Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટેલમાં પોલીસની રેડ, હોટલમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઈ, મેનેજર સહીત 8 જુગારીયાઓ 1.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટેલમાં પોલીસની રેડ, હોટલમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઈ, મેનેજર સહીત 8 જુગારીયાઓ 1.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટેલમાં પોલીસની રેડ, હોટલમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઈ, મેનેજર સહીત 8 જુગારીયાઓ 1.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

હોટલના સેલરમાં આવેલ રૂમ નં.રમાં કલબ જામતી, પોલીસે પ7 હજારની રોકડ, ત્રણ બાઇક કબ્જે કર્યા

રાજકોટ, તા.5
શહેરના માનસરોવર માંડાડુંગર વિસ્તારમાં આવેલી કે.ડી.એમ. હોટલમાં ધમધમતી જુગાર કલબ આજી ડેમ પોલીસે ઝડપી લીધી છે, જુગાર રમતા હોટલના મેનેજર સહિત આઠ શખ્સોને દબોચી ગુનો નોંધાયો છે અને રૂા.1.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.ડી.વાળા હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી.

ત્યારે સાથેના કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઇ નેચડાને મળેલી સંયુકત બાતમીના આધારે પીએસઆઇ એમ.ડી.વાળાની ટીમે માનસરોવરના ઢાળ પાસે આવેલી કે.ડી.એમ. હોટલમાં દરોડો પાડયો હતો.

જેમાં હોટલના સેલરમાં નીચેના ભાગે આવેલા રૂમ નં.2માં પત્તા ટીંચતા 8 શખ્સોને દબોચી લેવાયા હતા. જેમાં પોલીસે જુગાર રમતા મહેશ મનજી વાળા (ઉ.વ.25, રહે. મોરારીનગર શે. નં.3, ગોપાલ ડેરીની બાજુમાં નવનીત હોલ નજીક બાબરીયા મેઇન રોડ રાજકોટ), નરેશભાઇ ખોડા મુંગપરા (પટેલ) (ઉ.વ.45, રહે. માધવ સોસા. મેઇન રોડ મહાદેવના મંદિર નજીક લિજજત પાપડ પાછળ, કોઠારીયા રીંગ રોડ) નિલેષ મનસુખ સોલંકી (દરજી) (ઉ.વ.34, રહે. ન્યુ ગણેશનગર શે.નં.3 બાપા સીતારામ ચોક નજીક, મકાનમાં ભાડેથી કોઠારીયા રોડ), શની ભુપત જરવરીયા (કોળી) (ઉ.વ.25, રહે. શ્રમજીવી સોસા. ખુલ્લા પટ્ટની સામે, યુવરાજ મેડીકલ પાછળ રણુજા મંદિર નજીક કોઠારીયા રોડ, રાજકોટ મુળ રહે. તરકીયા ગામ, તા. વાંકાનેર) સાગર ભનુ કાછડીયા (પટેલ) (ઉ.વ.29, રહે. મહીકા ગામ અંદર જવાનો મેઇન રોડ) ભાનુ ગાંડુ કાછડીયા (પટેલ) (ઉ.વ.55, રહે. મહીકા ગામ), રાજુ રમેશ વાઘેલા (ઉ.વ.28, રહે. રાજપરા ગામ પાદર નજીક તા. કોટડા સાંગાણી), કિશન કાળુ માણેક (ઉ.વ.22)ની ધરપકડ કરાઇ હતી. ઢાળ નજીક રાજકોટ.

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી કિશન માણેક હોટલનો મેનેજર છે અને તે જ જુગારીઓને બહારથી બોલાવી હોટલ રૂમમાં જુગાર રમવાની વ્યવસ્થા કરી આપતો હતો. જુગારના પટમાંથી રૂા. પ7100ની રોકડ અને 80 હજારની કિંમતના ત્રણ મોટર સાયકલ મળી રૂા. 1,37,100નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને ગુનો દાખલ કર્યો છે.

ખાસ જુગારના અખાડા માટે જ સેલરના ભાગે રૂમ બનાવી હતી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હોટલ કે.ડી.એમ.માં ઉપરના ભાગે રૂમો આવેલા છે તેમાં ગેસ્ટ રોકાણ કરી શકે તેવી વ્યવસ્થા હતી. જયારે સાવ અલગ જ રીતે હોટલના નીચેના ભાગમાં સેલરમાં રૂમ બનાવાઇ હતી. આ રૂમ ખાસ જુગારની કલબ ચલાવવા જ બનાવાઇ હોય તેવું હાલ જણાઇ રહ્યું છે. આ અંગે વધુ તપાસ થશે.


<em>રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટેલમાં પોલીસની રેડ, હોટલમાં ધમધમતી જુગાર ક્લબ ઝડપાઈ, મેનેજર સહીત 8 જુગારીયાઓ 1.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા</em>

Related posts

મધ્યપ્રદેશ / ભારત દેશના જવાન CRPF માં ફરજ બજાવતા સુરેશ સાંસીનું ચાલતી ટ્રેનમાં દુઃખદ નિધન, પરિવારજનોમાં માતમ છવાયું

Ritesh Parmar

ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો, સીએનજી રિક્ષામાં લઈ જવાતા 600 કિલો ઘઉંના જથ્થા સહીત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Ritesh Parmar

ભચાઉ / લાંચિયો પીઆઈ ACB ના હાથે ઝડપાયો! ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાઈટર રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Ritesh Parmar

Leave a Comment