Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત જિલ્લામાં કોરોના કાળમાં ફાળવેલી ૪.૨૧ કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટની તપાસની માગ!
અનેક કર્મચારીઓને નાણા ન મળ્યાની રાવ, સમગ્ર મામલે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના

સુરત જિલ્લામાં કોરોના કાળમાં ફાળવેલી ૪.૨૧ કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટની તપાસની માગ!અનેક કર્મચારીઓને નાણા ન મળ્યાની રાવ, સમગ્ર મામલે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

સુરત જિલ્લામાં કોરોના કાળમાં ફાળવેલી ૪.૨૧ કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટની તપાસની માગ!અનેક કર્મચારીઓને નાણા ન મળ્યાની રાવ, સમગ્ર મામલે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના

સરકાર દ્વારા કોવિડ-૧૯ રસીકરણ અભિયાન માટેના ખર્ચ અંગેની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા બ્લોક કક્ષાઍ ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા આશા ફેસિલિટર અને આશાવર્કરના કર્મચારીઓને રૂ. ૪.૨૧ લાખની ઇન્સેન્ટિવ ગ્રાન્ટ ૨૫મી માર્ચ-૨૦૨૧માં ફાળવવામાં આવી હતી, પરંતુ કેટલાંક કર્મચારીઓને નાણા ન મળ્યાïની રાવ ઉઠવા પામી છે.ત્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગાયબ થઇ? તેવા અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્ના છે. આ અંગે માજી વિરોધ પક્ષના નેતા અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે તપાસની માગ કરી છે.

દર્શન નાયક : નેતા કોંગ્રેસ

કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ. વિભાગ) ગાંધીïનગર દ્વારા ૨૫ માર્ચના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસ (હેલ્થ) અને નાયબ નિયામકને પત્ર પાઠવી કોવિડ-૧૯ રસીકરણ અભિયાન માટેના ખર્ચ અંગેની સરકારની ગાઇડલાઇનના મુદ્દા નંબર ૫.૮, ૫.૯ તથા ૬.૨ મુજબ અંગેનો ખર્ચï આપના લેવલેથી કરવાનો છે. બાકીના મુદ્દામાં ગાઇડલાઇન મુજબ ખર્ચ કરવા મંજૂરી આપવામાં આવી હતી. 

જે મુજબ સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૫૯૦ આશા વર્કરો, ૧૨૯ આશા ડ્રેસલિટરને રૂ. ૪,૨૧,૯૩૭૦૬ રૂપિયાની ગ્રાન્ટ એન એચ એચઍમ હેઠળ ફાળવવાની થતી હતી. પરંતુ આ ગ્રાન્ટ માટે એવું કહેવામાં આવે છે કે અનેક કામ કરનાર કર્મચારીઓને આ ઇન્સેન્ટિવની રકમ ફાળવવામાં આવી નથી તો ઍક વર્ષ ઉપરાંતનો સમય વીતિ ગયો છે. ત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગઇ? તે તપાસનો વિષય બને છે. આ ફાળવવામાં આવેલી ગ્રાન્ટની તપાસ કરવામાં આવેલો ગેરરીતિ બહાર આવવાની સંભાવના છે. જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષ નેતા અને પ્રદેશ કોગ્રેસ મહામંત્રી દર્શન નાયકે કમિશનર આરોગ્ય વિભાગ અને તબીબી સેવા અને તબીબી શિક્ષણ તથા મુખ્યમંત્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પત્ર લખી તપાસની માગ કરી છે. 

આરોગ્ય વિભાગ અને તેના તાલુકા હેલ્થ કચેરીને પણ ગ્રાન્ટ ફાળવાઇ હતી તેની પણ તપાસ કરો: દર્શન નાયક.

દર્શન નાયકે જણાવ્યું કે, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ અને તેની કામરેજ, પલસાણા, બારડોલી, ઓલપાડ, માંગરોળï સહિત નવ તાલુકા હેલ્થ બ્લોકને પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઇ હતી. જેની જિલ્લા વિકાસ અધિકારીઍ ખર્ચ કરવાની સત્તા આપી હતી. જેમાં મહિલા હેલ્થ વર્કર, પુરૂષ હેલ્થ વર્કર અને ફાર્માસીસ્ટને આપવા માટે ફાળવવામાં આવી હતી. આ ઇન્સેન્ટિવની રકમ પણ બ્લોક લેવલે ફાળવી હોવાનું કહેવાય છે. જે ફાળવાયેલી રકમની તપાસ કરવામાં આવે, કોવિડ-૧૯માં કર્મચારીઓઍ જાનના જાખમે સેવા બજાવી હતી. આ રકમ બ્લોકને ફાળવી દેવાયા પછી શું થયું? તેની પણ ખબર પડતી નથી. 


સુરત જિલ્લામાં કોરોના કાળમાં ફાળવેલી ૪.૨૧ કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટની તપાસની માગ!<br>અનેક કર્મચારીઓને નાણા ન મળ્યાની રાવ, સમગ્ર મામલે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના

Related posts

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

Ritesh Parmar

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન અને અપશબ્દ બોલી મામલતદારને ખખડાવવાના મામલે સાંસદ સામે મોરચો! કાલથી મામલતદારો કાળી પટ્ટી બાંધી ફરજ પર આવશે, 4 માર્ચથી સીએલ પર ઉતરશે!

Ritesh Parmar

છારાનગર પોલીસ દમન કેસ મામલો!
આજે મેટ્રો કોર્ટમાં પી.એસ. આઈ. ધીલ્લોન હાજર રહેતા કોર્ટે માંગ્યા જામીન:
IPS અશોક યાદવ ,સ્વેતા શ્રીમાળી સહિત, PI વિરાણી, PSI મોરીએ હાજર નહિ રહેવા રિપોર્ટ મોકલ્યો

Ritesh Parmar

Leave a Comment