Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

Our Visitor

009905
Total Users : 9905
Total views : 11592
Who's Online : 2

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

સુરત જિલ્લાના કોંગ્રેસના મંત્રી જીગ્નેશ મોદી આક્રમક મૂડમાં

હવે DGVCL ane SMC કામ કરવાની જગ્યાએ એકબીજાને ખો આપી રહ્યા છે : જીગ્નેશ મોદી

પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે હંમેશા લડત આપતાં કોંગ્રેસના નેતા અને સમાજ સેવક જીગ્નેશ મોદી કરશે ધરણા

લોકોના જીવ જોખમાય તેવી જગ્યાએ થી ઇલેક્ટ્રિક પેટી હટાવવી જરૂરી :જીગ્નેશ મોદી

અનેકવાર રજૂઆતો તેમ છતાં આંખ આડા-કાન કરતી DGVCL અને SMC : જીગ્નેશ મોદી

હવે તો ગાંધી ચિંધ્યા માર્ગે થશે આંદોલન : જીગ્નેશ મોદી

સુરતના અડાજણમાં લોકોનું જીવ જોખમમા મુકાય તેવા જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે જ કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી સ્થાનિકો સાથે મળીને ધરણા કાર્યક્રમ કરશે. નોંધનીય છે કે
ડીજીવીસીએલ દ્વારા જીવતા બોમ્બ સમાન લગાવાયેલ પેટીઓ હટાવવા માટે કોંગ્રેસના નેતા જીગ્નેશ મોદીએ ડીજીવીસીએલ અને એસએમસીને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં જીવતા બોમ્બ સમાન પેટીને ખસેડવાના મુદ્દે સમગ્ર દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. અને કામ કરવાની જગ્યાએ એક બીજાને ખો આપી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે.

સુરતના અડાજણમાં પટેલ ડેરીની પાસે સુમેરુ રેસીડેન્સીની બાજુમાં સીમંદર કેમ્પસ નજીક ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન માટે મહાકાય જીવતા જાગતા બોમ્બ સમાન ડીપી લગાવવામાં આવેલી છે. રહેણાંક વિસ્તારમાં લગાવેલી આ મસ્ત મોટી ડીપીને કારણે કોઈપણ મોટી ઘટના બની શકે છે. ડીજીવીસીએલ ની આ ડીપી ની પાસે 10 થી 15 જેટલી શાકભાજીની લારીઓ પણ ઉભી રહે છે આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ હોય છે. આ જાહેર માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો લોકો પસાર થતા હોય છે..

ડીજીવીસીએલની આ બોમ્બ સમાન જીવતી પેટી ને ખસેડવા માટે સ્થાનિક નેતા જીગ્નેશ મોદીએ મુહિમ છેડી છે.. કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીએ dgvcl ની બોમ સમાન આ પેટીને ખસેડવા માટે ડીજીવીસીએલના અધિકારી અને એસએમસીના અધિકારીને અનેક વખત રજૂઆત કરી છે. ડીજીવીસીએલના અધિકારીઓ કહે છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીપી અન્ય જગ્યાએ ખસેડવા માટે જગ્યા આપવામાં આવી રહી નથી.

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધર્મેશ મિસ્ત્રીને અગાઉ પણ ટાઇમ્સ ઓફ અમદાવાદ ન્યુઝ દ્વારા જાણ કરવામાં આવી હતી અને જે તે સમયે તેમણે કહ્યું હતું કે આ અંગે મને મારા એક્ઝિક્યુટિવ ને પૂછવું પડશે કોઈ રજૂઆત કરાવી છે કે કેમ તેઓ જવાબ આપ્યો હતો. જ્યારે અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધર્મેશ મિસ્ત્રીને ફોન કરીને વિગતો મેળવવાનો પ્રયાસ કરતા તેમને ફોન ઉઠાવવાની તસ્દી લીધી નહોતી. જેથી હવે આવનાર સમયમા કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ધરણા કરી સખત વિરોધ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.


સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

Related posts

એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય પથ છે: વડાપ્રધાન

Ritesh Parmar

સુરત / ઓલપાડ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા દર્શન નાયકનો ભવ્ય સ્વાગત, સ્નેહ મિલન કાર્યક્રમમાં સમર્થકો, કાર્યકર્તાઓ, અને સ્થાનિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા

Ritesh Parmar

બાંગ્લાદેશ જઈ રહેલા પ્લેનના પાઇલોટને હાર્ટઅટેક આવ્યો, કો-પાઇલોટે નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરી મુસાફરોના જીવ બચાવ્યા

Ritesh Parmar

Leave a Comment