Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર / વહીવટદારો બદલવાથી વિસ્તારની પરિસ્થિતિ નહી બદલાય! PI સાહેબ તમારી ફરજમાં ઈમાનદારી થી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થશે

સરદારનગર / વહીવટદારો બદલવાથી વિસ્તારની પરિસ્થિતિ નહી બદલાય! PI સાહેબ તમારી ફરજમાં ઈમાનદારી થી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થશે

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

સરદારનગર / વહીવટદારો બદલવાથી વિસ્તારની પરિસ્થિતિ નહી બદલાય! PI સાહેબ તમારી ફરજમાં ઈમાનદારી થી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થશે

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે જગ જાણીતું વિસ્તાર હોય તો તે સરદારનગર પોલીસ સ્ટેશન. આ વિસ્તાર વર્ષોથી ગુનાખોરી માટે જાણીતું છે. દેશી ઇંગ્લિશ દારૂ, ગાંજો ચરસ,એમડી જુગારના અડ્ડાઓ, ક્રિકેટ સટ્ટો, દારૂ ગાળવા માટેનો અખાદ્ય ગોળ, ભેળસેળ વાળી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ પોલીસની મિલી ભગત થી બેરોકટોક વેચાતી હોય છે. પરંતુ એકાદ પોલીસ અધિકારીઓ સિવાય આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા નિષ્ફળ નીવડ્યા છે.

જો વાત કરીયે હાલની પરિસ્થિતિની તો અત્યારે પણ સરદારનગર વિસ્તારમાં ઉપરોક્ત બતાવેલ તમામ ગેરકાયદેસર નશાનો વ્યાપાર યુવાધનને બરબાદ કરવા માટે ચરસ, ગાંજો, અને એમડીનો વ્યાપાર સ્થાનિક પોલીસની મિલીભગત થી થઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની હાટડીઓ, ઇંગ્લિશ દારૂના ઘેર ઘેર અડ્ડાઓ, રાત પડતા નાના મોટા યુવાનો
ગાંજા, ચરસ અને એમડી જેવી ખતરનાક વસ્તુઓનું સેવન કરતા નજરે પડે છે કે જેનાથી તેમનું જીવન નરક સમાન બને છે. તેમ છતાં સરદારનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરને આ બધી બાબતો થી કોઈ ફરક નથી પડતો. કારણ કે સરદારનગર પોલીસ સ્ટેશન પોલીસ અધિકારીઓ માટે પૈસા કમાવવા માટેનો ક્રીમ પોલીસ સ્ટેશન છે. મોટા બુટલેગરો અને જુગારના અડ્ડાઓ ચલાવનાર અસામાજિક તત્વોને છાવરી નાના માણસો ઉપર દેખાવ પૂરતા ગુના દાખલ કરી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અને ઝોન 4 ડીસીપી સાહેબને પોતે સારી કામગીરી કરવાનો ડોળ કરતા નજરે પડે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી છે. નાના મોટા બુટલેગરોના ત્યાં રેડો કરી મહેફિલના કેસો કરે એવીજ રીતે રોડ નાકા ઉપર રમતા નાના જુગારીઓ ઉપર કેસો કરી મસમોટા તોડ કરી લેવામાં આવે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

સરદારનગર PI એ ત્રણ મહિનામાં ચાર વહીવટદારો બદલ્યા….

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી એસ મલિક એક નિષ્ઠાવાન અને પ્રામાણિક IPS અધિકારીની છાપ ધરાવે છે. મલિક સાહેબ દ્વારા અમદાવાદ શહેરમાં 50 થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેમાં પોલીસ કમિશ્નર દ્વારા દરેક પોલીસ ઇન્સ્પેકટેરોનું બારીકાઇ થી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેમને નવા પોલીસ સ્ટેશનના ચાર્જ સોંપવામાં આવ્યા હતા. એટલુંજ નહી પણ પોલીસ કમિશ્નરે એવુ પણ કહ્યું હતું કે અમે પોલીસ ઇન્સ્પેક્ટરની લાયકાત જોઈને તેમને પોસ્ટિંગ આપીશુ. પરંતુ સરદારનગરની ભૌગોલિક પરિસ્થિતિ જોઈને એવુ લાગે છે કે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે અધિકારીઓ મુકવામાં ક્યાંક ભૂલ તો નથી કરી ગયા. કારણકે જ્યારથી સરદારનગર પોલીસ સ્ટેશનમાં નવા PI અને તેમની સાથે સેકન્ડ PI આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી SMC અને PCB અનેક સફળ રેડો કરી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સરદારનગર PI ને જે જવાબદારી સાથે પોલીસ સ્ટેશનનો ચાર્જ સોપાયો હતો તેમાં તે દેખીતી રીતે નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા માટે તમારી ફરજમાં ઈમાનદારી હોવી જોઈએ. પરંતુ અહીંયા તો ગેરકાયદેસર પ્રવૃતિઓ શાંતિ થી ચાલે અને મસમોટા હપ્તાઓ કમાઈ લઈએ તેના માટે વારંવાર વહીવટદારો બદલાઈ રહ્યા છે. સરદારનગરના PI અને સેકન્ડ PI ને સમજવુ પડશે કે જે યુવાધન ગાંજા ચરસ એમડી થી બરબાદ થઈ રહ્યો છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવો જોઈએ. અને બીજીતરફ રાજ્ય સરકાર ગુજરાતમાં દારૂબંધીને લઈ જેટલી કટીબદ્ય છે તે જોતા આપ પણ પોતાના વિસ્તારમાં દારૂબંધી માટે કડક પગલા લઈ પોતાની ફરજ નિષ્ઠા થી બજાવે. ત્રણ મહિનામાં ચાર વહીવટદારો બદલવાથી અસામાજિક પ્રવૃતિઓ બંધ નથી થતી તેના માટે સ્થાનિક પોલીસના અધિકારીઓએ પોતાની ફરજ ઈમાનદારી પૂર્વંક નિભાવવી પડે છે


સરદારનગર / વહીવટદારો બદલવાથી વિસ્તારની પરિસ્થિતિ નહી બદલાય! PI સાહેબ તમારી ફરજમાં ઈમાનદારી થી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થશે

Related posts

અમદાવાદના સાબરમતી ખાતે કુખ્યાત બાબુ દાઢીના જુગારધામમાં જુગાર રમતા PSI સહિત 12 લોકો પકડાયા, કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

Ritesh Parmar

અંત્યોદયની ભાવના એટલે ‘તેરા તુજકો અર્પણ’!અમદાવાદના પોલીસ કમિશ્નર મલિક અને ઝોન 6 પોલીસનું માનવીય અભિગમ! વાંચો સમગ્ર અહેવાલ

Ritesh Parmar

નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલ પાણીની ટાંકીનું નિર્માણ 14 મહિના થી બંધ! ઓલપાડના કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, બેદરકારો સામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે કડક કાર્યવાહી : દર્શન નાયક :

Ritesh Parmar

Leave a Comment