Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો! પોલીસકર્મી તેની પત્ની અને પરિવારજનો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો! પોલીસકર્મી તેની પત્ની અને પરિવારજનો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

અમદાવાદના સરદાનગરમાં રહેતી યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ સામે પહેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોન્સ્ટેબલ સહિતના પરિવારના સભ્યો યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી બિભત્સ ગાળો આપતા હતા. જેથી વારંવાર આપવામાં આવતી ધમકીથી કંટાળી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતીએ વધુ એક વખત કોન્સ્ટેબલ સહિતના તેના પરિવાર સામે સરદાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સરદાનગરમાં 25 વર્ષિય યુવતી પરિવાર સાથે રહે છે અને એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતીને છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર બેચરભાઇ ચાવડા સાથે પ્રેમ સંબંધ છે અને બન્નેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થતા પોલીસકર્મીએ ગર્ભપાત કરાવ્યો હતો. જોકે, મહેન્દ્રએ લગ્ન કરવાનો ઇનકાર કરતા આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં યુવતીએ મહેન્દ્ર સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી.

ફરિયાદ બાદ મહેન્દ્રના સગા અવારનવાર યુવતીને હેરાન-પરેશાન કરતા હતા. ગત 12 ઓગષ્ટે યુવતી ઘરે હતી ત્યારે મહેન્દ્રની બહેન કોકિલાએ મોબાઇલ પર ફોન કર્યો હતો. જેમાં ધમકી આપી હતી કે, તું મારા ભાઇ મહેન્દ્ર જોડે ખોટી રીતે લીવઇનનો એગ્રિમેન્ટ શા માટે કરાવ્યો છે? ત્યારબાદ તેઓ ગાળો બોલવા લાગી હતી.

જેથી યુવતીએ ફરિયાદ કરવાનું કહેતા કોકિલાએ કહ્યું કે, તું ફરિયાદ કરીશ તો હું તને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ બીજા દિવસે પણ કોકીલાએ ફોન કરી જણાવ્યું હતું કે, તું મારા ભાઇ મહેન્દ્ર ઉપર કેસ કરીશ તો હું તને તથા તારા ભાઇને મરાવી નાખીશ. જે બાદ મહેન્દ્રએ યુવતીના ભાઇને ફોન કરીને કહ્યું કે, તમને અમદાવાદમાં રહેવું મુશ્કેલ થઇ જશે. જેથી વાંરવાર ધમકીથી કંટાળી યુવતીએ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોકિલા, મહેન્દ્ર, મહેન્દ્રની પત્ની, હેતલ મકવાણા સહિતના સામે ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો! પોલીસકર્મી તેની પત્ની અને પરિવારજનો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

Related posts

અધિક માસ અને શ્રાવણને લઈને દશામાંની સ્થાપના ક્યારે કરવી તેને લઈને ભક્તોમાં ઉત્પન્ન થઈ અસમંજસ! સાચો ઉપાય બતાવી રહ્યા છે જ્યોતિષ આચાર્ય પાર્થ ભટ્ટ

Ritesh Parmar

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Ritesh Parmar

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની જાહેરાત, સાવચેતી રાખીને ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લઈશુ

Ritesh Parmar

Leave a Comment