Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

ઊંચા દરે વ્યાજ વસુલનાર સામે પોલીસની લાલ આંખ
ઝુંબેશના પહેલા જ દિવસેવ્યાજખોરોની ધરપકડ

સુરત શહેરમાં વ્યાજખોરો સામે પોલીસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. લોકોની મજબૂરી નો લાભ લઈ અને ઊંચા દરે વ્યાજ વસૂલતા લોકો સામે ફરી એક વાર પોલીસે કાર્યવાહી કરી છેસુરતના સચિન જીઆઇડીસી અને સચિન પોલીસ વિસ્તારમાં શ્રમજીવી અને નાના વેપારીઓને ઊંચા વ્યાજે નાણાં આપી રંજાડતા ૧૪ વ્યાજખોરોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સચીન જીઆઈડીસીના 11 અને સચીન વિસ્તારના ત્રણ વ્યાજખોરોની ધરપકડ
સચિન જીઆઇડીસી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં વ્યાજખોરીના ગુનાને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશના પગલે સચિન અને જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શ્રમજીવી અને જરૂરિયાતમંદ નાનાવેપારીઓને ઊંચા દરે વ્યાજે નાણાં આપી વ્યાજની રકમ વસૂલવા છતાં મસમોટી રકમની માંગણી કરી ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ ઊઠવા પામી હતી. જેનાં પગલે સચિન જીઆઇડીસી પોલીસે સ્થાનિક વિસ્તારમાં ખાનગી વ્યાજવટું કરતાં 11 વ્યાજખોરો અને સચિન પોલીસ મથક વિસ્તારનાં 3 મળી કુલ ૧૪ જેટલાં વ્યાજખોરોને ઝડપી પાડી તેમનાં વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે પકડી પાડેલા આ ઇસમો 15 ટકા કરતાં પણ વધુ વ્યાજ વસૂલવાની સાથે પૈસા લેનાર વ્યક્તિને સતત વ્યાજ માંગી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને પગલે સચિન જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

Related posts

થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસની ડ્રાઈવમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલો ઝડપાયો, પીધેલા પુત્રને છોડાવવા કોર્પોરેટરે પોલીસ સાથે માથાકૂટ કરી, પોલીસકર્મીનું જેકેટ ફાટ્યું

Ritesh Parmar

રથયાત્રાના લીધે સમગ્ર ગુજરાતમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં વિરમગામમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની નાકામ કોશિશ! અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો 30 લાખથી વધુનો દારૂ, 1 ટ્રક 10 ફોર વ્હિલર સહીત કુલ 67,45000 નો મુદ્દામાલ, 3 ની ધરપકડ

Ritesh Parmar

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

Ritesh Parmar

Leave a Comment