Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મુંબઈ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી મેચ, સરફરાઝ ખાનની બેવડી સદી, રહાણે અને સરફરાઝની 252 રનની ભાગીદારીના મદદથી મુંબઈ મજબૂત સ્થિતિમાં

મુંબઈ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી મેચ, સરફરાઝ ખાનની બેવડી સદી, રહાણે અને સરફરાઝની 252 રનની ભાગીદારીના મદદથી મુંબઈ મજબૂત સ્થિતિમાં

Our Visitor

013339
Total Users : 13339
Total views : 15618
Who's Online : 0

મુંબઈ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી મેચ, સરફરાઝ ખાનની બેવડી સદી, રહાણે અને સરફરાઝની 252 રનની ભાગીદારીના મદદથી મુંબઈ મજબૂત સ્થિતિમાં

રીતેશ પરમાર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાઈ રહેલી સૌરાષ્ટ્ર-મુંબઈ વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં મુંબઈના સરફરાઝ ખાને બેવડી સદી અને અજિંક્ય રહાણેએ સદી ફટકારી દેતાં મુંબઈ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. આ બન્નેએ મળીને 252 રનની ભાગીદારી નોંધાવતાં 6 વિકેટ ગુમાવીને મુંબઈએ 465 રન બનાવી લીધા છે.
પ્રથમ દિવસની રમતમાં માત્ર 44 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દેતાં મુંબઈ સસ્તામાં સમેટાઈ જશે તેવું લાગી રહ્યું હતું પરંતુ રહાણે અને સરફરાઝે આ તમામ અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી દેતાં સ્કોરને 296 રન સુધી પહોંચાડી દીધો હતો. આ દરમિયાન બન્ને બેટરોએ સદી બનાવી લીધી હતી. 296 રનના સ્કોરે અજિંક્ય રહાણે 129 રન બનાવી આઉટ થતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો. રહાણેના આઉટ થયા બાદ આદિત્ય તરે 22 રન અને શમ્સ મુલાની 12 રન બનાવી આઉટ થઈ ગયા હતા.

જો કે સરફરાઝે એક છેડો સાચવી રાખી સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સરફરાઝ ખાન 384 બોલમાં 27 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 241 રન બનાવીને રમતમાં છે તો તનુષ કોટિયાન 26 રન બનાવી તેનો સાથ આપી રહ્યો છે.બોલિંગમાં સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્રસિંહ જાડેજા-ચિરાગ જાનીને બે-બે તો ઉનડકટ-સાકરિયાને એક-એક વિકેટ મળી છે.

મુંબઈ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી મેચ, સરફરાઝ ખાનની બેવડી સદી, રહાણે અને સરફરાઝની 252 રનની ભાગીદારીના મદદથી મુંબઈ મજબૂત સ્થિતિમાં

Related posts

માલવણ: આઇસરમાં કાચની વસ્તુમાં છુપાવેલો રૂ. 22.54 લાખનો દારૂ-બિયર પકડાયો!
9274 બોટલ શરાબ, 1416 બિયરના ટીન અને વાહન મળી રૂા.32.74 લાખનો મુદ્દા માલ કબ્જે

Ritesh Parmar

ઐતિહાસિક / એકસાથે 25 ગુજરાતી અધિકારીઓ IPS બનશે! 14 સૌરાષ્ટ્રના તો 5 મહેસાણા જિલ્લાના હશે અધિકારીઓ, ટૂંક સમયમાં કરાશે ઓર્ડર!

Ritesh Parmar

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

Ritesh Parmar

Leave a Comment