Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

તાપી જિલ્લાની ઉચ્છલ સબ જેલમાંથી આરોપી નાસી છૂટતા ચકચાર મચી ગઈ છે. આરોપીને શૌચક્રિયા માટે બહાર કાઢ્યા બાદ પોલીસકર્મી ચા પીવા ગયો હતો તે સમયે લાગ જોઈને આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ગત 10મી ઓગસ્ટના રોજ ગેરકાયદે પશુની હેરફેર કરતાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરનો રફીક શેખ અલ્લારખા શેખ પકડાયો હતો.
જેને 11મી ઓગસ્ટના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ઉચ્છલ સબ જેલમાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઉચ્છલ સબજેલના જેલર પ્રહલાદ ગણેશ ચૌધરીએ આપેલી ફરિયાદ મુજબ સોમવારના રોજ સવારે સાતેક વાગ્યે પુરુષ બેરેકમાંથી આરોપી રફીક શેખને ગાર્ડ ઇન્ચાર્જ ASI મનહર ભીમરાવએ બંધ લોબીમાં આવેલા શૌચાલયમાં શૌચક્રિયા માટે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ASI સ્લાઇડિંગ દરવાજાને તાળું મારી ચા પીવા માટે જતો રહ્યો હતો. આ દરમ્યાન આરોપી રફીક શેખે લાગ જોઈને સ્લાઇડિંગ મુખ્ય દરવાજાને નીચેના ભાગથી જગ્યા કરી નાસી છૂટ્યો હતો. નાસી છૂટનાર આરોપીનો ત્યાં હાજર GRD હેમંત ભરત કોટવાળિયાએ પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પકડાય શક્યો ન હતો. પોલીસે એચએએલ આઇપીસી 224 હેઠળ ગુનો નોંધી રફીક શેખની શોધખોળ શરૂ કરી છે.


તાપી / ASI ને ચા પીવાની તલપ ભારે પડી,આરોપીને શૌચાલયમાં બેસાડી ચા પીવા જતા આરોપી નાસી છૂટ્યો,

Related posts

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

Ritesh Parmar

અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને રાજકોટ SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી

Ritesh Parmar

IPL પાર્ટ -2 યુએઈ માં કાલથી ક્રિકેટ “કાર્નિવલ” નો પ્રારંભ, યુએઈ રંગાયું ક્રિકેટના રંગમાં, ચેન્નાઈ – મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર,

Ritesh Parmar

Leave a Comment