
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદ તા.17
છારાનગર પોલીસ દમણ કેસમાં કોર્ટે સમન્સ જારી કરતા પી.એસ.આઇ ધીલ્લોન હાજર રહયા હતા ત્યારે આઈ. પી.એસ. અશોક યાદવ,સ્વેતા શ્રેમાળી અને પી આઇ. વિરાણી પી એસ આઈ મોરી અન્ય કોર્ટના કામમાં રોકાયેલા હોવાથી મુદ્દત મેળવવા અરજી આપી હતી. જ્યારે મેટ્રોકોર્ટના જજ એચ. બી.કાપડીયાએ ધીલ્લોનના 10 હજારના જામીન લઈ વધુ સુનાવણી 7મી એપ્રિલે મુલતવી રાખી છે.

આ કેસની વિગત એવી છે કે,ગઈ તા.26 જુલાઈ 2018ના રોજ પી.એસ.આઈ ડી.કે.મોરીએ પોલીસમાં કંટ્રોલ મેસેજ કર્યો હતો કે છારાનગરમાં રેડ કરવા જતાં લોકોના ટોળાએ હુમલો કર્યો છે.ત્યારબાદ શહેર પોલીસનો કાફલો છારાનગરમાં આવી નિર્દોષ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યો હતો.ઘરની બહાર પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી હતી.જેમાં સામાજિક કાર્યકર આતિષ ઇન્દ્રેકરને ગંભીર રીતે માર મારતા તેમણે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર મારફત મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી.આરોપીઓમાં સેક્ટર 2ના જેસીપી અશોક યાદવ, ઝોન 4 સ્વેતા શ્રીમાળી,પી.આઈ. વિરાણી,પી.એસ આઇ. ડી.કે.મોરી,જે.જી.ધીલ્લોન સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ મામલે મેટ્રોકોર્ટના મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડીયાએ પોલીસ સામે 197 નો બાધ નડતો નથી.તેમની ફરજ ઉપર જઇ ને કૃત્ય કર્યું છે.તમામની સામે ગુન્હો નોંધી સમન્સ જારી કર્યા હતા. આજ રોજ તમામ પોલીસ આરોપીઓને સમન્સની બજવણી થતા પી.એસ આઇ ધીલ્લોન હાજર રહ્યા હતા.કોર્ટે તેમના પાસે થી 10 હજારના જામીન લીધા હતા.અન્ય આરોપીઓ એ મુદ્દત રિપોર્ટ રજૂ કરી સમય ની માંગ કરી હતી.આ મામલે 7મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.







Total Users : 13078
Total views : 15315
Who's Online : 0