Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત ગ્રામ્યના કોસંબા પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરો માલને સગે-વગે કરે તે પહેલા પોલીસ ત્રાટકી, એક કાર એક આરોપી સાથે ઇંગ્લિશ દારૂની 55 પેટીઓ સહીત 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા

સુરત ગ્રામ્યના કોસંબા પોલીસે 12 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, બુટલેગરો માલને સગે-વગે કરે તે પહેલા પોલીસ ત્રાટકી, એક કાર એક આરોપી સાથે ઇંગ્લિશ દારૂની 55 પેટીઓ કબ્જે કરી, 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

સુરત ગ્રામ્યના કોસંબા પોલીસે 12 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, બુટલેગરો માલને સગે-વગે કરે તે પહેલા પોલીસ ત્રાટકી, એક કાર એક આરોપી સાથે ઇંગ્લિશ દારૂની 55 પેટીઓ કબ્જે કરી, 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા

આગામી હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી પિયુષ પટેલ તેમજ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચના પ્રમાણે સમગ્ર સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તારીખ 1/3/2023 થી 8/3/2023 સુધી દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામી દેવા ડ્રાઈવ રાખવામાં આવેલ હતી. જેના સંદર્ભમાં વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી બી. કે. વનાર કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. બી. ગોહિલ દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની અલગ અલગ ટીમ બનાવી દારૂ-જુગારની પ્રવૃતિઓ આચરનારા ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા કડક આદેશ આપવામાં આવ્યા હતા.

તે દરમ્યાન કોસબા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એચ.બી.ગોહિલ તથા અ.હે.કો હિમાંશુ રશ્મિકાન્ત નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોકકસ બાતમી મળી હતી કે “અંકલેશ્વર ખરોડ પાસે આવેલ લેન્ડમાર્કx હોટલની પાછળના ભાગે રહેતો અંશુ ઉર્ફે પિન્ટુ અવધેશ યાદવ નામનો ઇસમ દમણ વાપી થી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવીને પોતાના માણસો મારફતે ફોરવ્હીલર વાહનોમા મોજે નંદાવ ગામની સીમમા આવેલ પી.પી.સવાણી ટેકનીકલ ઇન્સ્ટીટ્યુડ થી નંદાવ ગામ તરફ જતા કાચા રસ્તાની બાજુમા આવેલ ખુલ્લા ખેતર ખાતે કાર્ટીંગ કરનાર છે અને આ જથ્થો નંદાવ ગામ ખાતે રહેતી દિવાળીબેન બાલુભાઇ વસાવા તથા અર્જુનભાઇ અરવીદભાઇ વસાવા અને અંકલેશ્વર ખાતે રહેતો નેવીલ મોદીને આપવાનો છે.

જેથી કોસંબા પોલીસે સતર્કતા સાથે બાતમી મળેલ જગ્યાએ પહોંચી જઈને બુટલેગરો ઇંગ્લિશ દારૂની કાર્ટિંગ કરતા દરમ્યાનજ આરોપીને દબોચી લીધો હતો. કોસંબા પોલીસે શિવકુમાર યાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી. તો બીજીતરફ અન્ય ઈસમો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસના દરોડામાં ઇંગ્લિશ દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લેવાયેલી એસેન્ટ કાર કબ્જે કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમ્યાન ઇંગલિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 55 પેટીઓ હાથ લાગી હતી. જેની કુલ કિંમત 4,49,400 રૂપિયા ગણવામાં આવી હતી.આ સમગ્ર ઘટનામાં પોલીસે ઇંગ્લિશ દારૂ, એક એસેન્ટ કાર, એક આરોપી સહીત કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી. તો બીજીતરફ પોલીસની રેડ દરમ્યાન ફરાર થઈ જનાર 9 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.


સુરત ગ્રામ્યના કોસંબા પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરો માલને સગે-વગે કરે તે પહેલા પોલીસ ત્રાટકી, એક કાર એક આરોપી સાથે ઇંગ્લિશ દારૂની 55 પેટીઓ સહીત 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા

Related posts

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટની ફ્ટકાર બાદ રાજ્ય સરકારે વટ હુકમ બહાર પાડ્યો, સ્પેશ્યલ કોર્ટો ઉભી કરી લેન્ડ ગ્રેબિંગના કાયદાને વધુ મજબૂત બનાવાશે!

Ritesh Parmar

પ્રેમીને મળવાની ના પાડી ઠપકો આપતા માતાનું દિકરીએ જીવ લીધો: ટ્રક વ્હિલના પાનાના 17 ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત,જૂનાગઢના ઈવનગરમાં જનેતાની પુત્રી એ જ હત્યા કરી

Ritesh Parmar

Leave a Comment