Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારે વરસાદમાં લોકોની વહારે આવી સરખેજ પોલીસ: રેસ્ક્યુ, ફૂડ પેકેટ અને પાણીના નિકાલ માટે ખડેપગે

ભારે વરસાદમાં લોકોની વહારે આવી સરખેજ પોલીસ: રેસ્ક્યુ, ફૂડ પેકેટ અને પાણીના નિકાલ માટે ખડેપગે

Our Visitor

011980
Total Users : 11980
Total views : 14007
Who's Online : 0

ભારે વરસાદમાં લોકોની વહારે આવી સરખેજ પોલીસ: રેસ્ક્યુ, ફૂડ પેકેટ અને પાણીના નિકાલ માટે ખડેપગે

અહેવાલ – રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદ:અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના સરખેજ અને બોપલ સહિતના વિસ્તારોમાં વિક્રમી વરસાદ ખાબકતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી કુદરતી આફતની ઘડીમાં સરખેજ પોલીસ સ્ટેશનની ટીમ કાયદો અને વ્યવસ્થાની સાથે જનતાની સુરક્ષા માટે ‘દેવદૂત’ બનીને મદદે આવી પહોંચી છે.

LJ કોલેજના વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું:-

સરખેજ વિસ્તારમાં આવેલી LJ કોલેજ નજીક અચાનક પાણીનું સ્તર વધી જતાં સેંકડો વિદ્યાર્થીઓ અધવચ્ચે ફસાઈ ગયા હતા. વાહનો બંધ પડી જતાં અને રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ વચ્ચે સરખેજ પોલીસે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. પોલીસ જવાનોએ જાતે પાણીમાં ઉતરીને તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને તેમને બસ સ્ટેન્ડ તેમજ સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

આખી રાત ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ:-

અતિભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે લોકોના ઘરમાં રસોઈ બનાવવી પણ અશક્ય બની ગઈ હતી. આ કપરા સમયે સરખેજ પોલીસે સંવેદનશીલતા દાખવીને આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું. પોલીસ કમિશનરની સૂચના હેઠળ સરખેજ પોલીસના જવાનોએ પૂર પ્રભાવિત ઘરો સુધી પહોંચીને હજારો ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું.

જુઓ વિડીયો…….

પાણીનો નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થા સુધારી:-

બીજી તરફ એસ.જી. હાઈવે અને સરખેજ સર્કલ આસપાસ પાણી ભરાવાને કારણે મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. સરખેજ પોલીસે માત્ર ટ્રાફિકનું જ નિયમન ન કર્યું, પરંતુ ગટરના મુખ પર જામી ગયેલો કચરો જાતે સાફ કરીને પાણીના નિકાલની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી.

મુસીબતના આ સમયમાં સરખેજ પોલીસની આ ત્વરિત અને માનવતાવાદી કામગીરીની સોશિયલ મીડિયા પર અને સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે ખાખી વર્દી ખરા અર્થમાં રક્ષક સાબિત થઈ છે.


ભારે વરસાદમાં લોકોની વહારે આવી સરખેજ પોલીસ: રેસ્ક્યુ, ફૂડ પેકેટ અને પાણીના નિકાલ માટે ખડેપગે

Related posts

રાજ્યમાં હવે કોરોનાકાળ માં રસીકરણ એજ રામબાણ ઈલાજ! રાજ્યમાં સ્કૂલ કોલજમાં રસી કરણ નું મહાઅભિયાન યોજાયું

Ritesh Parmar

કેવી રીતે ભણશે ગુજરાત! ખેડબ્રહ્માની એક પ્રાથમિક શાળા ગામ ભરોસે, ગ્રામજનોના સહયોગ થી ચાલી રહી છે સ્કૂલ, ભાડાના મકાનમાં ભણે છે બાળકો, શિક્ષણ અધિકારીઓને અનેક રજુઆત પરંતુ પરિણામ શુન્ય

Ritesh Parmar

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Ritesh Parmar

Leave a Comment