Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

Our Visitor

013162
Total Users : 13162
Total views : 15407
Who's Online : 1

અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

Sushant Singh Rajput ના મોતને અઢી વર્ષ થયા છે. Sushant Singh Rajput નું પોસ્ટમોર્ટમ કુપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. અત્યારે ત્યાં હાજર રહેલા રૂપકુમાર શાહે ખુલાસો કરતા કહ્યું કે, સુશાંતે આપઘાત નહોતો કર્યો તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે BJP નેતા નિતેષ રાણેએ સુશાંતના મોત સમયનો એક વીડિયો શૅર કર્યો છે.

વીડિયોમાં Sushant Singh Rajput ના પાર્થિવ દેહને રૂપકુમાર લઇ જતા જોવા મળે છે.અને તેથી સાબિત થાય છે કે, રૂપકુમાર પોસ્ટમોર્ટમ સમયે હાજર હતો. વીડિયો પોસ્ટ કરીને નિતેશ રાણે લખ્યું છે કે, “તે સ્પષ્ટ છે કે રૂપ કુમાર શાહ એસએસઆરનો મૃતદેહ લઈ જનાર વ્યક્તિ હતો, પીએમ દરમિયાન તે ત્યાં હતો.., આખરે સત્ય બહાર આવ્યું.., ન્યાય થશે!.

26 ડિસેમ્બરે રૂપકુમારે મીડિયાની સામે આવીને કહ્યું કે, “Sushant Singh Rajput એ આપઘાત નહોતો કર્યો પરંતુ તેનું મર્ડર કરવામાં આવ્યું હતું” તેણે વધુ વાત કરતા જણાવ્યું કે, તે દિવસે હોસ્પીટલમાં 5 ડેડબૉડી આવી હતી અને કહ્યું હતું કે એક VIP બૉડી છે. જયારે અમે અંદર ગયા અને જોયુ ત્યારે તે બૉડી સુશાંતની હતી. રૂપકુમારે કહ્યું કે તેમણે જોયું ત્યારે સુશાંતના શરીર પર ઈજાનાં નિશાનો હતા. તેના ગળા પર બે થી ત્રણ ઈજાના નિશાનો હતા. તેનાં ઘણાં હાડકાં પણ તૂટેલાં હતાં.

રૂપકુમારે વધુ વાત કરતા કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમનું રેકોર્ડિંગ કરવાનું હતું પરતું સિનિયર્સએ માત્ર ફોટો લેવાની જ પરવાનગી આપી હતી. અને તેથી અમારે તેના આદેશનું પાલન કરવું પડ્યું હતું. જયારે રૂપકુમારે સુશાંતની ડેડબૉડી જોઈ ત્યારે તેને તરતજ સિનિયર્સને કહ્યું કે, આ આપઘાત નહી પરંતુ મર્ડર છે. રૂપકુમારે મીડિયાની સાથે વાત કરતા એમ પણ કહ્યું કે, મેં સિનિયર્સને કહ્યું કે આપને નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ સિનિયર્સએ આપણે એ વાત પર પછી વાત કરીશું તેમ કહીને વાતને ટાળી દીધી હતી.

પોસ્ટમોર્ટમ રાત્રે કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમના વીડિયોને બદલે ફોટો પાડીને ડેડબૉડી પોલીસને આપવામાં આવી હતી. રૂપકુમારે આગળ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું લખવું તે ડૉક્ટરનું કામ છે. પણ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળવો જોઈએ. ‘તપાસ એજન્સી ફોન કરશે તોપણ હું આ જ વાત કહીશ’ એમ પણ રૂપકુમારે કહ્યું.

રૂપકુમારે અત્યાર સુધી સચ્ચાઈ સામે ના લાવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તે સમયે ઉદ્ધવ સરકાર હતી અને મને તેના પર વિશ્વાસ ન હતો અત્યારે સરકાર બદલાઈ છે, એટલે હું મીડિયાની સામે આવીને સાચું કહી રહ્યો છું. રૂપકુમારે કહ્યું કે, મને મારા જીવની પરવા નથી, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ.


અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

Related posts

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

Ritesh Parmar

વડોદરા /ગોત્રી ચેકપોસ્ટ નજીકની કેનાલ પાસે યુવતીની એક્લતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો LRD આખરે પોણા બે વર્ષે ડિસમિસ

Ritesh Parmar

ભરૂચ / ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો, નરાધમ ભાઈએ પોતાની બહેનના અશ્લીલ ફોટા પાડી હોટેલમાં દુષ્કર્મ આચર્યું

Ritesh Parmar

Leave a Comment