Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પૂર્ણા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, સખી, સહ સખી ની કિશોરીઓને ICDS અને અભયમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પૂર્ણા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, સખી, સહ સખી ની કિશોરીઓને ICDS અને અભયમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પૂર્ણા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, સખી, સહ સખી ની કિશોરીઓને ICDS અને અભયમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

અમદાવાદ અર્બન સેન્ટર અને આંગણવાડીની બહેનો દ્વારા દર સપ્તાહના ચોથા મંગળવારે પૂર્ણા યોજના કાર્યક્રમ યોજવવામાં આવે છે. જેમાં 11 થી 17 વર્ષની કિશોરીઓને ભોજન અને જીવનમાં ઉપયોગી થાય એવુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેના અંતર્ગત ગતરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અર્બન સેન્ટર અને આંગણવાડીની બહેનો દ્વારા નિત કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેશનના તમામ ઘટકના CDPO હાજર રહ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત 11 થી 17 વર્ષની બાળકીઓ કે જે આજે કિશોરીઓ છે અને આગળ સમય જતા તેઓ પણ માતા બનશે ત્યારે તેમણે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી બાળકની સંભાળ કેવી રીતે રાખવી, કેવું આહાર લેવું, જન્મેલા બાળકને પોષણ- યુક્ત આહારમાં કઈ કઈ વસ્તુઓ ખવડાવવી તેની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. તો બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અર્બન સેન્ટર આંગણવાડીના મહિલા વિકાસના ચેર પર્સન પ્રતિભાબેન જૈન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કિશોરીઓને ઝીણવટતા થી તમામ બાબતો ઉપર પ્રકાશ પાડી સમજણ અને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે પી. ઓ. મીનળબેન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમ્યાન મહિલા અભયમની ટીમ હાજર રહી હતી. તેમજ મહિલાઓ સાથે થતા અત્યાચાર કે તેમને પડતી મુશ્કેલીઓના સમયે કાયદા કે પોલીસનો સાથ સહકાર કેવી રીતે લેવો તેની ખુબજ સારી રીતે સમજણ આપી બાળકીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ,આંગણવાડીની બહેનો, અભયમની મહિલા ટીમ અને મહાનુભાવોએ કિશોરીઓ સાથે ભોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પૂર્ણા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, સખી, સહ સખી ની કિશોરીઓને ICDS અને અભયમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

Related posts

સુરત / ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જબરદસ્ત પ્રચાર! એકજ સંકલ્પ જીત, ડોર ટુ ડોર 8 વચનોની પત્રિકાનું વિતરણ, જનતાનું મળી રહ્યું છે સારો પ્રતિસાદ :દર્શન નાયક

Ritesh Parmar

મુંબઈ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી મેચ, સરફરાઝ ખાનની બેવડી સદી, રહાણે અને સરફરાઝની 252 રનની ભાગીદારીના મદદથી મુંબઈ મજબૂત સ્થિતિમાં

Ritesh Parmar

રાજનીતિ /ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે ને ભાજપના નેતાઓ સત્તા માટે એક બીજાના ટાટિયા ખેંચી રહ્યા છે.કોંગ્રેસ

Ritesh Parmar

Leave a Comment