Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 1

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા એટલી હદે વધી રહી છે કે, હવે દિન પ્રતિદિન સામાન્ય બની ગઇ છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો પશુપાલકો હુમલો કરવા સાથે પશુઓને મુક્ત કરાવી જાય છે. જોકે આ બધામાં નિર્દોષ પ્રજા ભોગ બને છે.ત્યારે વડોદરાના માણેજા વિસ્તારમાં એક વૃદ્ધા પર ગાયે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાના મોતથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ઢોર પાર્ટીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

જુઓ વિડીયો

બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા અને ગાયને વૃદ્ધાથી દૂર કરી હતી. સ્થાનિકોએ અહીંના પશુપાલકો પર આકરા આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, અહીં ગાયોનો ત્રાસ ઘણા સમયથી છે. મોડી રાત્રે આવીએ, ત્યારે પણ ગાયો રખડતી હોય છે. આ પહેલા પણ એક વ્યક્તિ પર ગાયે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બાળકોને લઇને રસ્તા પરથી પસાર થઇએ, ત્યારે રખડતી ગાયો જોઈ ખૂબ ડર લાગે છે.

દરમિયાન આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે. જોકે, આ ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું છે, મૃતદેહને પોસમોટમ અર્થે મોકલી ગાયો ના માલિકોને શોધવાની કામગીરી હાથધરી છે..

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Related posts

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ આક્રમક મૂડમાં! મોંઘવારી, ખેડૂતોના પડતર પ્રશ્નો અને કીમ ઓવરબ્રિજની અધૂરી કામગીરી ના વિરોધમાં ધરણા પ્રદર્શન, પ્રદર્શનકારિયોની પોલીસ દ્વારા અટકાયત

Ritesh Parmar

લાંચ તો નાની વાત થઈ ગઈ જાણે, હવે તો બુટલેગરો અને કેમિકલ માફિયાઓ ના બાતમીદાર બન્યા પોલીસકર્મીઓ, ખુદ પોલીસ થઈને પોલીસની કરી જાસૂસી, ભરૂચ SP એ કર્યા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ

Ritesh Parmar

બાયડ / બુટલેગર બન્યો બેફામ, પોલીસને ભરણ આપું છું પોલીસ મારું કઈ તોડી ના શકે, છુટ્ટો પથ્થર મારી પાડોસીનું માથું ફોડી નાખ્યું

Ritesh Parmar

Leave a Comment