Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બેંગલુરુ/ કન્નડ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોજન્યાએ ફાંસી ખાઈ આત્મહત્યાં કરી, પોલીસને સુસાઈડ નોટ મળી

બેંગલુરુ/ કન્નડ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોજન્યાએ ફાંસી ખાઈ આત્મહત્યાં કરી, પોલીસને સુસાઈડ નોટ મળી

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

બેંગલુરુ/ કન્નડ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોજન્યાએ ફાંસી ખાઈ આત્મહત્યાં કરી, પોલીસને સુસાઈડ નોટ મળી
કન્નડ અભિનેત્રી સોજન્યા એ આત્મહત્યાં કરી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ફિલ્મ અને ટીવી ઉદ્યોગ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કન્નડ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોજન્યા (Soujanya) એ આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીનો મૃતદેહ તેના બેંગલુરુના ઘરમાંથી તેના બેડરૂમમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે તેને તોડવામાં આવ્યો તો અંદર અભિનેત્રીનો મૃતદેહ પંખા નીચે લટકી રહ્યો હતો.

અભિનેત્રીના પગ પરના ટેટૂના નિશાન દ્વારા તેની ઓળખ થઈ. રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

સુસાઈડ નોટમાં સાથ આપનારાઓનો માન્યો આભાર
એક્ટ્રેસે સુસાઈડ નોટમાં ડિપ્રેશનની કબૂલાત કરી છે. પોલીસ હવે આ કેસમાં સૌજન્યના માતા -પિતા અને તેમના મિત્રોની પૂછપરછ કરી રહી છે. પોલીસ જાણવા માંગે છે કે શું અભિનેત્રી પોતે આ પરિસ્થિતિ માટે જવાબદાર હતી કે પછી તે તેને ઉશ્કેરવામાં આવી હતી. સૌજન્યએ સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે તેને કોઈ બીમારી નથી, પરંતુ તે માનસિક સમસ્યાઓથી પીડિત હતી. સુસાઈડ નોટમાં તેણે એવા બધા લોકોનો આભાર માન્યો છે જેમણે આવા સમયે તેમનો સાથ આપ્યો.

પોલીસ જાણવા માંગે છે કે શું અભિનેત્રી પોતે આ પરિસ્થિતિ માટે જવાબદાર હતી કે પછી તે તેના માટે ઉશ્કેરવામાં આવી હતી. સૌજન્યએ સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે તેને કોઈ બીમારી નથી, પરંતુ તે માનસિક સમસ્યાઓથી પીડિત હતી. ચિઠ્ઠીમાં, તેમણે એવા બધા લોકોનો આભાર માન્યો છે જેમણે મુશ્કેલ સમયે તેનો સાથ આપ્યો.

કન્નડ ઈંડસ્ટ્રીને મોટો ઝટકો
સૌજન્યએ ઘણી પ્રખ્યાત ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું હતું. તે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોનો પણ ભાગ રહી છે. પોલીસ હવે તે લોકો પાસેથી પણ પુરાવા મેળવવાનો પ્રયાસ કરી રહી છે જેમની સાથે સૌજન્યએ કામ કર્યું છે.

આ સમાચાર કન્નડ ઉદ્યોગ માટે પણ આઘાતજનક છે, કારણ કે થોડા દિવસો પહેલા જ અભિનેત્રી જયશ્રી રમૈયાએ પણ આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યા પાછળ માનસિક બીમારી અને સંઘર્ષ પણ માનવામાં આવતો હતો. જ્યારે આ વર્ષની શરૂઆતમાં, ‘બિગ બોસ કન્નડ’ ફેમ ચૈત્ર કુટૂરે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.


બેંગલુરુ/ કન્નડ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોજન્યાએ ફાંસી ખાઈ આત્મહત્યાં કરી, પોલીસને સુસાઈડ નોટ મળી

Related posts

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Ritesh Parmar

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

Ritesh Parmar

સાયબર સેફ્ટી એન્ડ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત અમદાવાદની સેવ હ્યુમિનિટી સંસ્થા દ્વારા પુસ્તકનું વિતરણ કરાયું! અટલબ્રિજ પર આવતા સહેલાણીઓને સાયબર સેફ ગર્લ બુક આપી સુરક્ષાની સમજૂતી અપાઈ

Ritesh Parmar

Leave a Comment