Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની છેલ્લા બોલે સિક્સર! થર્ટી ફસ્ટની પાર્ટી પડશે ફીકી, દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો થશે FIR

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની છેલ્લા બોલે સિક્સર! થર્ટી ફસ્ટની પાર્ટી પડશે ફીકી, દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો થશે FIR

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની છેલ્લા બોલે સિક્સર! થર્ટી ફસ્ટની પાર્ટી પડશે ફીકી, દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો થશે FIR

અમદાવાદ શહેરમાં દારૂની ગેરકાયદેસર બદિને ડામવા પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ઈમાનદાર અને પ્રામાણિક IPS અધિકારીની છાપ ધરાવતા અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે પ્રજાના હિત માટે વધુ એક ઉત્તમ નિર્ણય લીધો છે. નાતાલ અને 31 મી ડિસેમ્બર ન્યૂઈયરને સેલિબ્રેટ કરવા અમદાવાદ શહેરમાં લોકો ખાવા પીવાની પાર્ટીઓનું આયોજન કરે છે. જેમાં મોટા ભાગની પાર્ટીઓમાં દારૂ ઢીચવામાં આવતો હોય છે. અને પાર્ટી કર્યાબાદ રોડ ઉપર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘણી બધી ઘટનાઓ અમદાવાદ પોલીસના ચોપડે નોંધાવતી હોય છે. થર્ટી ફર્સ્ટની નાઈટમાં દારૂ પાર્ટી કરનારા પ્યાસીઓ માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે છેલ્લા બોલે સિક્સર ફટકારી દીધી છે.કારણ કે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટનાઓમાં ઘણા નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેથી જે પરિવારનો મોભી, દીકરો પતિ કે ભાઈ અથવા સ્વજન ગુમાવતા પરિવારનો માળો વિખેરાઈ જાય છે. આ તમામ બાબતોનો ધ્યાન રાખી અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે પોલીસના આધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી અમદાવાદ પોલીસને કડક આદેશ કર્યો હતો કે જે કોઈ વાહન ચાલક દારૂ પીને ગાડી ચલાવતા પકડાય તેની સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવે. પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબે અમદાવાદના નાગરિકોની જાન માલની સુરક્ષાનો ધ્યાન રાખી ખુબજ ઉત્તમ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.

થોડા સમય પહેલાજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલ નામના કરોડપતિ બાપના નબીરાએ ફૂલ સ્પીડમાં પોતાની જેગુઆર કાર બેફામ રીતે હંકારી 12 થી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 જેટલાં લોકોના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તે ઘટના બાદ સમગ્ર ગુજરાત સહીત અમદાવાદીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. અને અમદાવાદ પોલીસને પણ પ્રજાજનોના આકરા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો બીજીતરફ અમદાવાદમાં કેટલાક અસામાજિક અને લુખ્ખા તત્વો કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર દારૂ પીને બેફામ રીતે વાહનો ચલાવી સામાન્ય લોકોને નુકશાન પહોંચાડતા હોવાની અસંખ્ય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. દારૂ પીને લોકો ગુનાહિત પ્રવૃતિઓ પણ આચરતા હોય છે. જેથી અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી એસ મલિકના આ આદેશ બાદ આવી અસામાજિક અને અકસ્માતની ઘટનાઓમાં જરૂરથી ઘટાડો નોંધાશે. બીજીતરફ દારૂ પીને વાહન ચલાવતા તત્વો સામે જે પોલીસકર્મીઓ ગુનો દાખલ કરશે તો એવા પોલીસકર્મીઓને પોલીસ કમિશ્નર દ્વારા ઈનામ સ્વરૂપે 200 રૂપિયા આપવમાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલીકના આ નિર્ણય ને અમદાવાદના શહેરીજનોએ આવકાર્યો હતો.


અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની છેલ્લા બોલે સિક્સર! થર્ટી ફસ્ટની પાર્ટી પડશે ફીકી, દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો થશે FIR

Related posts

સુરતના APMC શાકભાજી બજારમાં ચાલતી ગેરરીતિ સામે બોર્ડના ડિરેક્ટરોએ જ વાંધો ઉપાડ્યો! APMC ના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત, અગાઉ અનેક વખત કરાઈ હતી રજૂઆતો તેમ છતાં કાર્યવાહી કેમ ના કરાઈ: દર્શન નાયક

Ritesh Parmar

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત

Ritesh Parmar

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

Ritesh Parmar

Leave a Comment