Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / રખડતા આખલાએ સિંગળા થી ભેટુ મારી 75 વર્ષના વૃદ્ધનું જીવ લઈ લીધો,બચાવમાં પડેલા દીકરા અને પાડોશીને પણ આખલાએ ઈજાગ્રસ્ત કર્યા

અમદાવાદ / રખડતા આખલાએ સિંગળા થી ભેટુ મારી 75 વર્ષના વૃદ્ધનું જીવ લઈ લીધો,બચાવમાં પડેલા દીકરા અને પાડોશીને પણ આખલાએ ઈજાગ્રસ્ત કર્યા

Our Visitor

013142
Total Users : 13142
Total views : 15382
Who's Online : 2

અમદાવાદ / રખડતા આખલાએ સિંગળા થી ભેટુ મારી 75 વર્ષના વૃદ્ધનું જીવ લઈ લીધો,બચાવમાં પડેલા દીકરા અને પાડોશીને પણ આખલાએ ઈજાગ્રસ્ત કર્યા
મૃતક કાંતિલાલ બેવડીયાભાઈ મલકિયા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ, મંગળવાર

અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો તેમ લાગી રહ્યો છે.શહેરમાં રસ્તે રખડતા ઢોરોને લઈ લોકોને ઘણીવાર જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.ત્યારે ફરી એક વાર શહેરમાં રસ્તે રખડતા ઢોરના લીધે એક વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.


 મળતી માહિતી મુજબ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ રાજધાની સોસાયટી, છારાનગર પાણીની ટાંકી પાસેનો બનાવ સામે આવ્યો છે.વૃદ્ધને સવારે સામાન્ય તબિયત લથડતા તેમનો પુત્ર અને પાડોશી એક્ટિવા પર બેસાડી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જતા હતા.તે દરમિયાન સોસાયટીથી બહાર નીકળતા થોડાક જ અંતરે ઢોરે પાછળથી આવીને શિંગળાથી ભેટુ માર્યું હતું.જેને લઈ એક્ટિવા પર સવાર વૃદ્ધ ,તેમનો પુત્ર અને પડોશી નીચે પટકાયા હતા.જ્યારે વૃદ્ધને ઢોરે આવીને છાતી પર મૂકી દેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.તો બીજી બાજુ પુત્ર અને પડોશીને હાથ અને ખભાના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચી હતી.જોકે ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે મૃતક વૃદ્ધનું નામ કાંતિલાલ મલકિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટનાના લીધે સ્થાનિક રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર રોષ ઠાલવ્યો હતો. જેમાં એક રહીશે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરદારનગર કુબેરનગર માંજ નહી પરંતુ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના લીધે સ્થાનિક જનતા તેમજ રોડ રસ્તા અને સોસાયટીમાં અવર જવર કરતા લોકો અને વાહન ચાલકોને ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે. કેટલીક વખત રખડતા ઢોર રસ્તાની વચ્ચે બેસી જાય છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો બીજીતરફ અમુક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે આખલાઓ રાહદારીઓ ઉપર અચાનક હુમલો કરી ઇજા પહોંચાડી દેતા હોય છે.તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રખડતા ઢોર બાબતે કોઈપણ રીતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોનું માનવું છે કે તંત્ર આવા પ્રકરણમાં તોડબાજી અને હફ્તાખોરી કરવામાંથી ઉપર નથી આવતી.

આજે બનેલી દુઃખદ ઘટનામાં એક 75 વર્ષીય વયોવૃદ્ધને આખલાએ સિંગળા વડે ભેટુ અને છાતી ઉપર પગ મારતા કાંતિલાલ બેવડીયાભાઈ મલકિયાના ઘટના સ્થળેજ પ્રાણ પખેરું ઉડી ગયા હતા.આ બનાવના લીધે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


અમદાવાદ / રખડતા આખલાએ સિંગળા થી ભેટુ મારી 75 વર્ષના વૃદ્ધનું જીવ લઈ લીધો,બચાવમાં પડેલા દીકરા અને પાડોશીને પણ આખલાએ ઈજાગ્રસ્ત કર્યા

Related posts

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Ritesh Parmar

મહિલા IPS અધિકારીની પોલીસ કર્મચારી સાથે જો હુકમી, મારા ઘરે કામ કરવું પડશે નહિતર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દઈશ!ગૃહમંત્રીને ફરીયાદ કરાઈ,

Ritesh Parmar

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

Ritesh Parmar

Leave a Comment