Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અમદાવાદ પોલીસનો અનોખો પ્રચાર, જુઓ શું છે ખાસ (VIDEO)

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અમદાવાદ પોલીસનો અનોખો પ્રચાર, જુઓ શું છે ખાસ (VIDEO)

Our Visitor

013142
Total Users : 13142
Total views : 15382
Who's Online : 2

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અમદાવાદ પોલીસનો અનોખો પ્રચાર, જુઓ શું છે ખાસ (VIDEO)

ઓટો રિક્ષા મારફતે લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે
ઉત્તરાયણમાં ચાઇનીઝ, નાયલોન દોરી કે પછી તુક્કલો નો ઉપયોગ ન કરવા અનુરોધ
હાનીકારક વસ્તુઓનો ઉપયોગ ટાળીએ અને અમુલ્ય જીંદગીઓ બચાવીએ

માત્ર ચાર દિવસ બાદ 14 મી જાન્યુઆરીએ મકરસંક્રાતિ આવી રહી છે.આ દિવસ જેટલી મજાનો છે એટલી જ સજાનો પણ છે. અનેક લોકો ખૂબ મોજથી પતંગ ચગાવી છે પરંતુ અનેક લોકો મોતને પણ ભેટે છે. હજુ તો મકરસંક્રાતિને વાર છે ત્યાં ચાઇનીઝ દોરાથી રાજ્યમાં લોકો મોતને પણ ભેટ્યા છે. જેને લઇને રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ છે. જેમાં ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા શખ્સો પર કડક કાર્યવાહી તો કરવામાં આવે છે સાથે સાથે પોલીસ દ્રારા લોકજાગૃતિ માટે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં રિક્ષા દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ દ્વારા ઓટો રિક્ષા મારફતે લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ કાગડાપીઠ પોલીસ દ્વારા જણાવવાનું છે ઉત્તરાયણમાં ચાઇનીઝ, નાયલોન દોરી કે પછી તુક્કલોના ઉપયોગથી વ્યક્તિઓ તથા પશુ-પંખીઓના જીવ જોખમમાં મૂકાય છે. તેથી ચલો સાથે મળીને આવી હાનીકારક વસ્તુઓનો ઉપયોગ ટાળીએ અને અમુલ્ય જીંદગીઓ બચાવીએ. કાગડાપીઠ પોલીસ લોકજાગૃતિ માટે આ સંદેશ આપીને ચાઇનીઝ દોરા ન વેંચવા માટે અનુરોધ કરી રહી છે તેથી લોકો અને મુંગા પશુ-પંખીઓની પણ જીંદગી બચાવી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરીથી ગુજરાતમાં થતાં મોતને લઈ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. પોલીસે પણ હાઈકોર્ટની નારાજગી બાદ એક્શન લેવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ પણ ઉત્તરાયણને લઈ એક ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે લખ્યું હતુ કે ઉત્તરાયણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરીએ અને સલામત રહીએ. ઉત્તરાયણમાં રસ્તાઓ પર એકાએક જોવા મળતા પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરૂપ બને છે.


ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અમદાવાદ પોલીસનો અનોખો પ્રચાર, જુઓ શું છે ખાસ (VIDEO)

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રસીનો ખૂટી પડ્યો સ્ટોક, AMCએ સરકાર પાસે રસીના ડોઝની કરી માંગણી

Ritesh Parmar

આશારામ બાપુને મળવા યુવતી પોલીસ સિક્યુરિટીને ચકમો આપી હોસ્પિટલમાં ઘુસી ગઈ, કહ્યું બાપુ ઉપર કોઈને દયા નથી આવતી,

Ritesh Parmar

આગામી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, “હિન્દૂ-મુસ્લિમ એક હે” ના નારા સાથે શરુ કરાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ! મહંત -મૌલવી સહીત અમદાવાદના મેયર અને પોલીસ કમિશ્નર રહ્યા ઉપસ્થિત

Ritesh Parmar

Leave a Comment