Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

“ગુનો અંધારામાં, ન્યાય સરેઆમ! વટવાના ચાર માળિયામાં ચા બનાવવાના બહાને બોલાવી માસૂમ સાથે દુષ્કર્મ,વટવા પોલીસની સિંહ ત્રાડ… જાણો કેવી રીતે પકડાયો પાડોશી જલાદ

“ગુનો અંધારામાં, ન્યાય સરેઆમ! વટવાના ચાર માળિયામાં ચા બનાવવાના બહાને બોલાવી માસૂમ સાથે દુષ્કર્મ,વટવા પોલીસની સિંહ ત્રાડ… જાણો કેવી રીતે પકડાયો પાડોશી જલાદ

Our Visitor

002983
Total Users : 2983
Total views : 3659
Who's Online : 1

“ગુનો અંધારામાં, ન્યાય સરેઆમ! વટવાના ચાર માળિયામાં ચા બનાવવાના બહાને બોલાવી માસૂમ સાથે દુષ્કર્મ,વટવા પોલીસની સિંહ ત્રાડ… જાણો કેવી રીતે પકડાયો પાડોશી જલાદ

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદના પૂર્વ વિસ્તારના વટવાના સાંકડા ગલી-કૂંચાઓમાં એ બપોરે સન્નાટો નહોતો, પણ એક ભયાનક શાંતિ છવાયેલી હતી. ૩૦ જૂનની એ ઘડીએ, જ્યારે આખું શહેર ગરમીથી બચવા બારી-બારણાં બંધ કરીને બેઠું હતું, ત્યારે પાડોશમાં રહેતો એક ૩૪ વર્ષનો જલાદ પોતાની હવસની જાળ વણી રહ્યો હતો. નામ એનું ઈમ્તિયાઝ ઉર્ફે બાવા શેખ—ચાર સંતાનોનો બાપ, જેમાંથી એક દીકરી તો ખુદ ભોગ બનનાર માસૂમ જેટલી જ ઉંમરની હતી. પણ કહેવાય છે ને કે જ્યારે માણસ પર હેવાનિયત સવાર થાય, ત્યારે લોહીના સગા સંબંધો અને ઉંમરની મર્યાદાઓ ઓગળી જાય છે.

☕ ચાનું બહાનું અને હેવાનનો મનસૂબો”
ભાભી, ઘરમાં કોઈ નથી… જરા દીકરીને મોકલોને, ચા બનાવી આપે.” આ એ શબ્દો હતા જેણે એક માસૂમ નાનકડી પાંખોવાળા પંખીને શિકારીના પાંજરા તરફ ધકેલી દીધું. ૧૩ વર્ષની એ સગીરા, જેના મનમાં પાડોશી માટે માન હતું, તે રસોડામાં ગઈ. ચા બની, સુગંધ હવામાં પ્રસરી, પણ એ સુગંધ પાછળ છુપાયેલી બદબૂ સગીરા ઓળખી ન શકી. નરાધમે તેને નીચેથી નાસ્તો લેવા મોકલી, અને જેવી એ બાળકી રૂમમાં પરત ફરી… ઓરડાનો દરવાજો અને સગીરાની જિંદગીનો ઉજાસ બંને એકસાથે બંધ થઈ ગયા.દુષ્કર્મ આચર્યા બાદ, નરાધમે બાળકીની આંખોમાં પોતાના મોતનો ડર ભરી દીધો: “જો કોઈને કીધું છે, તો જાનથી મારી નાખીશ!” માસૂમ ડરી ગઈ, થથરી ગઈ. હોઠ સિવાઈ ગયા, પણ કાળજું ચિરાઈ ગયું હતું.

🔍 માની આંખો અને ખાખીની એન્ટ્રી:-

ગુનો ગમે તેટલો અંધારામાં થાય, કુદરત તેનો પુરાવો છોડી જ દે છે. દીકરીના ચહેરા પરની ફીકાશ અને આંખોની ભયભીત ખામોશી તેની માતાથી છુપી ન રહી. ૧ જુલાઈની એ સવાર… જ્યારે સગીરા નરાધમના ડરના પહાડને તોડીને માતાના ખોળામાં ચોધાર આંસુએ રડી પડી. આપવીતી સાંભળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ તેઓ અટક્યા નહીં, તેઓ સીધા પહોંચ્યા વટવા પોલીસ સ્ટેશને.
અહીંથી શરૂ થાય છે ખાખી વર્દીનો અસલી રોમાંચ અને ન્યાયનો પ્રચંડ અધ્યાય.

