Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

સુરતના અડાજણમાં ડીજીવીસીએલના જીવતા બોમ્બને કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે. ડીવીસીએલ દ્વારા જીવતા બોમ્બ સમાન લગાવાયેલ પેટીઓ ક્યારે પણ દુર્ઘટનાને નોતરી શકે છે. કોંગ્રેસના સ્થાનિક નેતા જીગ્નેશ મોદીએ ડીજીવીસીએલ અને એસએમસીને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તેઓ જાણે કે ચલ્લક ચલ્લાણુ રમી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડીજીવીસીએલ અને એસએમસી આ જીવતા બોમ્બ સમાન પેટીને ખસેડવાના મુદ્દે સમગ્ર દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુરતમાં તક્ષશિલા કાંડ કે વડોદરામાં હરણીકાંડ જેવી કોઈ ઘટના સર્જાશે શું ત્યારે જ આ તંત્ર જાગશે.. સૌથી દુઃખની વાત તો એ છે કે લોકોના જાનમાલની ચિંતા કરતા સ્થાનિક કોંગ્રેસના નેતા જીગ્નેશ મોદી આ મુદ્દે ડીજીવીસીએલના અધિકારી અને એસએમસીના અધિકારીઓને પણ જાણ કરી ચૂક્યા છે તેમ છતાં આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

વિગતો એવી છે કે સુરતના અડાજણમાં પટેલ ડેરીની પાસે સુમેરુ રેસીડેન્સીની બાજુમાં સીમંદર કેમ્પસ નજીક ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન માટે મહાકાય જીવતા જાગતા બોમ્બ સમાન ડીપી લગાવવામાં આવેલી છે. રહેણાંક વિસ્તારમાં લગાવેલી આ મસ્ત મોટી ડીપીને કારણે કોઈપણ મોટી ઘટના બની શકે છે. ડીજીવીસીએલ ની આ ડીપી ની પાસે 10 થી 15 જેટલી શાકભાજીની લારીઓ પણ ઉભી રહે છે.આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ હોય છે. આ જાહેર માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો લોકો પસાર થતા હોય છે..

ડીજીવીસીએલ ની આ બોમ્બ સમાન જીવતી પેટીને ખસેડવા માટે સ્થાનિક નેતા જીગ્નેશ મોદીએ મુહિમ છેડી છે.. કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીએ dgvcl ની બોમ્બ સમાન આ પેટીને ખસેડવા માટે ડીજીવીસીએલના અધિકારી અને એસએમસીના અધિકારીને રજૂઆત કરી છે. ડીજીવીસીએલના અધિકારીઓ કહે છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીપી અન્ય જગ્યાએ ખસેડવા માટે જગ્યા આપવામાં આવી રહી નથી. જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોઈ અલગ જ રાગ તાણી રહ્યા છે..

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધર્મેશ મિસ્ત્રીને પૂછતા તેમણે ટાઈમ્સ ઓફ અમદાવાદ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે મને મારા એક્ઝિક્યુટિવ ને પૂછવું પડશે કોઈ રજૂઆત કરાવી છે કે કેમ તેઓ જવાબ આપ્યો હતો. જ્યારે ટાઈમ્સ ઓફ અમદાવાદના પ્રતિનિધિએ ડીજીવીસીએલના અધિકારીને ઘટના અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે સ્થાનિક નેતાએ મને રજૂઆત કરેલી છે પરંતુ તેમને મેં ડિવિઝનમાં રજૂઆત કરવા માટે જણાવેલું છે.
ટૂંકમાં અડાજણ વિસ્તારમાં ડીજીવીસીએલ ની જીવતા બોમ્બ સમાન ડીપીને ખસેડવાને લઈને એસએમસી અને ડીજીવીસીએલ ના અધિકારીઓ જાણે કે ખો ખોની રમત રમી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.. જોકે ડીજીવીસીએલની જીવતા બોમ્બ સમાન આ ડીપી ને ખસેડવાને લઈને સ્થાનિક નેતા જીગ્નેશ મોદીએ ઉપર સુધી લડી લેવા ની તૈયારી કરી લીધી છે. આ અંગે અડાજણના પટેલ ડેરી પાસે રહેતા કિરણભાઈએ જણાવ્યું હતું કે ડીજીવીસીએલ ની આ ડીપી ના કારણે નાના બાળકો અને મોટા લોકો પણ તેની નજીકથી પસાર થતા સો વખત વિચારવું પડે છે. તેને કોઈ દુર્ઘટના ઘટી જાય તેઓ ડર હંમેશા સતાવતો રહે છે.. જ્યારે આ અંગે ડીજીવીસીએલ ડીપીની બાજુમાં જ શાકભાજી લારી પર શાકભાજીની ખરીદી કરવા આવેલા રમીલાબેન જણાવ્યું હતું કે આ ડીપીને કારણે કોઈપણ સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પરંતુ સરકારને કે તંત્રને સામાન્ય વ્યક્તિઓના જીવની કોઈ જ પડી ન હોવાનું લાગી રહ્યું છે.


સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

Related posts

ભાવનગરમાં માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાજીને આવ્યો હાર્ટ એટેક, રમતા રમતા ભુવાજી ઢળી પડ્યા, કેમેરામાં કેદ થયો રૂંવાડા ઉભા કરી દેનારો વિડીયો

Ritesh Parmar

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Ritesh Parmar

ભુજ /પોલીસ પ્રજાની મિત્ર છે તેને સાર્થક કરતી ઘટના!
પિતા ભૂલથી દીકરીને ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડી, PI તેને સાચા કેન્દ્ર પર લઈ ગયા

Ritesh Parmar

Leave a Comment