Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના કડોદરામાં કોંગ્રેસના ગઢના ખરશે કાંગરા, જીગ્નેશ મોદી કરશે કેસરિયા

સુરતના કડોદરામાં કોંગ્રેસના ગઢના ખરશે કાંગરા, જીગ્નેશ મોદી કરશે કેસરિયા

Our Visitor

013159
Total Users : 13159
Total views : 15404
Who's Online : 1

સુરતના કડોદરામાં કોંગ્રેસના ગઢના ખરશે કાંગરા, જીગ્નેશ મોદી કરશે કેસરિયા

સુરતના કડોદરામાં કોંગ્રેસ એટલે જીગ્નેશ મોદી અને જીગ્નેશ મોદી એટલે કોંગ્રેસ એવું છેલ્લા અનેક વર્ષોથી માનવામાં આવે છે. પરંતુ કોંગ્રેસના ગઢના કાંગરા હવે ખરવાના છે કારણ કે ઉપરી નેતાગીરીથી ત્રસ્ત આવીને જીગ્નેશ મોદી કેસરિયો ધારણ કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી ટૂંક સમયમાં જ કેસરિયો ધારણ કરશે. સૂત્રો તો ત્યાં સુધી પણ કહી રહ્યા છે કે જીગ્નેશ મોદીને ભાજપમાં કોઈ મોટું પદ અપાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જીગ્નેશ મોદી કડોદરામાં કોંગ્રેસના વર્ષોથી સક્રિય કાર્યકર છે. કડોદરાની જનતાને કોઈપણ સમસ્યા હોય તો અડધી રાત્રે પણ લોકો જીગ્નેશ મોદીને યાદ કરતા હોય છે. એટલે જ કડોદરાની જનતા જીગ્નેશ મોદીને 108 ના હુલામણા નામથી બોલાવે છે.

સુરતના કડોદરામાં છેલ્લા અનેક વર્ષોથી સમાજ સેવા કરતા અને પ્રજાના પ્રાણ પ્રશ્નોનો સત્વરે નિકાલ માટે સતત પ્રયત્નશીલ રહેતા જીગ્નેશ મોદી કડોદરામાં સૌના લાડકવાયા બની ગયા છે. કડોદરામાં સ્થાનિક લોકોને પાણીના પ્રશ્ન હોય ગટરના પ્રશ્ન હોય કે અન્ય કોઈપણ પ્રશ્ન હોય તો જીગ્નેશ મોદી હર હંમેશ હાજર રહેતા હોય છે. ભાટીયા ટોલ મુક્તિ આંદોલનના હીરો ગણાતા જીગ્નેશભાઈએ ટોલ મુક્તિની માંગ સાથે અનેક આંદોલનો કરેલા છે તે પણ કેમ ભુલાય.. આ ઉપરાંત ડોક્ટર તુષાર ચૌધરી આનંદ ચૌધરી અને દર્શન નાયક સહિતના નેતાઓ સાથે પણ પ્રજાની દરેક સમસ્યા માટે જીગ્નેશ મોદી ખડે પગે રહ્યા છે.

જીગ્નેશ ભાઈ છેલ્લા 15 વર્ષથી સુરત જિલ્લા કોંગ્રેસમાં સક્રિય કામગીરી કરી રહ્યા છે જાહેર જીવનમાં જીગ્નેશભાઈએ પ્રજાના પ્રશ્નો માટે અનેક વાર આંદોલનો કર્યા છે અને પોલીસની ધરપકડ પણ વોહરી છે.. ગરીબ બાળકો માટે અભ્યાસના પાઠ્યપુસ્તકો આપવાના હોય કે આર્થિક રીતે મદદ કરવાની હોય જીગ્નેશભાઈ હર હંમેશ ઊભા રહેતા હોય છે. ગરીબોને મદદ કરવાની વાત આવે ત્યારે જીગ્નેશભાઈ માત્ર બે હાથ નહીં પરંતુ માથું નમાવીને પણ મદદ માટે તત્પર રહેતા હોય છે. જીગ્નેશ ભાઈએ તેમના માતૃશ્રીના જન્મદિવસે પણ ગૌશાળામાં ખૂબ જ મોટું દાન કર્યું હતું.
કડોદરાના ખોડીયાર મંદિરના દરવાજાનું કાર્ય પણ જીગ્નેશભાઈએ પૂર્ણ કરાવ્યું હતું. વેપારી મહામંડળમાં પણ જીગ્નેશભાઈ ખૂબ જ લોકલાડીલા છે. કડોદરા ચાર રસ્તા થી સુરત રેલવે સ્ટેશન સુધીની સીધી સીધી બસ સેવા શરૂ કરવા માટે પણ જીગ્નેશભાઈનો સિંહ ફાળો રહ્યો છે.

15 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર એવા જીગ્નેશભાઈનું રાજકીય કદ પણ ખૂબ જ મોટું છે. ગુજરાતના દિગ્ગજ નેતા ગણાતા સ્વર્ગીય અહેમદ પટેલ સાથે પણ ખૂબ જ નિકટનો ઘરોબો ધરાવતા હતા.. કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલના નેતા પણ સુરતનું નામ પડે એટલે માત્ર ને માત્ર જીગ્નેશ મોદીને જ યાદ કરે તે કોંગ્રેસના દરેક કાર્યકર સારી રીતે જાણી ગયા છે.

સુરત જિલ્લા કોંગ્રેસની કરોડરજ્જુ ગણાતા જીગ્નેશ મોદી હવે કોંગ્રેસથી છેડો ફાડવાના છે. એટલે કડોદરામાં કોંગ્રેસના કાંગરા ખરવાની વાત તો દૂર રહી પરંતુ કોંગ્રેસનો ગઢ હવે પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જશે.. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીગ્નેશ મોદી ખૂબ ઓછા સમયમાં ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે. કડોદરામાં કોંગ્રેસની કરોડરજ્જુ ગણાતા જીગ્નેશ મોદી જેવા નેતાને ભાજપમાં જોડાવા સંગઠનમાંથી જ આદેશ અપાયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે.. એટલે કે જીગ્નેશ મોદી ટૂંક સમયમાં કેસરિયા કરશે તે વાત બિલકુલ સાચી છે..


સુરતના કડોદરામાં કોંગ્રેસના ગઢના ખરશે કાંગરા, જીગ્નેશ મોદી કરશે કેસરિયા

Related posts

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

Ritesh Parmar

ખૂની ખેલ અને ખાખીનો વિજય: સુરત અને અમદાવાદના નામચીન હિસ્ટ્રીશીટરોની ગેંગને વિવેકાનંદનગર પોલીસે માત્ર ૬ કલાકના ‘ગોલ્ડન અવર્સ’માં દબોચી!

Ritesh Parmar

કારની હેલોજન લાઈટ બની જીવલેણ! બાઈક સવારની આંખો ઉપર તીવ્ર રોશની પડતા ઝાડ સાથે ટકરાયો, દર્દનાક મોત

Ritesh Parmar

Leave a Comment