Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

24 કલાકની અંદર જ અમદાવાદમાં હિટ એન્ડ રનની બીજી ઘટના, નરોડા પાટિયા પાસે જ કાર ચાલકે એક વ્યક્તિને ઉડાવી દીધો, યુવકનું થયું મોત

24 કલાકની અંદર જ અમદાવાદમાં હિટ એન્ડ રનની બીજી ઘટના, નરોડા પાટિયા પાસે જ કાર ચાલકે એક વ્યક્તિને ઉડાવી દીધો, યુવકનું થયું મોત

Our Visitor

017839
Total Users : 17839
Total views : 20996
Who's Online : 0

24 કલાકની અંદર જ અમદાવાદમાં હિટ એન્ડ રનની બીજી ઘટના, નરોડા પાટિયા પાસે જ કાર ચાલકે એક વ્યક્તિને ઉડાવી દીધો, યુવકનું થયું મોત
બેદરકાર વાહન ચાલકને લીધે યુવાન મોતને ભેટ્યો

ગુજરાતમાં હિટ એન્ડ રનના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં રસ્તા પર બેફામ ગતિએ વાહન હંકારીને રાહદારીઓને અડફેટમાં લેવામાં આવતા હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે તો કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે અને વાહન ચાલક ટક્કર મારીને પણ ફરાર થઇ જતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાકની અંદર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.ગત રોજ એક ઘટના સામે આવી હતી જેમાં વૈભવી BMW કાર ચાલકે વૉક કરવા માટે નીકળેલા એક દંપતીને અડફેટમાં લીધું હતું. જેમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. જયારે કાર ચાલક ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો અને દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ભાગી ગયો હતો. કારમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હતી.

ત્યારે હાલ વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના નરોડા પાટિયા નજીકથી સામે આવી છે. જ્યાં એક અજાણ્યા વાહન ચાલકે બાપુનગરના એક યુવકને ટક્કર મારી હતી અને પછી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે ઘટના સ્થળ પર હાજર લોકોએ પોલીસને તાત્કાલિક જાણ કરી દીધી હતી અને પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પણ દોડી આવી હતી.

પોલીસે ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કર્યા બાદ મોતને ભેટેલા યુવકની લાશને પોસ્ટરમોર્ટમ માટે ખસેડી હતી. જેના બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લઈને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા પણ વાહન ચાલકની શોધખોળ કરી રહી છે. ત્યારે હાલ આ હિટ એન્ડ રનની ઘટનાઓ સામાન્ય નાગરિકો માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.


24 કલાકની અંદર જ અમદાવાદમાં હિટ એન્ડ રનની બીજી ઘટના, નરોડા પાટિયા પાસે જ કાર ચાલકે એક વ્યક્તિને ઉડાવી દીધો, યુવકનું થયું મોત

Related posts

પોલીસ પ્રજાની રક્ષક / ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જતી પરિણીત યુવતીને સુરત ગ્રામ્યની મહુવા પોલીસે બચાવી લીધી, પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધ અને દારૂ પીવાની ખરાબ આદત થી પરેશાન હતી યુવતી, મહુવા પોલીસની સમય સૂચકતાના લીધે બચ્યો યુવતીનો જીવ

Ritesh Parmar

બુટલેગરો તો ઠીક પણ હવે વહીવટદારો પણ બન્યા બેફામ! શાહીબાગના કુખ્યાત બુટલેગરના ત્યાં SMC એ રેડ પાડતાં વહીવટદાર ઉભી પૂંછડીએ ભાગ્યો?

Ritesh Parmar

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

Ritesh Parmar

Leave a Comment