Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા PI એ બતાવી ખાખીની ખુમારી! મોડાસા પાસે બુટલેગરની કાર સાથે ટક્કર થતા ઈજાગ્રસ્ત, તેમ છતાં બુટલેગરને ઝડપી પાડયો

સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા PSI એ બતાવી ખાખીની ખુમારી! મોડાસા પાસે બુટલેગરની કાર સાથે ટક્કર થતા ઈજાગ્રસ્ત, તેમ છતાં બુટલેગરને ઝડપી પાડયો

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા PSI એ બતાવી ખાખીની ખુમારી! મોડાસા પાસે બુટલેગરની કાર સાથે ટક્કર થતા ઈજાગ્રસ્ત, તેમ છતાં બુટલેગરને ઝડપી પાડયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ પણ સક્રિય રહેતી હોય છે. ત્યારે આજરોજ મોડાસા પાસે દારૂ ભેરલી બૂટલેગરની કાર અને વિજીલન્સ પોલીસની કારનો અકસ્માત સર્જાયો હતો.ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. છતાં અરવલ્લી જિલ્લાની સરહદો વટાવીને છેક શહેરી વિસ્તારોમાં દારૂ ભરેલી ગાડીઓ પહોંચે છે એનો ઉત્તમ નમૂનો સ્ટેટ વિજીલન્સની ટીમે ઝડપી પાડ્યો છે.

ગુજરાત સ્ટેટ વિજીલન્સને બાતમી હતી કે, દારૂ ભરેલી કાર નીકળવાની છે એ બાતમી આધારે સ્ટેટ વિજીલન્સની મહિલા પીઆઇ તેમની ટીમ સાથે વોચમાં હતા. ત્યારે દારૂ ભરેલી કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે બૂટલેગરો પોલીસને ચકમો આપી ભાગવાની ફિરાકમાં હતાં.

જ્યાં ફિલ્મી ઢબે વિજીલન્સની કારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. જ્યાં આ કાર પકડવા જતા પોલીસની ગાડી અને બૂટલેગરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ વિજીલન્સની મહિલા PI અને અન્ય એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં ઇજાગ્રસ્ત હાલતમાં પણ મહિલા PI હિમ્મતભેર દારૂ ભરેલી કાર સાથે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. આમ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ફિલ્મી ઢબે હિંમતભેર સ્ટેટ વિજીલન્સની ટીમે દારૂ ભરેલી કાર અને બૂટલેગરોને જીવના જોખમે ઝડપી પાડી ખુબજ પ્રસંશનીય કાર્યવાહી કરી હતી.


સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા PI એ બતાવી ખાખીની ખુમારી! મોડાસા પાસે બુટલેગરની કાર સાથે ટક્કર થતા ઈજાગ્રસ્ત, તેમ છતાં બુટલેગરને ઝડપી પાડયો

Related posts

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંંહ સહિત 11 આઇપીએસ હૈદરાબાદ ટ્રેનિંગમાં,

Ritesh Parmar

ખુશ ખબર / સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જવા માટે અમદાવાદ થી બ્રોડગેજ રેલ સેવા શરુ, રાજસ્થાન અપડાઉન કરતા યાત્રીઓ હવે અમદાવાદથી હિમ્મતનગર શામળાજી, ડુંગરપુર થઈ રાજસ્થાન ટ્રેન મારફતે જઈ શકશે

Ritesh Parmar

કચ્છના રાપરમાં દોઢ કરોડના ખર્ચે હોલનું નિર્માણ કરાયું! કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના હસ્તે કરાયું લોકાર્પણ, એકલા હાથે હોલનું નિર્માણ કરનારા દાતા બાબુભાઈ રાકાણી અને તેમના પરિવારનું સન્માન કરાયું

Ritesh Parmar

Leave a Comment