ટીમ ચોથા ક્રમે છે.

આ ઉપરાંત અન્ય ટીમો જેવી કે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત હોવાથી તે દરેક મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. જ્યારે દિલ્હી અને બેંગ્લોર અત્યારે ‘સેફઝોન’માં હોવાથી તેના માટે આગળનો માર્ગ થોડો સરળ રહી શકે છે. ચાર મહિના પહેલાં એટલે કે 2મેએ કોરોનાના કેસો મળતાં આઈપીએલને રદ્દ કરવો પડ્યો હતો. આઈપીએલના બીજા તબક્કામાં અનેક સ્ટાર ખેલાડીઓએ પોતાનું નામ પરત ખેંચી લીધું છે તો અમુક ખેલાડીઓ ઈજાને કારણે રમી રહ્યા નથી. જો કે તમામ ટીમોને ‘આઉટ’ થઈ ગયેલા ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે.

40 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ ધમાલ મચાવવા માટે તૈયાર છે. ચેન્નાઈની ટીમ અત્યારે બીજા ક્રમે છે. આઈપીએલ-14માં પ્રથમ મેચ હાર્યા બાદ ચેન્નાઈએ સતત પાંચ મેચ જીત્યા છે. ચેન્નાઈને આઈપીએલ રદ્દ થતાં પહેલા અંતિમ મુકાબલામાં મુંબઈ સામે હાર મળી હતી. બીજી બાજુ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થયો નથી.

પ્રથમ તબક્કામાં મુંબઈ કરતાં ચેન્નાઈનું પલડું ભારે
કાલથી શરૂ થઈ રહેલા આઈપીએલના બીજા પાર્ટમાં પ્રથમ મુકાબલો ચેન્નાઈ-મુંબઈ વચ્ચે રમાવાનો છે. મુંબઈ ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે પરંતુ પહેલાં તબક્કામાં તે ક્યાંય પણ ચેમ્પિયનની જેમ રમતી જોવા મળી નહોતી. તે અત્યારે ચોથા ક્રમે છે જ્યારે પાછલી સીઝનમાં 7મા નંબરે રહેનારી ધોનીની ચેન્નાઈ અત્યારે બીજા ક્રમે છે. મુંબઈની ટીમ ચેન્નાઈમાં રમાયેલા પાંચ મેચમાં એક વખત પણ 160 રન સુધી પહોંચી શકી નહોતી. જો કે દિલ્હીમાં રોહિતની ટીમે 172 અને 219 રનનો લક્ષ્‍યાંક હાંસલ કર્યો હતો. મુંબઈ માટે રોહિતે સૌથી વધુ 250 રન બનાવ્યા છે પરંતુ ઈશાન કિશન, હાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતા ઉભી કરી રહ્યું છે. ખરાબ ફોર્મને કારણે ઈશાનને તો બહાર પણ કરવો પડ્યો હતો. જ્યારે ચેન્નાઈની વાત કરવામાં આવે તો ટીમે પ્રથમ હાર બાદ સતત પાંચ મેચ જીત્યા છે. જો કે 7મા મેચમાં 218 રન બનાવીને પણ તેણે મુંબઈ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે.


IPL પાર્ટ -2 યુએઈ માં કાલથી ક્રિકેટ “કાર્નિવલ” નો પ્રારંભ, યુએઈ રંગાયું ક્રિકેટના રંગમાં, ચેન્નાઈ – મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર,

Related posts

અંબાજી/ દાંતા અંબાજી માર્ગ પરના ત્રિશુળિયા ઘાટ નજીકની ઝાડીઓમાં એક યુવાનની ઝાડ પર લટકતી લાશ મળી, હત્યાં કે આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

ડ્રગ્સ કેસમાં કોર્ટમાં જામીન ના મળ્યા તો આર્યન ખાને કર્યા ભગવાનને યાદ, જેલમાંથી બહાર આવવા જેલમાં થનારી આરતીમાં આર્યન રોજ લેછે ભાગ

Phone: 9998685264.

ગુજરાતમાં દારૂબંધી હટાવવા મુદ્દે ભરત સિંહ સોલંકી બાદ કોંગ્રેસના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ આપ્યું મોટુ નિવેદન

Phone: 9998685264.

Leave a Comment