Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

Our Visitor

017844
Total Users : 17844
Total views : 21001
Who's Online : 0

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતના વલસાડ જિલ્લાના અસલોનામાં કેટલાક લોકોએ 20 વર્ષના યુવકને માર મારીને હત્યા કરી નાખી હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ યુવકે તેના લિવ-ઈન પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. આ મામલો રાજ્યના વલસાડ જિલ્લાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લાના અંતરિયાળ આદિવાસી ગામ અસલોનામાં પંચાયતની બેઠક બાદ આ ઘટના બની હતી. મૃતક યુવકની ઓળખ સંજય ભુસરા તરીકે થઈ છે. રવિવારે સંજયના મોત બાદ પોલીસે તેની હત્યાના આરોપમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંજયે જેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો તે તેની મંગેતર હતી. આ બંનેની લગભગ 3 વર્ષ પહેલા સગાઈ થઈ હતી. આ પછી બંને લગભગ 1 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહ્યા હતા. સંજયે લગ્ન કરવાનો ઇનકાર કર્યા પછી છોકરીના પિતાએ ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો અને તેમને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી.

સંજયને બેરહેમીથી માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગામના કેટલાક લોકો સંજયને માર મારી રહ્યા છે. લડાઈ દરમિયાન સંજય ખાડામાં પડી જાય છે, ત્યારબાદ પણ તેને માર મારવામાં આવે છે. જો કે આ દરમિયાન કેટલાક લોકો આરોપીઓને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ નિષ્ફળ જાય છે.

હવે આ કેસમાં પોલીસે સંજયની હત્યાના આરોપમાં યુવતીના પિતા લક્ષ્‍મણ ગવળી, ઉત્તમ ગવળી, છગન ગવળી, રમણ ગવળી, સીતાભાઈ ગવળી, સુનીલ ગવળી અને મહદુ ગવળીની ધરપકડ કરી છે. આ મામલે સંજયના પિતા આનંદ ભુસરાએ ફરિયાદ નોંધાવી હતી.


વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

Related posts

અમદાવાદ એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ આવ્યો! એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની વિવિધ એજન્સીઓ થઈ દોડતી! આખરે બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી કોણે વાંચો

Ritesh Parmar

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

Ritesh Parmar

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment