Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

અહેવાલ – સૌરવ ઘાંઘેકર / આકાશ સીસોદીયા

અમદાવાદ શહેરના છેવાડે આવેલા સરખેજ માંથી ચોકાવનારી વિગત સામે આવી રહી છે. જેમાં જમીનની અદાવતમાં 80 થી 100 જેટલા માણસોનું ટોળું હથિયારો સાથે ઘસી આવ્યું હતું. અને આ ટોળામાંથી 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ધોળા દિવસે ખુલ્લેઆમ ધડાધડ ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગેની જાણ સરખેજ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. અને ત્યારબાદ પોલીસે આતંક મચાવનાર ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ, હત્યા, અને રાઇટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.લોકોમાં પોલીસનો હવે ડર રહ્યો નથી. અનેક વિસ્તારો એવા છે જ્યા ભાઇગીરી કરતા લોકોના ત્રાસ વધી ગયો છે જેને કારણે સામાન્ય નાગરિકોને ડરીને રહેવું પડે છે. પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક પગલા ભરવા જોઇએ. સરખેજમાં જમીન અદાવતમાં કરાયેલા ધડાધડ ફાયરિંગની ઘટનાએ વિસ્તારમાં ભય ફેલાવ્યો છે ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી તેમની સામે કડક પગલા લેવા જોઇએ અને શહેરમાં ફરી શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થીતી જાળવાય તેવી માંગ ઉઠી છે. શહેરમાં તહેવારોના સમયે જ આ પ્રકારની ગુનાખોરી વધતાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે.


અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

Related posts

સુરત બનેલ ગ્રીષ્મા હત્યાંકાંડ બાદ હવે જરૂર છે કે બાળકોને સ્કૂલમાં સજા કરવા માટે શિક્ષકોને છૂટ આપવી જોઈએ! જેથી ફરી કોઈ ફેનિલ પેદા ના થાય

Ritesh Parmar

સુરત ક્રાઈમ સીટી બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાં માંગતા પોસ્ટરો લાગ્યા, ઉપરા છાપરી હત્યાં,લૂંટ, બળાત્કાર, ખંડણીના બનાવો બનતા ગૃહમંત્રીનો વિરોધ કરતા બેનરો લગાવાયા

Ritesh Parmar

સુરત ગ્રામ્યમા શેરડી અને ઘાસચારાની આડમાં ટેમ્પોમા છુપાવી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડતી મહુવા પોલીસ, વિદેશી દારૂના જથ્થા સહીત 3 ની ધરપકડ, કુલ 2.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ritesh Parmar

Leave a Comment