⚡વટવા પોલીસની સુપરફાસ્ટ સ્ટ્રાઈક:કલાકોમાં શિકાર સ્પોટ પર!

ફરિયાદ નોંધાતા જ વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. અનિલ વછેટા (પોલીસ ઇન્સ્પેક્ટર) અને તેમની ટીમના બાહોશ કોન્સ્ટેબલો એક્શન મોડમાં આવી ગયા. પોલીસ માટે આ માત્ર એક ગુનો નહોતો, પોતાની હદમાં એક માસૂમ દીકરીના આત્મસન્માન પર થયેલો ઘા હતો.

ઓપરેશન ઈગલ આઈ:-

પોલીસે વિલંબ કર્યા વગર પોક્સો (POCSO) અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.

ગલીઓ સીલ, નરાધમ ચોંકેલો:

આરોપી ઈમ્તિયાઝ વિચારી રહ્યો હતો કે બાળકી ડરીને ચૂપ રહેશે. તે ભાગવાની ફિરાકમાં જ હતો ત્યાં જ વટવા પોલીસની ટુકડીએ ગણતરીની મિનિટોમાં ‘ચાર માળિયા’ વિસ્તારને કોર્ડન કરી લીધો.

ધડપકડની પળ:

કોઈ ફિલ્મી સીનની જેમ, પોલીસના જવાંમર્દોએ નરાધમ ઈમ્તિયાઝના ઘરના દરવાજે ટકોરા માર્યા. કાયદાનો સકંજો એવો કસાયો કે ધમકીઓ આપનારો નરાધમ પોલીસને જોઈને ધ્રૂજવા લાગ્યો. વટવા પોલીસે તેને એવો દબોચ્યો કે તેને પલટવાર કરવાનો કે ભાગવાનો મોકો જ ન મળ્યો.

🎖️ સલામ ખાખી: કાયદાનો ખોફ અને જનતાનો વિશ્વાસ:-

વટવા પોલીસની આ સરાહનીય અને સુપરફાસ્ટ કામગીરીએ સાબિત કરી દીધું કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, કાયદાના હાથ તેના ગળા સુધી પહોંચી જ જાય છે. પોલીસે જે સંવેદનશીલતાથી પીડિત પરિવારને સાંભળ્યો અને જે આક્રમકતાથી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો, તેનાથી સમગ્ર વટવા પંથકમાં પોલીસની છબી વધુ મજબૂત બની છે.આજે એ નરાધમ લોકઅપના અંધારામાં પોતાની કાળી કરતૂતોનો હિસાબ આપી રહ્યો છે, અને વટવા પોલીસના એ જાંબાઝ ઓફિસરો ફરી એકવાર વટવાની સડકો પર કોઈ અન્ય માસૂમની રક્ષા કરવા નીકળી પડ્યા છે.


“ગુનો અંધારામાં, ન્યાય સરેઆમ! વટવાના ચાર માળિયામાં ચા બનાવવાના બહાને બોલાવી માસૂમ સાથે દુષ્કર્મ,વટવા પોલીસની સિંહ ત્રાડ… જાણો કેવી રીતે પકડાયો પાડોશી જલાદ

Related posts

અમદાવાદ શહેરના નવા મેયર પ્રતિભા જૈન બન્યા, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરાઈ

Phone: 9998685264.

ગુજરાત રાજ્યમાં સ્કૂલોમા ભણવા જતા બાળકોની ચિંતા કરતા વાલીઓમાં ફફડાટ, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી, શાળાઓમાં બાળકોની હાજરી ઘટી

Phone: 9998685264.

તારક મહેતાની બબીતાજી નો દિલ જેઠાલાલ સાથે નહી પણ તેના પુત્ર ટપ્પુ સાથે મળી ગયો,9 વર્ષ નાના ટપ્પુ સાથે થયો પ્રેમ,

Phone: 9998685264.

Leave a Comment